Savarkundla : ખડસલી ગામે ભાજપના મહામંત્રી અને સરપંચ પર લુખ્ખા તત્વોનો જીવલેણ હુમલો થયો હોવાનું અનુમાન લગાવ્યું હતું. હુમલો થયો હોવાનું જાણતા જ ભાજપના કાર્યકર્તાઓ  અને અમરેલી ભાજપના કાર્યકર્તાઓ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી પહોંચ્યા હતા. આ ધટનાની હકીકત હવે તેઓ ભાનમાં આવે ત્યારે જ બતાવી શકશે. તેમજ ચેતન માલાણી ભાનમાં આવે ત્યારે પોલીસ તપાસ થયા બાદ જ સત્ય હકીકત બહાર આવશે.

મળતી માહિતી મુજબ સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ભાજપના મહામંત્રી અને સરપંચ પર લુખ્ખા તત્વોનો જીવલેણ હુમલો થયો હતો. તેમજ પૂર્વ સાંસદના નિવેદન પ્રમાણે સંપ બનાવવાની ફાળવણી બાબતે હુમલો થયો હોવાનું અનુમાન લગાવ્યું હતું. હાલ તાલુકા ભાજપના મહામંત્રી અને સરપંચ ચેતન માલાણીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ દરમિયાન ચેતન માલાણીની કપડા કાઢી જીવલેણ હુમલો હોવાનું કહેતા પૂર્વ સાંસદ નારણ કાછડીયા ભાજપના કાર્યકર્તાઓ અને અમરેલી ભાજપના કાર્યકર્તાઓ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી પહોંચ્યા હતા. ત્યારે હાલ ચેતન માલાણીને ગંભીર ઈજાઓ હોવાના કારણે બેભાન અવસ્થામાં હોવાથી તેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ ધટનાની સાચી હકીકત હવે તેઓ ભાનમાં આવે ત્યારે જ બતાવી શકશે. તેમજ ચેતન માલાણી ભાનમાં આવે ત્યારે પોલીસ તપાસ થયા બાદ જ સત્ય હકીકત બહાર આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.