- ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન(AIKKMS)ની મીટીંગ યોજાઈ
- દિલ્લી કિસાન આંદોલનના હરિયાણા પંજાબના નેતાઓએ જાબાળ ખાતે સભાનું કર્યું આયોજન
- અદાણી, અંબાણીની કંપનીનો વિરોધ કરી ખેડૂતો સાથે સંવાદ યોજી આંદોલનમા જોડાવવા કરી અપીલ
- ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન(AIKKMS)ની મીટીંગ યોજાઈ
- 7 જેટલા ગામોને ઈકો ઝોનમાં ન સમાવવા સરકાર પાસે માંગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં દિલ્લી કિસાન આંદોલન ના કેન્દ્ર ના પ્રમુખ હરીયાણા પંજાબના નેતાઓએ સાવરકુંડલાના જાબાળ ખાતે સભા યોજી અદાણી અને અંબાણી ની કંપનીઓ નો વિરોધ કર્યો સાથે ખેડૂતો સાથે સવાંદ યોજી આંદોલન મા જોડાવવા અપીલ પણ કરી.
સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામ ખાતે ઓલ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન(AIKKMS)ની મીટીંગ યોજાઈ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોના 7 જેટલા ગામોને ઈકો ઝોન મા ન સમાવેશ કરવા સરકાર પાસે માંગ કરી હતી સાથે આંદોલનની ચીમકી આપી હતી
સ્માર્ટ મીટર અને મગફળીના દલાલો હટાવવા જેવા અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરાઈ.
જાબાળ ખાતે કનુભાઈ ખડદીયા આગેવાની હેઠળ સત્યવાનજી યાદવ (પ્રમુખ ઇન્ડિયા કિસાન ખેત મજદૂર સંગઠન ભારત દેશ) ઉપસ્થિતિમાં ખેડૂતો અને મજદૂરો ને લગતા પ્રશ્નને લઈને મીટીંગ યોજાયેલ હતી.
સદર મિટિંગમાં આગેવાનો દ્વારા જણાવેલ કે, ખેડુતોને પોતાના તૈયાર થયેલ પાકના લઘુતમ ટેકાના ભાવ આપવા. સરકાર દ્વારા ખેડુતોને ખેતી માટે જરૂરી વીજળી સસ્તા દરે આપવામાં આવે. ખેતીવાડીના ઉપયોગ માટે નવા કનેકશનમાં ભાવમાં ફેરફાર હોય જેથી તેને રદ કરીને ખેડુતોને અપાતી વીજળી જુના ભાવે આપવામાં આવે, ખેડુતોને ખેત ઉત્પાદન સારૂ મેળવવા માટે સર્ટિફાઇડ ખાતર બિયારણ અને જંતુનાશક દવાઓનો જરૂરીયાત હોય જેને સસ્તા દરે આપવામાં આવે, તેમજ અમરેલી જિલ્લામાં ઇકોઝોન લગવામાં ના આવે. કિસાન આંદોલન દરમિયાન કિસાન ઉપર થયેલા ખોટા કેસ પરત ખેંચવા વિગેરે ખેડૂતો અને મજદૂરો ને લગતા પ્રશ્ન બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી. વધુમાં જણાવ્યું હતુ કે, આગામી તા.૨૫/૦૨/૨૦૨૫ ના રોજ ખેડુતો દ્વારા દેશ વ્યાપી ધરણા કાર્યક્રમ યોજાનાર હોય જેમાં વધારેમાં વધારે ખેડુતો જોડાય તેવું જણાવેલ હતું.
ઉપસ્થિત આગેવાનો
(1) મહેશભાઈ ચોડવડિયા (ખેડુત અગ્રણી આંબરડી ગામ)
(2) જાદવભાઈ શિરોયા (ખેડુત અગ્રણી જાબાળ ગામ)
(3) દિનેશભાઈ શિરોયા (ખેડુત અગ્રણી જાબાળ ગામ)
(4) રજનીભાઇ દોંગા (ખેડુત અગ્રણી જાબાળ ગામ)
(5) ઘનશ્યામભાઈ શિરોયા (ખેડુત અગ્રણી જાબાળ ગામ)
(6) મનસુખભાઈ મોલાડિયા (સરપંચ મીત્યાળા ગામ)
(7) ભરતભાઈ ધડુક (સરપંચ ધજડી ગામ) સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારએ જોડાઈ આ કાર્યક્રમને માણ્યો હતો સાથે સ્થાનીક આગેવાન મહેશ ચોવડિયા એ જાહેર સભામાં પોલીસ સામે પણ આક્ષેપો કર્યહતા અને લોકશાહીને તાનાશાહી ગણાવી હતી આ કાર્યક્રમથી સમગ્ર જિલ્લામાં એક પડકાર જોવા મળી રહ્યો છે.
અહેવાલ : અરમાન ધાનાણી