વિજય પ્લોટમાં શૌચાલય બનાવવા મુદ્દે મકાન માલિકે ભાડુઆત પર કર્યો હુમલો
શહેરમાં ગઈકાલે વિજય પ્લોટમાં શૌચાલય બનાવવાના મુદ્દે મકાન માલિકે ભાડુંઆત પર હુમલો કરી બનાવેલા શૌચાલયમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું જ્યારે હુમલામાં પતિ પત્નીને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવારથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની ડિવિઝન પોલીસ સ્ટેશનને થતા પોલીસ સ્ટાફ દ્વારા મકાન માલિક પિતા પુત્ર અને એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
મળતી માહિતી મુજબ વિજય પ્લોટ માં રહેતા વિનોદભાઈ પરસોત્તમભાઈ જરીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે સવારના અગ્યારેક વાગ્યાની આસપાસ હું તથા મારી પત્ની શિવાની મારા ઘરે હતા ત્યારે એ મારા મકાન માલીક વિનોદભાઈ ફુલસીંગભાઈ જરીયા તથા તેનો દીકરો અભિષેકભાઈ વિનોદભાઈ જરીયા અને વિનોદભાઈના ભાઈ ભરતભાઈ ફુલસીંગભાઈ જરીયા રહે, (બધા મનહર પ્લોટ-4) એ આવેલ અને બાથરૂમનું કામ ચાલુ હતુ તે તોડફોડ કરવા લાગેલ અને કહેલ કે મારૂ મકાન ખાલી કરી નાખજે એમ બોલાચાલી કરી.
વિનોદભાઈ લોખંડનો પાઈપ માર્યો હતો ત્યારે ભરતભાઈ અને અભિષેક ભાઈએ પણ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો અને ઘરમાં બનાવેલ સૌચાલયમાં તોડફોડ કરી હતી જે અંગે બનાવવાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતા તેમને ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.