ગુજરાત ગૌ સેવા મોડેલને પ્રધાનમંત્રી સમક્ષ રજૂઆત: દેશમાં ગાયના સંરક્ષણ નિયંત્રણ કરવા રાષ્ટ્રીય ગૌ સેવા આયાગેની સ્થાપના કરવા અપીલ
દેશના ખાધ્યાન ઉત્પાદનમાં જમીનની ફળદ્રુપતા અને જળવાયુનું મહત્વપૂર્ણ યોગદાન છે. જે આજે આપણા ખેડુતો માટે એક ખૂબ મોટો પડકાર બનેલો છે. કયા કયા પ્રકારે સુરક્ષીત અને સ્વસ્થ ખાધ સામગ્રીનું ઉત્પાદન કરીએ? જો કે, આવા પડકારોનો સામનો કરી શકાય છે. જો દેશમાં ગુજરાત મોડેલ ગૌશાળા વિકાસને લાગુ કરવામાં આવે ગુજરાત રાજયએ ગૌવંશના રક્ષણ સંરક્ષણ સંવર્ધન અને વિકાસની દિશામાં ગૌવંશ તથા તેમની સંતતિને ગૌશાળામાં રાખીને સેવાસુશ્રુષાનું મહત્વનું કાર્ય કર્યું છે.
ગુજરાત સરકારે અનેક કાર્યક્રમો અને યોજનાઓ ગૌશાળાઓની જ‚રીયાત પ્રમાણે ચલાવી છે. જેથી ગૌશાળાઓ સ્વાવલંબી બની શકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમાં ગૌ સેવા આયાગે ગુજરતાનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાએ ગૌશાળાવિકાસ પર એક રાષ્ટ્રીય કાર્યક્રમ ગુજરાત મોડેલ ગૌ સેવા ગૌ સંસ્કૃતિ ઉપર ગુજરાતની એક યાત્રશ, નામની કૃતિ ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રસ્તુત કરી હતી.
ડો. કથીરીયાએ કહ્યુંં હતુ કે સ્વદેશી ગાયોની શારીરીક અને ભૌતિક ક્ષમતા ભારતીય વાતાવરણનો સામનો કરવા માટે સક્ષમ છે. આજે આપણી માટીમાં ફળદ્રુપતાનું પતન સૌથી મોટુ સંકટ છે. જેનું મોટુ કારણ ખાતર અને કીટનાશકોનો વધુ પડતો ઉપયોગ છે. રાસાયણીક ખાતરનાં વ્યાપક ઉપયોગથી માટીમાં કાર્બનની માત્રા ઓછી થઈ ગઈ. પરિણામે માટીમાં કાર્બનીક પદાર્થ જે માટીની ફળદ્રુપતાને વધારવા માટે હોય છે તે નિરંતર ઘટી ગયું પ્રતિ હેકટર ઉપર જ અને કૃષિ ઉત્પાદકોની ગુણવતા ઓછી થતી જાય છે.
દુનિયાના કુલ જૈવિક ખાધ ઉત્પાદનોમાંથી અડધુ ઉત્પાદન ભારતમાં થાય છે. વર્ષ ૨૦૦૩-૦૪માં કુલ ૪૨૦૦૦ હજાર હેકટર જમીનનો ઉપયોગ જૈવીક ખેતી માટે કરવામાં આવ્યો હતો. જૈવિક ખેતી માટે ૨૦૦૯ ૧૦માં ૫૯૭૮૭૩ ખેડુતો દ્વારા ૧૦૮૫૬૪૮ હેકટરમાં ખેતી કરવામાં આવી અને ૧૮૧૧૧૧૧ લાખ ટન ખાધનું ઉત્પાદન થયું જે. અંતર્ગત ૫૯૧ કરોડ ‚પીયાના ખાધ પદાર્થની નિકાસ કરાઈ જે ઉત્પાદન મુખ્યત્વે ગાયના ગોબરમાંથી કરાયેલી ખેતીમાંથી કરવામા આવ્યું હતુ. તેમ ડો. કથીરીયાએ જણાવ્યું હતુ.
તેમણે ગાયના ગોબરમાં ઔષધીય મૂલ્યો અને તેના નવા નિષ્કર્ષ ઉપર પ્રકાશ પાડતા કહ્યું હતુ કે ગોબરમાં માઈક્રોબેકટેરીયમ વૈકસી, એક ગેર રોગજન્ય જીવાણુ હોય છે. જેમાં એન્ટીડીપ્રેસેન્ટ ગુણ હોય છે. જયારે આપણે ગાયના ગોબરની ગંધ ગ્રહણ કરીએ છીએ ત્યારે તે ન્યુરોન્સની વૃધ્ધિ કરે છે. મસ્તિષ્ઠ કોશિકાઓમાં સેરોટોનીન અને એપીનેફીનનું ઉત્પાદન ઉતેજીત થાય છે. જેથી આપણી ગભરામણ અને શીખવાની શકિત ઉપર સારી અસર થાય છે.
