વન વિભાગ દ્વારા યોજાયેલ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં સાસણગીર મુકામે સાવરકુંડલાની ખ્યાતનામ શાળા કે.કે. હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો પ્રાકૃતિક સૌદર્યથી ભરપૂર એવા ગીરનાં જંગલમાં વિદ્યાર્થીઓએ અનેકવિધ પર્યાવરણની પ્રવૃત્તિઓ કરી સફળ રીતે યાગેદાન આપેલ છે. શાળાના વરિષ્ઠ શિક્ષક પંકજભાઈ જે. વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને શિસ્તબધ્ધ રીતે તૈયાર કરી આ શિબિર સંપન્ન કરેલ છે.
નાયબ વન સંરક્ષકે વિદ્યાર્થીઓને પર્યાવરણ અને વન્ય પશુપક્ષીઓ વિષે માહિતગાર કરેલ. અમરેલી જીલ્લા આચાર્ય સંઘના ઉપપ્રમુખ અને આ શાળાના પ્રિન્સીપાલ કિશોરભાઈ જાનીએ આ શિબિરની ખાસ મુલાકાત લઈને જંગલ ખાતાના કર્મચારીઓને બિરદાવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ હતુ.