રાજકોટ શહેરના બોમ્બે આવાસ કવાટર નજીક દુકાન પાસેથી પસાર થયેલા ફુવાને ભત્રીજાએ સામુ શું કામ જોવો છો ? તેમ કહીને ઢોર માર માર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેમાં સાસુને સાળા સાચવતા ન હોય એનું મન દુ:ખ સાળા બનેવી વચ્ચે ચાલતું હતું જેનો ખાર રાખી સાળાના બે દીકરા સહિત પાંચ શખ્સોએ માર માર્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના બોમ્બે આવાસ ક્વાર્ટર સમૃદ્ધિ નગર બ્લોક નંબર ચાર ક્વાર્ટર નંબર ત્રણમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મનોજભાઈ જયસુખભાઈ દૂધેજીયાએ તાલુકા પોલીસ મથકે આરોપી તરીકે અજય મુકેશ મોસવાણીયા,જયદીપ મુકેશ મોસવાણીયા,સચિન ઉર્ફે બચ્ચો,સુમિત ઉર્ફે કાનો વશરામ ચાવડીયા,પ્રતીક ઉર્ફે કલી વશરામ ચાવડિયાનાં નામ આપ્યા છે.જેમાં મનોજભાઈ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ગઈકાલ બપોરે છાશ લેવા ગયા હતા
ત્યાંથી પરત ફરતી વેળાએ ભગવતી પરા મેઇન રોડ મહાકાળી નગર શેરી નંબર 2માં સાળાના દીકરા ની દુકાન પાસે થી નીકળ્યો હતો તે વેળાએ સાળા મુકેશભાઈ ના દીકરા જયદીપ એ સામું શું કરવા જોવેશ? તેમ કહીને જયદીપ, અજય, સચીન ઉર્ફે બચ્ચો ,સુમિત ઉર્ફે કાનો,પ્રતીક ઉર્ફે કલી એ ઢોરમાર માર્યો હતો જેમાં છોડાવવા વચ્ચે પડેલી પત્ની નીતાબેન ને પણ પાંચેય શખ્સોએ મારતા તાલુકા પોલીસનાં હેડ કોન્સ્ટેબલ જે.એમ.ચુડાસમાએ જયદીપ,અજય,સચિન,સુમિત અને પ્રતીક વિરૂદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.