પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન અને નવરંગ નેચર કલબ દ્વારા માત્ર રૂ.૫ની નજીવી કિંમતે ચકલી ઘરનું અભાવલય, વિનાયક વાટીકા, માધાપર બસ સ્ટોપ સામે, તા.૧૧ી સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન કરવામાં આવશે. જેની વિગત આપવા સમણ શ્રૃતપ્રજ્ઞજી ઓકસફર્ડ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ગ્રેહામ ડવાયર, નવરંગ નેચર કલબના વીડી બાલા, નરેશભાઈ નકુમ અને અજયભાઈ મકવાણાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ચકલીને ઝાડ પર માળો બનાવતા કુદરતે શિખવેલ ની તે વાતની આપણા પૂર્વજોને ખબર હતી તેથી પૂર્વજોએ જયારે મકાન બનાવવાની શરૂઆત કરી ત્યારે મકાનમાં ગોખલા રાખતા અને ખૂબ ખાચાખુચી હતા. ખુલ્લી ઓસરીઓ હતી તેમાં પુષ્કળ ત્રાંસી છબીઓ હેતુ પૂર્વક રાખતા, લાઈટનો પંખો ન હતો આમ ચકલીને માળો બનાવવાની પુષ્કળ જગ્યા મળી રહેતી તેી ચકલીઓની સંખ્યા સારી હતી.
આપણે ત્યાં બીલકુલ નિર્જન અને રિધ્ધિ સિધ્ધી વીનાની જગ્યા માટે એવું કહેવાય છે કે ત્યાં ચકલુંય ફરકતુ ની. આપણે આપણા ઘરે ચકલી ફરકતી થાય તે માટે પુઠાના ચકલી ઘર રવેસની નીચે મુકવા જોઈએ. ભારતમાં ચકલી ઘર બનાવવાની શ‚આત નવરંગ નેચર કલબે કરી છે. આ ઝુંબેશ ૨૦૧૦ી શ‚ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે ચકલીઓ જોવા મળે છે. આમ ચકલીને બચાવી શકાય તેવી શ્રધ્ધા બેઠી છે. કવી રમેશ પારેખની ભાષામાં કહીએ તો મારા ફળીયામાં ચકલી હોય તે મા‚ રજવાડુ દરેક ઘર રજવાડુ બને તે માટે આપણે સૌએ મવાનું છે.ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે રૂ.૧૫માં પડતર પુઠાના ચકલી ઘર લોકોને “પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન દ્વારા રૂ.૫માં આપવામાં આવશે. દરેક ગામમાં જો આપણે ૨૦૦ માળા લગાવી શકીએ તો ચકલીઓની સંખ્યા જરૂરી વધારો થાય. આ સેવાકાર્યમાં સંતો પણ જોડાય તેવી અપીલ કરાઈ છે. વધુ વિગત માટે મો.૯૪૨૭૩ ૬૬૧૬૪ સંપર્ક કરવા જણાવાયું છે.