૧૧૦૯ કેરેટનો આ અન કટ ડાયમંડ ૩ અબજ વર્ષ જુનો છે!
લ્યો બોલો, ટેનિસના દડા જેવડા કદના ડાયમંડનો કોઈ લેવાલ નથી ! નોર્થ અમેરીકન દેશ કેનેડાની એક કંપની પાસે આ બોલ જેવડો હીરો છે. જેનો તેઓ ખરીદદાર શોધી રહ્યા છે.
કેનેડાની વ્યાપારિક રાજધાની ટોરોન્ટો શહેર સ્થિત કંપની લુકારા ડાયમન્ડ કોર્પ માટે આ ડાયમંડ માથાનો દુ:ખાવો બની ગયો છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીના આંતરિક સુત્રોના જણાવ્યા મુજબ ગત ઉનાળુ સીઝનમાં હરાજી કરતી આંતરરાષ્ટ્રીય ઓકશન કંપની સોથબી’ઝ વિશ્ર્વના સૌથી મોટા આ અન કટ ડાયમંડને વેંચવામાં નિષ્ફળ રહી હતી.
દક્ષિણ આફ્રિકાના બોત્સ્વાના રાજયની ખાણમાંથી ડાયમંડ મળ્યો છે જે ૧૧૦૯ કેરેટનો છે. માનવામાં આવે છે કે આ હીરો ૨.૫ થી ૩ અબજ વર્ષ જુનો છે. જેની અંદાજિત કિંમત ૬૧ થી ૭૦ મિલિયન ડોલર છે.
અગાઉ દુબઈની કંપનીએ ૮૧૩ કેરેટના ડાયમંડ માટે લુકારાને ૬૩ મિલિયન ડોલર ચુકવ્યા હતા. જયારે ૩૭૪ કેરેટ સ્ટોનના ૧૭.૫ મિલિયન ડોલર ચુકવ્યા હતા.
લુકારાના સીઈઓ વિલિયમ લેમ્બે જણાવ્યું હતું કે, ૧૦૦૦ કેરેટ ઉપરનો હીરો મોટા કદનો ગણાય. હવે માઈનિંગ ક્ષેત્રે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે.
આફ્રિકન દેશ કોંગો (ઝૈરે)માં નોર્દ (નોર્થ) કિવુરિજિઅનમાં ડાયમંડની મળી આવે છે.