અમરેલી જીલ્લાના સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનની લોકઅપમાં અપહરણના ગુનામાં ઝડપાયેલા એક આરોપીએ ચાદર વડે બાથરૂમમાં ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે. ઘટનાના પગલે અમરેલી એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને અને મામલે તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ અમરેલીના સાવરકુંડલાના પિયાવા ગામની એક યુવતીનું બે દિવસ પહેલા ચાર શક્સો દ્વારા લગ્ન માટે ધાક ધમકી આપી અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સદામ જુસબ અગવાન, જસુભાઈ કશુભાઈ ખુમાણ, પ્રવીણભાઈ ઉર્ફે મુ્નો મગનભાઈ રંગાણી અને નરેશનભાઈ ભીમભાઈ ખાડકને ઝડપી પાડ્યા હતા.
આ ચારેય આરોપીઓ વંડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે સદામ જુસબ આગવન નામના આરોપીએ પાથરવાની ચાદરને દાંતથી કાપી દોરી બનાવી હતી તેની મદદથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને લઈ અમરેલી એસપી હિમકર સિંહ,ડી.વાય.એસ.પી.વોરા સહિત પોલીસ કાફલો પ્રાંત અધિકારી સહિત દોડ્યા હતા અને મૃતદેહને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ મામલે એસપી હિમકરસિંહે કહ્યું હતું કે, અપહરણના ગુનામાં ઝડપાયેલા ચારેય આરોપીઓ લોકઅપમાં હતા ત્યારે એક આરોપીએ દાંતથી ચાદરને કાપી હતી અને તેની મદદથી ગળેફાંસો ખાઈ લીધો હતો.હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી વધુ કાર્યવાહી હાથધરી હતી.
ચારેય આરોપીઓ દ્વારા અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલાના પિયાવા ગામની યુવતી નું 2 દિવસ પહેલા લગ્ન કરવા માટે ધાક ધમકી આપી અપહરણ કર્યાની વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ગઈ કાલે 4 શખ્સની વંડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.જેમાં પિયાવા ગામની શીતલ નામની યુવતીને સદામ જુસબભાઈ અગવાન,જશુભાઈ કસુભાઈ ખુમાણ,પ્રવીણભાઈ ઉર્ફે મુનો મગનભાઈ રંગાણી, નરેશભાઈ ભીમભાઈ ખાડક,તમામ રહેવાસી ધાર ગામના યુવતીને સદામ આગવાન આરોપી બળજબરી પૂર્વક લગ્ન કરી લેવા ધાક ધમકી આપતો હતો યુવતી લગ્નન કરવાની ના પાડતા હોવા છતાં આરોપી ફોરવિલ કાર લક આવી બળજબરી કરી ગાળો આપી યુવતીને કારમાં બેસાડી લઈ અપહરણ કરી લઈ જતા વંડા પોલીસ સ્ટેશનમાં 4 શખ્સ સામે ફરિયાદ નોંધાય હતી ફરિયાદ બાદ ચારેય આરોપીને ગણતરીની કલાકોમા ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે તેમાં નાયક આરોપીઓએ આજે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે