સાવરકુંડલા સમાચાર
સાવરકુંડલાથી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર ભક્તિ બાપુની નિશ્રામાં છેલ્લા ૧૨ વર્ષથી રખડતા ભટકતા નિરાધાર મનોરોગી મહિલાઓને વિનામૂલ્ય સારવાર આપી સમાજમાં પુનઃસ્થાપિત કરવાની સેવા કરવામાં આવી રહી છે.જે સેવાની સુવાસ આજે ચારે કોર ફેલાય છે ત્યારે અમરેલી કલેક્ટર અજય દહીયા અને સાવરકુંડલા મામલતદાર ગોહિલ માનવ મંદિરની મુલાકાત તે આવ્યા હતા .
ભક્તિ બાપુ સાથે આશ્રમમાં કરવામાં આવતી સેવાની પ્રાથમિક જાણકારી મેળવી હતી તેમજ માનવમંદિર પરિસરની મુલાકાત લીધી હતી માનવ મંદિરની બહેનો સાથે વાતચીત કરી હતી માનવ મંદિરની બહેનોએ ગીતાજીના શ્લોક અને પોતાનો અનુભવ કલેક્ટર દહીયા સમક્ષ વર્ણવ્યો હતો.
માનવ મંદિરની બહેનોને એક રૂમમાં એક રાખવામાં આવે છે .તે હોસ્ટેલની પણ મુલાકાત લીધી હતી બપોરનો સમય હોવાથી ભોજન શાળાની મુલાકાત લીધી હતી . ભારતના સમગ્ર રાજ્યોમાંથી જુદી જુદી ભાષામાં અને જુદી જુદી જ્ઞાતિની બહેનો ભોજન કરી રહી હતી. તેને કલેક્ટર દહીયા અને મામલતદાર ગોહિલે લાડુનું ભોજન પીરસી કલેકટર કે મામલતદાર ભૂલી એક આમ નાગરિક તરીકે ભોજન પીરસ્યું હતું.
માનવ મંદિર એ સર્વ ધર્મ અને રાષ્ટ્રભાવનાને વડેલું છે તેની પ્રતીતિ બંને અધિકારીઓને અસર કરી ગઈ હતી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને આવી અદભુત સેવા કરવા બદલ ભક્તિ બાપુને વંદન સાથે અભિનંદન આપ્યા હતા ત્યારે ભક્તિ બાપુ એ પણ બંને અધિકારીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું . અત્રે એ નોંધવું જરૂરી છે કે થોડા દિવસો પહેલા એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભક્તિ બાપુની સેવા ને બિરદાવી રાજકોટ ખાતે તેમનું સન્માન કર્યું હતું ને એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.
અરમાન ધાનાણી