ટ્રાફિક શાખાના કોસ્ટેબલો અને વોર્ડન કલેકટર કચેરીનાં ઝાંપામાં ઘૂસી દંડ વસુલતા કર્મચારીઓમાં રોષ

સામાન્ય રીતે કચેરીમાં આવતા અરજદારો સાથે કયાં રહો છો ? કોનું કામ છે ? શું કામ છે ? જેવા પ્રશ્નો પુછવા ટેવાયેલા જિલ્લા કલેકટર કચેરીના નાયબ મામલતદારો પોલીસ કમિશનરની હેલ્મેટ ઝુંબેશને કારણે અરજદારની ભૂમિકામાં આવી ગયા હતા. આજે સવારી જિલ્લા કલેકટર કચેરીના ઝાંપાની અંદર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડન દ્વારા હેલ્મેટ પહેર્યા વગર આવનારા તમામ કર્મચારીઓને રોકી દંડ ફટકારતા અનેક નાયબ મામલતદારોના નાકના ટેરવા ચડી ગયા હતા તો કેટલાકે પોલીસ સામે જીભાજોડી પણ કરી હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમોનો કડક અમલ કરવા ઘર આંગણાથી જ એટલે કે સરકારી કર્મચારીઓ જ ટ્રાફિક નિયમોનો અમલ કરે તે માટે શહેરની મોટાભાગની કચેરીઓમાં છેલ્લા બે દિવસથી ઝુંબેશ શરૂ કરી છે જેના ભાગરૂપે આજ સવારી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક વોર્ડનનો મોટો કાફલો કલેકટર કચેરીના ઝાંપે ઉભો રહી ગયો હતો અને કચેરીમાં ફરજ બજાવતા પટ્ટાવાળાી લઈ નાયબ મામલતદાર સુધીના અધિકારીઓને ઝપટે લઈ દંડ વસુલ કર્યો હતો.

દરમિયાન હેલ્મેટ પહેર્યા વગર કચેરીમાં આવનારા અનેક નાયબ મામલતદારો આજે દંડાયા હતા. જે પૈકી કેટલાક નાયબ મામલતદારો દરરોજ રેશનકાર્ડની કામગીરી માટે આવતા અરજદારો સાથે તુમાખીભર્યું વર્તન કરી આધારકાર્ડ લાવો, ચૂંટણીકાર્ડ લાવો, લાઈટબીલ લાવો, સરનામાનો આધાર લાવો જેવા સવાલ પુછનારા અધિકારીઓને આજે પોલીસે નામ બોલો ? કયાં રહો છો ? લાયસન્સ લાવો ? જેવા સવાલો પુછતા કેટલાક ને તો વસમુ લાગુ ગયું હતું અને પોલીસ સાથે જીભાજોડી કરી તમે દંડ લેવા હકકદાર છો, બીજુ કાંઈ પુછોમાં જેવા જવાબ આપ્યા હતા.

જો કે, જિલ્લા કલેકટર કચેરીની અંદર જ આવી આ રીતે હેલ્મેટ ઝુંબેશ પોલીસે સારું ‚ કરતા આ મામલે જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે, પોલીસ કોઈપણ સ્થળે જઈ શકે છે અને સરકારી કર્મચારીઓ જ સરકારના નિયમોનું પાલન કરે તે આવશ્યક છે. નિયમ બધા માટે સરખો હોય છે, હોદ્દાની ‚એ કોઈ કાયદા કે નિયમમાંથી બાકાત ન રહી શકે તેવું કહી પોલીસની ટ્રાફિક અને હેલ્મેટ ઝુંબેશને યોગ્ય ગણાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.