જગવિખ્યાત પ્રસિદ્ધ રામાયણ પૂજ્ય મોરારી બાપુના દ્વારકા માં માફી માગવા ગયા ત્યારે પબુભા માણેક દ્વારકા જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો તે ઘટના નિંદનીય છે અને ધર્મ જગત માટે ખૂબ જ ખરાબ ગણાય પરિણામે આ ઘટનાના ઘેરા પડઘા પડયા છે.
ત્યારે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ ખાતે આ ઘટનાના વિરોધમાં પૂજ્ય ભક્તિ બાપુ અને બહેનોએ ધૂન બોલાવી એક અનોખો વિરોધ કર્યો હતો અને આજે બપોરના 02:00 વાગ્યે સાવરકુંડલા સાધુ સમાજ દ્વારા નાયબ કલેકટર ગોહિલ સાહેબ ને એક આવેદનપત્ર પાઠવી
પબુભા માણેક સામે પગલા લેવાની માંગ પણ કરી છે તેમજ આ ઘટનામાં જો કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ સાધુ સમાજ ધર્મકાર્યથી અળગા રહેવાની પણ તેમાં ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે. આ આવેદનપત્ર સાધુ સમાજ પ્રમુખ નાગરભાઈ ગોંડલીયા માનવ મંદિર ના પૂજ્ય ભક્તિ બાપુ સાવરકુંડલાના 1008 પૂજ્ય ગોવિંદા બાપુ વિજપડી થી અનુ બાપુ તેમજ કથાકાર ત્રિકમ દાસ હરિયાણી તેમજ કેશુ રામભાઈ ગોંડલીયા સહિતના તમામ સાધુ સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું.