પ્રેમ પ્રકરણના કારણે ઝેરી દવા ગટગટાવ્યાની શંકા સાથે પોલીસ તપાસ

અમરેલીના સાવર કુંડલા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમ પ્રકરણના કારણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસમાં નોંધાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. મહિલા કોન્સ્ટેબલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલા પોલીસ લાઇનમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ ચંદ્રીકાબેન દેવજીભાઇ પરમાર નામની ૨૭ વર્ષની યુવતીએ ગઇકાલે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

સાવરકુંડલા પોલીસ મથકના પી.એસ.આઇ. પી.વી.ખીમસુરીયાને જાણ થતા તેઓ તપાસ અર્થે અમરેલી હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ચંદ્રીકાબેન પરમારે પ્રેમ પ્રકરણના કારણે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.