ગુજરાતના ગૌશાળા વિકાસનું પ્રમુખ કાર્યક્ષેત્ર રહ્યું છે. ગૌશાળાની સ્થાપનાનું જેમાં વિશેષ ‚પે જેલ, શાળાઓ અને મંદિરોમાં દેશીય નસ્લનાં પ્રાકૃતિક પ્રજનન માટે સહયોગ, ગૌશાળા અનુસંધાન પર છાત્રવૃત્તિ વિતરણ ગૌવિજ્ઞાન અને શાળા કોલેજમાં પાઠયક્રમ, જેવિક ખેતરીમાં સહાયતા, આદિવાસી ક્ષેત્રમાં ગૌશાળા સ્થાપના, જનજાગણણ અને જાગ‚કતા, ગાયો માટે માઈક્રોચીપ લગાવવી, શહેરી ક્ષેત્રમાં કામઘેનું હોસ્ટેલની સ્થાપના પંચગવ્ય દવાઓનું ઉત્પાદન અને મહિલા તથા યુવા સશકિતકરણ પર જોર આપવું પ્રત્યેક ગતિવિધિઓને વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા લાગુ કરવામાં આવી તેમજ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું ભાવી સમસ્યાઓ અને પડકારો પર ચર્ચા માટે ગૌશાળા વિકાસ પર ૫ થી વધારે રાષ્ટ્રીય સંમેલન અને ૨ આંતરરાષ્ટ્રીય સંમેલન સેમીનાર અને કાર્યશાળાઓ આયોજીત કરાઈ ગૌકથા દ્વારા પ્રવચનની શ્રુંખલા, ગાય પ્રદર્શનીનું ગૌ સંરક્ષણ પર પ્રશિક્ષણ અને શિક્ષા, બેઠક અને વાતચીત કાર્યક્રમોને પણ પ્રાથમિકતા આપવામાં આવી જે ગુજરાતમાં ગૌશાળાના કાર્યકર્તાઓના માધ્યમથી ખેડુતો અને બીજાઓને પ્રેરિત કર્યા હતા. તેમ ડો. વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતુ.
ગૌ આધારિત આબાદીના મુદા પર ડો. કથીરીયાએ જણાવ્યું હતુ કે દેશમાં ગાયની આબાદીની સ્થિતિ ઠીક નથી તેમણે કહ્યું હતુ કે નવીનતમ પશુધન જનગણના અનુસાર કુલ મવેશીયો ગાય આબાદીમાં વૃધ્ધિ થઈ છે. પરંતુ બળદની સંખ્યામાં ઘટાડો થયો છે. આથી સ્પષ્ટ થાય છે કે ગાયોની તુલનામાં કદાચ બળદની બલી વધારે આપવામાં આવી રહી છે. જે ઘાતક સંકેત છે.
વધુમાં જણાવ્યું હતુ કે બેઘણ ગાયોના રક્ષણ અને માનવજાતી પશુ, વનસ્પતિ અને ખાધ શ્રુંખલાને બચાવવા માટે દેશમાં ગૌશાળા વિકાસના ગુજરાત મોડેલનાં કાર્યાન્વય માટે ૧૮ સુત્રીય એજન્ડા દર્શાવતો એક પત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. જેમાં પર્યાવરણ અને તંત્ર તેમજ ગૌશાળા સંસ્કૃતીનાં માધ્યમથી જળવાયું પરિવર્તનને રોકવાની ચર્ચા કરવાની આવી છે.
તેમણે કહ્યું હતુ કે ગુજરાત મોડેલની સંરચના નરેન્દ્ર મોદીજીએ પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કરાઈ હતી. ત્યારબાદ ડો. કથીરીયાને આ કાર્યાન્વયની જવાબદારી સોપી હતી આ મિશનને ગુજરાતનાં અન્ય મુખ્યમંત્રીઓ દ્વારા પણ સમર્થન મળતું રહ્યું વાર્ષિક બજેટ ૧૫૦ કરોડ સુધી વધારાયું ગૌવંશની જાણવણી અને રક્ષણ માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા. તાજેતરમાં ગુજરાતમાં પશુઓના રક્ષણ અને બચાવ માટે ૨૪ કલાક એમ્બ્યુલન્સ સેવાની પણ શ‚આત કરાઈ
ડો. કથીરીયાએ રાષ્ટ્રપતિક રામનાથ કોવિંદજી, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને આર.એસ.એસ.ના વડા મોહનજી ભાગવત સાથે પણ ગૌશાળા મોડેલ ગુજરાત સંદર્ભે ચર્ચા કરી હતી દેશમાંગાયના સંરક્ષણને નિયંત્રીત કરવા માટે અલગથી ગૌ મંત્રાલય કામઘેનું વિશ્ર્વ વિદ્યાલય અને રાષ્ટ્રીય ગૌ સેવા આયાગેની સ્થાપના કરવા માટે અપીલ કરી છે.
આયોગને શ‚ કરવા માટે ન્યુનતમ ૧૦૦૦ કરોડ ‚પીયા પ્રતિ વર્ષ પૂરા મળવા જોઈએ ભારતમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીનાં માર્ગદર્શન હેઠળ એનસીસીનું ગઠન કરવામાં આવ્યું હતુ.
ડો. કથીરીયાને તેમના ઉમદા કાર્યો અને સેવા બદલ રાષ્ટ્રીય ઉત્કૃષ્ઠતા સન્માન જેવા કેટલાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરષ્કારથી સન્માનીતકરવામાં આવ્યા છે.