આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે
એક વૃક્ષ બે વ્યક્તિને જીવન આપે છે તેની સમીક્ષા કરતા ચેતન રામાણી
છેલ્લા દસ થી બાર વર્ષમાં આશરે ૩૫૦૦ થી ૪૦૦૦ ચોરસ કી.મી. જંગલો ખતમ થઇ ગયા છે. કુદરતી જંગલો ઝડપી સાફ ઇ રહ્યા છે અને સિમેન્ટના જંગલોનો ફેલાવો થઇ રહ્યો છે. ત્યારે ચેતન રામાણીએ જણાવ્યું છે કે જો એક વ્યક્તિ તેની જિંદગીમાં એક વૃક્ષ વાવે / ઉછેરે તો આવતીકાલે કે આવનારી પેઢીને તે ખરેખર સુધારી શકે. એક વૃક્ષ એક જીવન.
ખરેખર, વૃક્ષારોપણ કરવા માટેનો ઉત્તમ સમય ચોમાસું છે હવે ચોમાસું કે વર્ષારાણીની પધરામણી ૧૦ થી ૧૨ જૂન આસપાસ વાની હોય ત્યારે ખરેખર અત્યારે વૃક્ષારોપણ કરવા માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે. તેમ કહેતા બધાને વૃક્ષારોપણ કરવા આહ્વાન કરે છે. વિશેષમાં દરેક વ્યક્તિ કે પરિવારે પોતાનાં ઘરે કે પોતાના કારખાને / વાડી ખેતરે કે પ્લોટમાં એક-એક વૃક્ષતો ફરજીયાત પણે વાવવું જ અને ઉછેર કરવો જ જોઈએ.
આજની ખરાબ પરિસ્થિતિ કે ખરાબ હવામાનનું કારણ જ ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગને ધ્યાને લઇ વક્રક્રાંતિ, જલક્રાંતિ, વાયુક્રાંતિ અને ભૂક્રાંતિ અનિવાર્ય છે. વ્યક્તિદીઠ એક વૃક્ષતો વાવવું જ જોઈએ તેવો નિયમ બનાવવા પણ રામાણીએ ચર્ચા કરી હતી. તેઓ જણાવ્યું છે કે આપને ત્યાં દર વર્ષ ૫મી જૂને વિશ્વ પર્યાવરણદિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આપણે જે રીતે જીવનજીવી રહ્યા છીએ તે જોતા આ દિવસની ઉજવણી ખરેખર કેટલી વ્યાજબી ગણી શકાય ? બીજી રીતે જોઈએ તો પર્યાવરણ એટલે આપણી આસપાસનું વાતાવરણ જેમાં જમીન , હવા, પાણી, પ્રાણીઓ, વન્યસૃષ્ટિ, માનવ સૃષ્ટિ વિગેરેનો સમાવેશ ાય છે. પ્રાચીન સમયમાં તો દરેક લોકો વૃક્ષનું મહત્વ સમજી પર્યાવરણનું જતન કરતા ગ્લોબલ વોર્મિંગને ધ્યાને લઇ વક્રક્રાંતિ, જલક્રાંતિ, વાયુક્રાંતિ, ભૂક્રાંતિ ખૂબ જ અનિવાર્ય છે.
વધુમાં રામાણી જણાવે છે કે વૃક્ષ ફક્ત જિંદગી જ નહી પરંતુ ખિસ્સાનો પણ ખ્યાલ રાખે છે. ટૂંકમાં વૃક્ષો પર્યાવરણ બચાવવા ઉપરાંત ર્આકિ રીતે પણ આપણને મદદરૂપ થાય છે. પર્યાવરણની જાળવણીમા દેશના દરેક નાગરિકો પર્યાવરણ પ્રેમી બનવા દ્રશ નિશ્ચય કરવો જોઈએ.આજની માંગ છે કે સ્વચ્છતા માટે સરોવર, ડેમ વગેરે ચોખા રાખવા અને ખેડૂતોએ ખેતોમાં સેઢા પારે, તેમજ ખરાબાની વધારાની જાગવામાં વધારેમાં વધારેમાં વૃક્ષો વાવવા આજના પર્યાવરણ ના દિવસ નિમિતે ચેતનભાઈ રામાણીએ અપીલ કરી છે.