અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષપ્રેરણનો એક ગુનો નોંધાયો હતો આ કેસના આરોપીની અટકાયત નહીં કરવા તેમજ પરેશાન નહીં કરવા માટે મહિલા પોલીસ સબઇન્સપેક્ટર ચેતના કણસાગરાએ રૂપિયા 75 હજાર રૂપિયા લાંચ પેટે લઈ લીધા હતા, પરંતુ 75 હજાર લીધા બાદ પણ PSI કણસાગરાની માંગણીઓ વધી હતી અને તેમણે મીતાશી કંપનીનું એરકંડીશનની માગણી કરી હતી. આમ આ કેસના આરોપી PSIની માગણીઓને કારણે કંટાળી તેમણે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.
ACB અધિકારીઓ આ અંગે છટકાનું આયોજન કરતા આ કેસના આ ફરિયાદીએ દુકાનમાંથી 27 હજાર ચુકવી એરકંડીશન ખરીદ્યુ હતું. AC ખરીદ્યા પછી બીલ સાથે ફરિયાદ પંચની સાથે મહિલા PSIના સાવરકુંડલા પોલીસ લાઈનમાં AC આપવા પહોંચ્યા, ત્યારે PSIએ AC સ્વીકારતા ACBના અધિકારીઓએ મહિલા PSIને ઝડપી લીધા હતા. લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ 1988 પ્રમાણે સરકારી કર્મચારી પોતાના પગાર ઉપરાંત કોઈની પાસેથી રોકડ અથવા તેના બદલામાં કોઈ વસ્તુની માગણી કરે તો તે પણ લાંચ ગણવામાં આવે છે.