ટુરિઝમને ક્ષેત્રે કોરોના મહામારી ની ખૂબ માઠી અસર જોવા મળી રહી છે દેશમાં ટુરિઝમ ક્ષેત્રે ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્ટોની કફોડી હાલત જોવા મળી રહી છે ખાસ અવારનવાર ટુરીઝમ એજન્ટો દ્વારા સરકારને સેવ ટુરીઝમ તેમજ તેઓની ઈન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવાની માંગ કરવામાં આવી રહી છે રાજકોટ ખાતે આવેલી ટુરીઝમ લીડર કલબ ટીએલસી દ્વારા સેવ ટુરીઝમ સપોર્ટ ટુરીઝમ હેલ્પ ટુરીઝમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ટુરીઝમ લીડર ક્લબના પ્રમુખ અમેશભાઈ દફ્તરી દ્વારા સાયકલ પર બધા એજન્ટો સાથે નીકળી અને સરકારને સેવ ટુરિઝમ , હેલ્પ ટુરિઝમની માંગ કરી રહ્યા છે લોકડાઉન સમયથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રી તેની નુકશાની ભોગવી રહી છે તેની અવારનવાર રજૂઆતો સરકાર સમક્ષ ટીએલસી ગ્રુપ દ્વારા મૂકવામાં આવતી હોય છે ટીએલસી ગ્રૂપ હેલ્પ ટુરીઝમ અભિયાન શરૂ કર્યું છે જેમાં તેઓ સાઈકલિંગ કરી અને સરકારને પોતાની માંગ ની રજૂઆત કરી રહ્યા છે તેમજ વધુ હાલત બગડે ટુરિઝમ ક્ષેત્રની તે પહેલા સરકાર તેઓની મદદ આવે તેની અપેક્ષા ટુરીઝમ ક્ષેત્રના દરેક એજન્ટો અને તેમના પરિવારને કરી રહ્યા છે હાલ એજન્ટો દ્વારા સેવ ટુરીઝમ અભિયાન શરૂ કરાયું છે.
લોકડાઉન સમયથી અમારી ટુરીઝમ ક્ષેત્રની હાલત ખૂબ જ કફોડી થઇ છે ટુર અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા વેપારીઓને અત્યારે દશા અને દિશા બંને બગડી રહી છે ટુરીઝમ ક્ષેત્રે સરકારે હવે ધ્યાન દેવું ખૂબ જ જરૂરી બન્યું છે કારણ કે આમારા ટૂર એન્ડ ટ્રાવેલ્સ ના પરિવારોનું ગુજરાન ચલાવવું એ મુશ્કિલ થઈ રહ્યું છે બીજી તરફ આવક સાવ બંધ થઇ ચૂકી છે ટુરિઝમ ક્ષેત્રે હાલ કોઈ પણ જાતની હિલચાલ જોવા મળતી નથી ખાસ કોરોના મહામારી બાદ ટુરીઝમ ક્ષેત્ર પર ખૂબ જ માઠી અસર જોવા મળી રહી છે ત્યારે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ ટુરિઝમ ક્ષેત્રે ને હવે બચાવી લે દિવસેને દિવસે ટુરિઝમ ક્ષેત્રે અને ખૂબ જ નુકસાની થઈ રહી છે રાજ્યમાં હાલ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ના એજન્ટો આ ક્ષેત્રમાંથી નારાજ થઈ અને છોડી અન્ય ધંધા-વેપાર બાજુ વળી રહ્યા છે ત્યારે જે નાના એજન્ટો છે તેમનું જીવન નિર્વાહ હાલ આ ક્ષેત્રને લઈ પસાર કરવું અશક્ય છે તેમજ અમારા પરિવારનું ભરણપોષણ કરવું પણ શક્ય નથી ટીએલસી ગ્રુપ દ્વારા ઘણા સમયથી સેવ ટુરીઝમ સપોર્ટ ટુરીઝમ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે ત્યારે હાલ અમે હેલ્પ ટુરીઝમ અભિયાન શરૂ કર્યું છે જેમાં અમે સાઈકલ પર દરેક એજન્ટો સરકારને અમારી માંગ ની જૂઆત કરી રહ્યા છી તેમજ અમારી હાલત દિવસેને દિવસે કફોડી થતી જઈ રહી છે તેને જોઈ હવે સરકાર અમારા ટુરીઝમ ક્ષેત્રને આગળ લઈ આવવાના પ્રયાસો કરે તેમ જ અમને મદદ કરે તેવી અમારી સરકાર પાસે અપેક્ષાઓ છે.