સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં 12 કેસો નોંધાતા તંત્રમાં દોડધામ

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં 12 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગે ચિંતામાં મૂકાયાં છે ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણ બોમ્બ ફૂટયો છે એક જ દિવસમાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે છતાં સરકારી ચોપડે ફક્ત ચાર જ પોઝિટિવ કેસ દર્શાવવામાં આવતા અનેક પ્રકારના સવાલો સુરેન્દ્રનગર જિલ્લાની જનતામાં ઉભા થવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના રાજશોભાગ આશ્રમમાં એક સાથે આઠ વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તમને હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે.સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને જીલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે પરંતુ સરકાર દ્વારા સરકારી ચોપડે માત્ર 1-2 કેસ જ દર્શાવવામાં આવે છે અને જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ નહિંવત હોવાનું જણાવવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે કોરોના પોઝીટીવના સાચા કેસો દર્શાવવામાં આવતાં નથી ત્યારે જીલ્લાના સાયલા ખાતે આવેલ રાજસોભાગ સતસંગ મંડળ સંચાલિત આશ્રમમાં એક સાથે 8 વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે અને તંત્ર સહિત લોકોની બેદરકારીને કારણે ફરી કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ તંત્ર દ્વારા સરકારી ચોપડે માત્ર 1 થી 2 જ કેસો દર્શાવવામાં આવી રહ્યાં છે.

પરંતુ જીલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે પરંતુ સાચા પોઝીટીવ કેસો દર્શાવવામાં આવતાં નથી ત્યારે સાયલા ખાતે આવેલ રાજસોભાગ સતસંગ મંડળ સંચાલિત શ્રી રાજસોભાગ આશ્રમમાં એક સાથે 8 વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જ્યારે તમામ દર્દીઓને સારવાર અર્થે અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા જેવી અલગ-અલગ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં તેમજ સંપૂર્ણ આશ્રમનું સેનેટાઈઝર કરવાની કામગીર હાથધરવામાં આવી હતી. જ્યારે આ મામલે તાલુકા બ્લોક હેલ્થ ઈન્ચાર્જ ઓફીસર હિતેશ મકવાણાનો ટેલીફોનીક સંપર્ક કરતાં ફોન પણ રીસીવ ન કરતા મીડીયાકર્મીઓ સહિત લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.