શહેરમાં પર્યાવરણવાદીઓએ એક અનોખુ કાર્ય કર્યું જેની નોંધ સર્વત્ર લેવાઈ છે જેમાં રહેણાંક વિસ્તારમાંથી પકડાયેલા ઘઉંલો પ્રજાપતિનો સાપને પકડ્યા બાદ આ સાપે ઈંડા આપતા તેની 56 દિવસ સુધી યોગ્ય વાતાવરણમાં જાળવણી કર્યા બાદ બચ્ચા ઈંડામાંથી બહાર આવતા તમામને વનવિભાગની મદદથી પ્રકૃતિના ખોળે છોડી મૂકવામાં આવ્યા છે.
પ્રકૃતિપ્રેમીઓએ 56 દિવસ સર્પના ઈંડા સંભાળી 17 બચ્ચાઓને જંગલમાં મુક્ત કર્યા
વૈજ્ઞાનિક ઢબે યોગ્ય વાતાવરણમાં ઈંડાનો ઉછેર કરીને બચ્ચાને જન્મ અપાવ્યા
શહેરના એરફોર્સ-2 નજીકના રહેણાંક વિસ્તારમાંથી 24 ફેબ્રુઆરી 2021ના રોજ ઘઉંલો પ્રજાપતિનો સાપ લાખોટા નેચર કલબના સભ્યો દ્વારા પકડવામાં આવ્યો હતો. આ સાપને સંસ્થામાં રાખતા તેણે 21 જેટલા ઈંડા મૂક્યા હતા જે બાદ સંસ્થાના પ્રકૃતિપ્રેમી અરુણકુમાર, રજતભાઈ તેમજ સુરજભાઈ જોષી દ્વારા આ ઈંડાને સાચવી રાખી સતત 56 દિવસ સુધી વૈજ્ઞાનિકઢબે તેનો ઉછેર કરવામાં આવ્યો હતો.
જેમાંથી 17 ઈંડાઓમાંથી સાપના બચ્ચાઓ બહાર આવ્યા હતા જેમને વનવિભાગની મદદથી જંગલમાં છોડી મૂકવામાં આવ્યા હતા.