- ખાનગી શાળાના શિક્ષકે 12 વર્ષીય વિદ્યાર્થી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
- પોલીસે ત્વરિત આરોપી વિશાલ સાવલીયાની કરી ધરપકડ
- ગુન્હાહિત કૃત્યને અંજામ આપનાર નરાધમ શિક્ષકને પોલીસે ઝડપ્યો
સાવરકુંડલાના વંડા ગામની સ્વામી નારાયણ સંપ્રદાય સંચાલિત ચાલતી સર્વમંગલમ જી.એમ.બીલખિયા સ્વામીનારાયણ સંપ્રદાય સંચાલિત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકે 12 વર્ષની વિદ્યાર્થી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો શ્રમશાર કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, રાત્રિના હોમવર્ક કરતા વિદ્યાર્થીને ચાર્જર લેવાના બહાને રૂમમાં મોકલી વિશાલ સાવલીયા નામના શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યારે આ દરમિયાન પોલીસ દ્વારા ગુન્હાહિત કૃત્યને અંજામ આપનારા નરાધમ શિક્ષકને રાજકોટથી ઝડપી પાડ્યો હતો. અને આગળ પોલિસ તપાસ ચાલી રહી છે.
સાવરકુંડલાના વંડા ગામે આવેલી શાળાની હોસ્ટેલમાં 12 વર્ષના ધોરણ આઠના વિદ્યાર્થી સાથે વોર્ડન કમ શિક્ષકના રૂમમાં દુષ્કર્મની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીને પોતાના રૂમમાં ચાર્જર લેવા મોકલી પાછળથી રૂમનો દરવાજો બંધ કરી કુકર્મ આચર્યુ હતું. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ અગાઉ પણ વિદ્યાર્થી સાથે પાંચેક વખત આ પ્રકારનું કૃત્ય કર્યું હતું.
હોસ્ટેલમાં 17 વિદ્યાર્થીઓ રહેતા હતા તે જુદા જુદા ગામના હતા. આ સ્કૂલમાં આવેલ હોસ્ટેલની સામે જ આરોપી લંપટ શિક્ષકનો રહેવાનો રૂમ હતો જે રૂમ પોલીસે હાલ સીલ કરેલ છે. આ રૂમમાં સવારનો વાર ભોગ બનનાર વિદ્યાર્થીને બોલાવતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો અને કોઈને નહીં કહેવા માટેની ધમકી આપતો હોવાની પોલીસ પ્રાથમિક તપાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે.
વંડા વિસ્તારમાં આવેલ ખાનગી શાળામાં હોસ્ટેલ પણ આવેલ છે. વોર્ડન કમ શિક્ષક વિશાલ સાવલિયા ગૃહપતિ તરીકે કામ કરતો રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો. હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી કૃત્ય આચરતો હતો આ ઘટના તા.૫ .૨.૨૫ ના બની હતી ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દ ુખાવો પણ થયો હતો.પરિવાર નાસ્તો દેવા હોસ્ટેલ આવતા વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર ઘરે લઈ જતા હતા આ સમયે વિદ્યાર્થીએ પરિવારને વાત કરી મારા સાહેબને કયોને મારી સાથે આવું કરી રહ્યા છે ત્યારે ઘટના પ્રકાશમાં આવી હતી અને મામલો વંડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.
આ ઘટનાની તપાસ ચલાવી રહેલા ડીવાયએસપી નયના ગોરડીયાએ જણાવ્યું કે આ કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળભુત રીતે વોર્ડન છે અને શિક્ષકની કામગીરી પણ ઇન્ચાર્જમાં કરતો હતો. અહીં શાળાને હોસ્ટેલ બધું એક સાથે જ એક જ કેમ્પસમાં આવેલું છે. આ ઘટના આરોપી જ્યાં રહેતો હતો તે રૂમમાં બની હતી.