- ખોડીયાર રામામંડળ દ્વારા 58 સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન
- 58 નવદંપતીઓના લગ્ન એક જ મંડપ નીચે થયા હતા સંપન્ન
- 5,000થી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લીધો લાભ
સાવરકુંડલાના ખોડીયાર રામામંડળ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે 58 નવદંપતીઓના લગ્ન એક જ મંડપ નીચે સંપન્ન થયા હતા. જે એકતા અને સંવાદિતાનું પ્રતીક હતું. તેમજ મસા પીર નાના ઝીંઝુડાએ આ મહોત્સવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમને ભોજન પ્રસાદનો સમગ્ર ખર્ચ ઉઠાવ્યો હતો. આ દરમિયાન મહોત્સવમાં 15,000થી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ઉપરાંત આ મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. તેમજ નવદંપતીઓએ આનંદ અને ઉત્સાહ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
સાવરકુંડલા, શ્રી ખોડીયાર રામામંડળ દ્વારા આયોજિત 58 સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી 58 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્ન મહોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે 58 નવદંપતીઓના લગ્ન એક જ મંડપ નીચે સંપન્ન થયા હતા. આ એકતા અને સંવાદિતાનું પ્રતીક હતું. તેમજ મસા પીર મોમાઈ માતાજી મઢ નાના ઝીંઝુડાએ આ મહોત્સવમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના દ્વારા સમગ્ર ભોજન પ્રસાદનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો, જેણે આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો. આ મહોત્સવમાં 15,000થી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો, જે આ કાર્યક્રમની લોકપ્રિયતા અને સફળતાનો પુરાવો લોકો માની રહ્યા છે. સંતો, મહંતો, રાજકીય આગેવાનો અને મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી, જે તેમના નવા જીવનની શરૂઆત માટે પ્રેરણાદાયી હતી.
આ મહોત્સવમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી જેમાં ગોપી મહિલા મંડળ, ચામુંડા મંડળ બાઢડા, બાપા સીતારામ મંડળ, ખોડીયાર મંડળ, બાપા સીતારામ સેવા મંડળ હાથસણી, બાપા સીતારામ મઢુલી યુવા ગ્રુપ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ ના સ્વયંસેવકો દ્વારા આ મહોત્સવમાં સેવા પૂરી પાડી હતી, જેણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ મહોત્સવ મસા પીર નાના ઝીંઝુડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સાથે પ્રથમ સમુહ લગ્નોત્સવ મહોત્સવનું આયોજન સફળ રહ્યું હતું અને નવદંપતીઓએ આનંદ અને ઉત્સાહ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.