સાવરકુંડલા સમાચાર
અમરેલી જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે આવેલો વિદેશી દારૂનો મસમોટા જથ્થો સાવરકુંડલા રુલર પોલીસે ઝડપી પાડ્યો હતો. વિદ્યાર્થીઓના પ્લાસ્ટિકના વોટર બેગ બોટલની આડમાં વિદેશી દારૂ બુટલેગર સુધી પહોંચે તે પહેલાં પોલીસે બુટલેગરનો નવતર કીમિયો નાકામ કર્યો અને 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
31 ડિસેમ્બર નાતાલની ઉજવણી માટે વીદેશી દારૂનો આઈસર ટ્રક બુટલેગર સુધી પહોંચે તે પહેલા પોલીસ મથકમાં પહોચી ગયેલો છે. આ વખતે વિદેશી દારૂ માટે બુટલેગર દ્વારા નવતર કીમિયો અજમાવ્યો હતો. જેમાં વિધાર્થીઓની વોટર બેગ પાણીની બોટલ આઇસાર ટ્રકમાં ઉપર રાખીને નીચે વિદેશી દારૂનો 259 પેટી એટલે કે 6960 બોટલ અલગ અલગ બ્રાન્ડ અને બિયર સાથે સાવરકુંડલા રૂલર પોલીસ રાત્રિના વાહન ચેકીંગ દરમ્યાન પૂર્વ બાતમીને આધારે સાવરકુંડલાના જેસર રોડ પરનો ચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવીને પોલીસને ચકમો આપીને નાસી છૂટતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વાહનને પકડવાની કોશિશ કરેલી પણ ટ્રક ડ્રાઈવર અંધારાનો લાભ લઈને દારૂ ભરેલી આઈસાર ટ્રક મૂકીને નાસી છૂટયો હતો .
પોલીસે 8 લાખ 50 હજારનો વિદેશી દારૂ બિયર અને આઇસર ટ્રક સાથે 23 લાખ 83 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો . જે અંગે ડી વાય એસ પી હરેશ વોરાએ વિગતો આપી હતી. બુટલેગરનો વિદ્યાર્થિની પાણીની વોટર બેગ નવતર પ્રયોગ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.
સાવરકુંડલાના જેસર રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડયો છે . આઇસર ટ્રક માંથી ડીઝલના બીલો, ગાડી વેચાણ કર્યાનું લખાણ મળી આવ્યું હતું . 4 ટીમો બનાવીને અગાઉ ચોપડે નોંધાઈ ચૂકેલા બુટલેગરને પકડવાની ગતિવિધિ અમરેલી એલ.સી.બી.સહિતના પોલીસે તેજ કરી છે .