સાવરકુંડલા નગરપાલિકામાં સફાઈ કામદારોની સંખ્યા ઘણી બધી છે પરંતુ સફાઈના નામે મીંડું છે પંદર દિવસે એક વાર એક વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવે છે પણ સફાઈ ક્યાં એ એક સવાલ ઊભો થાય છે. સાવરકુંડલા શહેરના કોઈપણ વિસ્તારોમાં જુઓ તો ઠેર-ઠેર ગંદકી અને કચરાનાનું સામ્રાજ્ય છે સરકાર સ્વચ્છતાના દાવા કરે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે.
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો ઉપર સુપરવિઝન થતું નથી અને સફાઈ કામદારો પોત પોતાની રીતે સફાઈ કરી અને જતા રહે છે. સફાઈ માત્ર સોસાયટીના આર.સી.સી રોડ ઉપર કેવા ખાતર સફાઈ કરી ને જતા રહે છે. આ વિસ્તારના રહીશોને સફાઇ માટેની ફરિયાદ સાંભળવા માટે સુપરવાઇઝર હોતા નથી અને સફાઇ કામદારોને કહો તો ધ્યાન દેતા નથી પ્રજા જાઈ તો ક્યાં જાઈ નગરપાલિકા માત્ર સફાઈના નામે વેરો ઉઘરાવવાના માં મશગુલ રહે છે.
તમામ વોર્ડના સદસ્યોએ પોતાના વિસ્તારમાં સફાઇ થતી હોય ત્યારે તમામ વિસ્તારમાં પોતે પણ સુપરવિઝન કરવું જરૂરી છે. ચૂંટાયેલા સદસ્યો કેટલા જાગૃત છે તે પણ લોકોને ખબર પડે સાથે સફાઈ કામદારો દ્વારા કેવી સફાઈ કરવામાં આવે છે તેની વાસ્તવિકતા સામે આવે સોસાયટીમા એક દિવસે ઘર ઘર થી કચરો ઉપાડવા નો હોઈ છે તેમજ બીજા દિવસે સોસાયટીમાં થયેલા કચરાના ઢગલા ઉપાડવાના થતાં હોઈ છે પરંતુ એક દિવસે ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવે છે જેથી કરીને સોસાયટીના જાહેર રસ્તાઓ ઉપર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્વચ્છતાનું સૂત્ર વાસ્તવિકતામાં સાબિત થાય તેવું લોકો જોવા માટે માંગ કરી રહ્યા છે.