સાવરકુંડલા સમાચાર
સમગ્ર વિશ્વમાં દિવાળી પર્વને લોકો ફટાકડા ફોડી ઉજવતા હોઈ છે પરંતુ સૌરાષ્ટ્રના એક ગામમાં અનોખી રીતે દિવાળીની ઉજવણી થઈ રહી છે. પ્રાચીન કાળથી લઈ આજ દિન સુધી અહીંના લોકો દિવાળીની રાત્રે ઇંગોરિયા નામના ફટાકડાથી યુદ્ધ રમતા આવે છે. અમરેલી જિલ્લાનું સાવરકુંડલા ગામ એ સમગ્ર વિશ્વમાં અનોખું ગામ છે . અહીથી વહેતી નાવલી નદી અન્ય બધી નદીઓ કરતા ઊંધી રીતે ચાલે છે .
જેથી અહીંના લોકો પણ કંઇક આવીજ રીતે અનોખા પ્રયોગો સાથે અને પ્રાચીન પરંપરા મુજબ દરેક તહેવારો ઉજવતા આવે છે . ખાસ કરીને વર્ષો વર્ષ સાવરકુંડલાના લોકો મોટી સંખ્યામાં સાવર અને કુંડલાની વચ્ચે ઇંગોરિયની લડાઈ કરે છે જેમા એક બીજા પર ઇંગોરિય ફેંકી અનોખી રમત રમે છે જેનો સાવરકુંડલાની જનતા એક અનોખો આંદન માણે છે. આ રમતને નિહાળવા આજુ બાજુના ગામો તો ખરા પરંતુ દૂર દૂર થી લોકો સાવરકુંડલા આવતા હોય છે.