રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ ભગીરથ સોસાયટીમાં રહેતી 21 વર્ષની યુવતીએ 10 દિવસ પહેલા ઝેરી દવા પી આપઘાત કરી લીધા બાદ સોશ્યલ મીડિયા અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતાં યુવતીને તેના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ અને તેના ભાઈએ ફોટા તેમજ વિડિયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માર મારતાં   યુવતીએ આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.  પોલીસે બે શખ્સો સામે યુવતીને આપઘાતની ફરજ  પાડવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે . આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ , સંતકબીર રોડ પર આવેલ ભગીરથ સોસાયટીમાં રહેતા અને કારખાનામાં નોકરી કરતાં સિધ્ધરાજસિંહ ભગવાનજીભાઈ સોલંકી ( ઉ .55 ) એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સંદીપ પઢીયાર અને તેના ભાઈ મહેશ ઉર્ફે મનીષ પઢીયારનું નામ આપ્યું છે .

મૃતકના સોશિયલ મીડિયા ફ્રેન્ડ સહિત બે સામે આત્મહત્યાની ફરજ પાડવાનો નોંધાતો ગુનો

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની નાની દિકરી ધારાબા ( ઉ .21 ) એ ગત તા.1 10-2023ના બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું . યુવતીએ ઝેરી દવા પીધી ત્યારે તેની માતા નિર્મળાબા પાસે એવી કબુલાત આપી હતી કે તા.29-9 2023 ના પોતે ઘરે એકલી હતી ત્યારે તેનો બોયફ્રેન્ડ સંદીપનો મોટો ભાઈ મહેશ ઉર્ફે મનીષ પઢીયાર ઘરે આવ્યો હતો અને તારા લીધે જ મારા ભાઈની સગાઈ તૂટી ગઈ છે . હવે તું તેની જીંદગીમાંથી નીકળી જા અને મારા ભાઈને મુકી દે નહીંતર હું તને જાનથી મારી નાખીશ ’ તેવી ધમકી આપી યુવતીને માર માર્યો હતો .

આ ઘટના બાદ પોલીસની મદદથી યુવતીના માતા અને   પિતાના મોબાઈલ ફોનની તપાસ   કરાવતાં બન્નેના મોબાઈલ ફોનમાં  ધારાબા સોલંકી ઈન્સ્ટાગ્રામ 7 વાપરતાં હોય અને અવારનવારસંદીપ પઢીયાર સાથે ચેટીંગ કરતાં હતાં જ્યારે છેલ્લે ફોટામાં ‘ હેપ્પી બર્થ ડે મારી જાન ’ એવી પોસ્ટ મુકી હતી . સોશ્યલ મીડિયામાં તપાસ કરાવતાં ધારાબાને સંદીપ પઢીયાર સાથે સોશ્યલ મીડિયા થકી મિત્રતા હોય જેના કારણે અગાઉ સંદીપની સગાઈ તુટી ગઈ હતી .

ત્યારબાદ આરોપીઓએ યુવતીને સમાજમાં બદનામ કરી દેવાની અને વિડિયો તેમજ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ઘરે આવી માર મારતાં લાગી આવવાના કારણે યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું . પોલીસે આ ઘટના અંગે યુવતીના પિતાની ફરિયાદ પરથી બન્ને ભાઈઓ સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ પીઆઈ આર.જી.બારોટ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે . જ્યારે બનાવના દિવસે તા.29-9-2023ના મનીષ ઉર્ફે મહેશ ઘરે આવ્યો હતો તેના સીસીટીવી ફુટેજ પણ પોલીસને હાથ લાગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.