- માર્કેટિંગ યાર્ડ માં 108 નું અને માર્ગ સલામતી માટેનું કરાયું ડેમોસ્ટ્રેશન
- અમરેલી 108ની ટીમ, RTO ઓફીસર અને ટ્રાફિક પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી
- 108 સેવાના લાભ અંગે લોકોને માહિતગાર કરાયા
- RTO ઓફીસર શાહ, ટ્રાફિક પોલીસ ઓફિસર ગોહિલ તથા ટીમ દ્વારા કરાઈ
- કામગીરીલાભાર્થીઓએ તેમના અનુભવ અંગે આપી માહિતી
અમરેલી 108 ની ટીમ દ્વારા તેમજ RTO ઓફીસર અને ટ્રાફિક પોલીસ ની સાથે મળી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ માં 108 નું અને માર્ગ સલામતી માટે નું ડેમોસ્ટ્રેશન કરાયું હતું તેમજ 108 સેવાના લાભ લેવા અને લાભ અપાવવા વિશે માહિતગાર કરાયા હતા.
“માર્ગ સુરક્ષા અભિયાન – પરવાહ”
અમરેલી જિલ્લા RTO અને 108 ટીમ અમરેલી ના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસ – 2025 અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 108 ઇમરજન્સી સેવા તથા અમરેલી આરટીઓ ઓફીસર શાહ સાહેબ, ટ્રાફિક પોલીસ ઓફિસર ગોહિલ સાહેબ તથા તેમની ટીમ સાથે મળી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ માં ડેમોસ્ટ્રેશન નું આયોજન કરવામાં આવ્યું તથા જેમાં ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓ ને 108 ની માહિતી આપી તેની ઉપયોગિતા વિશે માહિતી આપી* તેમજ ત્યાં ઊપસ્થિત લોકો વચ્ચે થી એક લાભાર્થીએ ઇમરજન્સી માં 108 સેવા ની ઉપયોગિતા નો પોતાનો 108 સેવા વિશે નો ખુબ સારો એવો અનુભવ વ્યક્ત કર્યો હતો.
ખાસ કરીને આ કાર્યક્રમ અંતર્ગત લોકો માં વધુ ને વધુ માર્ગ સલામતી માટે જન જાગૃતિ લાવવા ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા સૂચનો કરાયા હતા તેમજ કોઈ પણ કટોકટી ની પળો માં 108 નંબર પર કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી કોઈ પણ વ્યક્તિ ને કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાય તેવામાં 108 ઇમરજન્સી સેવાનો લાભ લેવા તથા આસપાસ કોઈ દુર્ઘટના સર્જાય તો 108 નંબર પર કોલ કરી બીજાને પણ મદદ કરવા માટે અનુરોધ કર્યો હતો.
અહેવાલ: અરમાન ધાનાણી