85 હજાર લીટર પાણીનું રિસાયક્લીંગ કરાયું

રાજ્યના સૌથી મોટા હવાઈ મથકો પૈકી એક સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ 258 લીટર ગંદુ પાણી નીકળે છે. એરપોર્ટની અંદર સ્થાપિત પ્લાન્ટમાં ટ્રીટ કરેલાંગટરના પાણીનો બાગાયતી કામોમાં ઉપયોગ કરવામાં આવે છે. રિસાઈકલ પાણીના ઉપયોગથી બાગાયત માટે તાજા પાણીના વપરાશમાં ઘટાડો થયો છે.

વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની એરપોર્ટ પરિસરમાંથી નીકળતા 500 કિલો લિટર ગંદા પાણીને ટ્રીટ કરવાની ક્ષમતા ધરાવે છે. એરપોર્ટ પર ટ્રીટેડ પાણીનો પુન:ઉપયોગ કરવાથી વાર્ષિક 400 પરિવારોની પીવાલાયક પાણીની જરૂરિયાત પૂરી કરી શકાય છે.પાણીના પુન:ઉપયોગ માટે ટ્રીટ કરવા ઉપરાંત એરપોર્ટ વોટર રિચાર્જ ક્ષમતામાં પણ સક્રિયપણે વધારો કરી રહ્યું છે.

એરપોર્ટ પર 41 થી વધુ ભૂગર્ભજળ રિચાર્જ પિટ્સ બનાવવામાં આવ્યા છે, જેમાં રનવેની આસપાસ બનાવેલા સ્ટોર્મ વોટર ડ્રેઇન્સમાંના કેટલાક ખાડાઓનો પણ સમાવેશ થાય છે. પાણીનો વપરાશ અને લિકેજ ઘટાડવા 208 સેન્સર-આધારિત પાણીના નળ શૌચાલયોમાં લગાવવામાં આવ્યા છે. જેનાથી 30% થી વધુ પાણીનો બચાવ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.