સંબંધની શરૂઆત આ શબ્દથી થાય છે, અને કોમ્યુનિેકશન માટે સૌથી મહત્વપૂર્ણ પ્રારંભ છે: સહાનુભૂતિ અને સમજણ વિકસાવવા યુવા વર્ગનો સૌથી જાણીતો શબ્દ છે
આજે સમગ્ર વિશ્વમાં સારા આદાન પ્રદાન માટે તથા સંબંધો વિકાસાવવા માટે જરુરી અને સૌથી વધુ વપરાતા ‘HI’ શબ્દનો દિવસ છે. આજે વિશ્વભરનાં યુવાનો એકબીજાને આ શબ્દ મોકલીને નિકટતા બાંધવા કે સહાનુભૂતિ દર્શાવવા ઉજવણી કરી રહ્યો છે.
આનંદ ઉજવણી અને એકમેકના સંબંધનો પ્રારંભ સવારે કે સાંજ સુધીમાં આપણે મોબાઇલમાં લખતા હોઇએ છીએ. મોબાઇલ હતા ત્યારે પણ આપણે એકબીજાને મળતા ત્યારે કેમ છો કે હાય કહેતા હતા, પરંતુ નવી સદીમાં સૌથી વધુ લખાતો શબ્દ ‘હાય’ છે. આજે ઘણાને પણ રમતા રમતાં યાદ આવી ગયું કે આજે ‘હાય’ દિવસ છે.
આપણે સોશિયલ મીડિયાની મનપસંદ પળો, લેખ, ફોટા વિગેરેને શેર કરતી વખતે જઅઢHI ઉઅઢ હેશ ટેગ કરીને મિત્ર વર્તુળને મોકલીને ઉજવણી કરવી જોઇએ. સંદેશા વ્યવહાર અને સંબંધોની મહત્વની પળોની ઉજવણીમાં આ શબ્દ અતિ મહત્વનો છે.
આજના યુગમાં સંબંધો, સહાનુભૂતિ અને સમજણ વિકાસ તેનું મહત્વ વિશેષ છે. એકબીજાના વિચારો જાણવા સાથે હકારાત્મક પ્રારંભ માટે ‘HI’ શબ્દ જ સૌથી મોખરે છે. એકબીજાના વાતચીતના પ્રારંભ શુભારંભ થતા આ શબ્દ થકી મિત્રતા કે સંબંધો બંધાતા જોવા મળે છે તો એક બીજાને સારી રીતે જાણવા પણ આ શબ્દની એક ગરીમા છે.
HI કે HELLO કહેવાનો આજે દિવસ છે. ત્યારે તમારા પ્રિયજનની કરેલી કાળજી લો છો ને બતાવવાની એક સરસ રીત છે. સોશિયલ મીડીયામાં કાર્ડ, પત્ર કે હાથે લખેલી નોંધ મોકલતા પહેલા પ્રારંભે લખાતો શબ્દ આજે વિશ્ર્વના કે તમામ પૃથ્વીવાસી ઉપયોગ કરતા જોવા મળે છે. તમારા મિત્રોને લંચ અથવા ડિનર પાર્ટીના ઇંજન માટે પણ પ્રારંભે હાય કે હેલ્લો સાથે સર્જનાત્મક બનાવવાની મજા જ કંઇ ઔર છે.
આજના સમયમાં યુવાધન થી માંડી વડીલો પણ મળતાની સાથે જ હાઈ અથવા હેલ્લો કહીને બોલાવી રહ્યા છે. તો સોશિયલ મીડિયા પર ઘણા એવા સબંધ ઉજાગર થયા છેા
જેમાં હાઇ થી હૈયા સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. ત્યારે આજ રોજ આંતરરાષ્ટ્રીય “હાઈ” દિવસ પર એકબીજાના પ્રિયજનને હાઈ અને હેલ્લો કહી લોકો આ દિવસની ઉજવણી કરી રહ્યા છે.