આપણી પ્રાચીન લોકસંસ્કૃતિ, લોકનૃત્ય, લોકકલા અને પરંપરાઓની જાળવણી કરવાની સાથે સાથે કલાકારોમાં પડેલી કલાને ઉજાગર કરવા ઉપરાંત પાંગરતી પ્રતિભાઓ તેમજ અપ્રચલિત કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.
સખી ગ્રુપ રાજકોટના બહેનોના કંઠે ગવાયેલા બેઠા રાસનું નિદર્શન
રાસની સાડા પાંચ હજાર પહેલા ભગવાન કૃષ્ણેએ શરૂ કરેલી આ પરંપરાનું જતન સાથે પ્રચાર-પ્રસાર કરવામાં મહિલાઓનો મુખ્ય ફાળો રહ્યો છે. અને મહિલાઓ દ્વારા ‘બેઠા ગરબા’ માં ગવાતા પ્રાચિન રાસમાં જાણે કે માઇ ભકતોનો મા પ્રત્યે ના પ્રેમનો ધોધ વહેતો હોય તેવું વાતાવરણ જોવા મળતું હોય છે.
સખી ગ્રુપ – રાજકોટની મહિલાઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ‘બેઠા રાસ’ ની પરંપરા જાળવવા અથાગ પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે આ પરિવારની મહિલાઓ ધ્રુવાબેન અંજારીયા, ઉષ્માબેન વોરા, ધૈર્યાબેન ઓઝા, દિપાબેન બુચ, સિઘ્ધિબેન વોરા, જાગૃતિબેન અંજારીયા ના કંઠે ગવાયેલા પ્રાચીન રાસને પ્રશાંત માંકડ ઢોલનો તાલ મળ્યો છે. પલ્લવીબેન અંજારીયા દ્વારા સંચાલીત બેઠા રાસ જે કાલે સવારે 8.30 કલાકે ‘અબતક’ ચેનલના શરદોત્સવની રંગતમાં બેઠા રાસ રજુ થશે જેનું પુન:પ્રસારણ સાંજે 6.30 કલાકે પ્રસારીત થશે. તો આવો ‘સખી ગ્રુપ રાજકોટ ’ ની બહેનો ના બેઠા રાસનો આનંદ માણીએ. ભૂલાય નહી હો…