શો હોસ્ટીંગ કરશે ગુજરાતીના જાણીતા કલાકાર સિઘ્ધાર્થ રાંદેરિયા
૧૬ વર્ષ કે તેથી વધુ ઉમરના ભાગ લેનાર કોઇપણ જીતી શકશે રૂ. ૧૧,૧૧૧ થી સવા કરોડ
જ્ઞાનવર્ધક શો રાજકોટની તન્વી પ્રોડકશન્સ પ્રા. લિ. દ્વારા પ્રોડયુસ
‘સવાલો ના સવા કરોડ’ એ ગુજરાતનો સૌપ્રથમ અને સૌથી મોટો રીયાલીટી શો છે, કે જે તન્વી પ્રોડકશન્સ પ્રા.લી. દ્વારા પ્રોડયુસ કરવામાં આવી રહ્યો છે. ‘સવાલો ના સવા કરોડ’ શો જે સામાન્ય જ્ઞાન ના પ્રશ્ર્નો ઉપર આધારીત છે. ગુજરાતના લોકો માટે ગુજરાતી ભાષામાં આ સૌ પ્રથમ મોટો રીટાલીટી શો છે. જેના બધા સવાલો જવાબો પણ ગુજરાતી ભાષામાં રહેશે. ‘સવાલો ના સવા કરોડ’ શો ના હોસ્ટ ગુજરાતીના જાણીતા લોકલાડીલા કલાકાર શ્રી સિઘ્ધાર્થભાઇ રાંદેરીયા છે. આ શો VTV ગુજરાતી ઉપર સાંજે ૯.૩૦ થી ૧૦.૩૦ કલાકે પ્રસ્તુત કરવામાં આવશે. આ શો માં ભાગ લેવા માટેના નિયમો એક દમ સરળ છે. જે કોઇ ભારતના નાગરીક હોય અને સારી રીતે ગુજરાતી ભાષાના જાણકાર હોય અને તેમની ઉમર વર્ષ ૨૦૨૦ પુર્ણ થયે ૧૬ વર્ષ કે તેથી વધુ હોય તે લોકો આ શોમાં ભાગ લઇ શકે છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રજીસ્ટ્રેશન લાઇન ઓપન કરવામાં આવશે. જે તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ થી ૪ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે, શો માં ભાગ લેવા માટે તમારે www.ssc gujarat.com પર લોગઇન કરી અથવા ssc Gujarat એન્ડરોઇડ તથા ios એપ્રલીકેશન ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જયારે તમે વેબસાઇટ અથવા એપ્લીકેશન ઉપરથી રજીસ્ટ્રેશન કરાવો છો. ત્યારે તમને એક રજીસ્ટ્રેશન આઇડી તમારા રજીસ્ટર મોબાઇલ નંબર અથવા ઇમેઇલ દ્વારા મળશે. જે ભવિષ્યમાં આગળના રાઉન્ડમાં આગળ વધવા માટે ઉપયોગી બનશે. આ શોમાં મહીલા અને પુરૂષોને સમાન અને એક સરખું પ્રભુત્વ આપવામાં આવશે. રજીસ્ટ્રેશન પુર્ણ થઇ થઇ ગયા બાદ તેમના સાત દિવસની અંદર શોમાં અગળ વધવા માટેની પ્રકિય્રા તમારા રજીસ્ટ્રર મોબાઇલ નંબર તથા મેઇલ એડ્રેસ તેમજ એપ્લીકેશન ઉપર નોટીફીકેશન આપવામાં આવશે. આમ છતાં તેમની વધુ માહીતી માટે ૂૂૂ.તતભલીષફફિિ.ંભજ્ઞળની વેબસાઇટ ઉપર તેમની ટર્મસ એન્ડ ક્ધડીશન્સ વિગત વાર આપેલા છે.
આ શો ની અંદર પ્રતિસ્પર્ધીઓ એકબીજા સાથે સામાન્ય જ્ઞાનના ચાર સવાલ જવાબની પ્રશ્ર્નોતરી રમાડવામાં આવશે તેમાં ઓછા સમયમાં અને સૌથી વધુ સાચા પ્રશ્ર્નોના ઉતર આપવા વાળા વ્યકિત આગળ ના રાઉન્ડ સુધી પહોચશે. આ સામાન્ય જ્ઞાનના સવાલોના જવાબ આપી રૂ. ૧૧,૧૧૧ થી લઇને ૧,૨૫ કરોડ સુધીના રૂપિયા જીતવા માટેનો મોકો મળશે.
આ ઉપરાંત જે લોકો ઘરે રહીને સવાલો ના જવાબ આપશે તે લોકોને ‘ડેઇલી માલા માલ’ કોન્ટેસ્ટ હેઠળ દરરોજ પ૦ વ્યકિતને રૂ. ૫,૫૫૫ મળશે. આ શો રીલેટેડ કોઇપણ કોઇપણ પ્રકારની માહીતી મેળવવી હોય તો ટોલ ફી નંબર ૦૮૦૬ ૮૮૮ ૦૦૦૦ પર અથવા ભજ્ઞક્ષફિંભિંફિંક્ષદશાજ્ઞિમીભશિંજ્ઞક્ષત.ભજ્ઞળ પર કોન્ટેક કરવો.
આ તકે તન્વી પ્રોડકશન્સ પ્રા.લિ. ના વિમલ મુંગરાએ જણાવ્યું હતું કે, આ શોની અંદર એ-વન, એ-બી, એ.સી, ટુ-એ, ટુ-બી, થ્રી-એ, થ્રી-બી, કવાર્ટર ફાઇનલ સેમીફાઇનલ અને ફાઇનલ એમ કુદ દસ રાઉન્ડ રમાડવામાં આવશે. શો દરમ્યાન જે લોકો એ-વન રાઉન્ડ સુધી પહોચશે તેમને રૂ. ૧૧,૧૧૧ મળશે અને કવોલીફાઇડ થયેલા સ્પર્ધકો આગળના રાઉન્ડમાં જશે. આમ તમામ રાઉન્ડ અંતે ફાઇનલ રાઉન્ડમાં જીતનાર સ્પર્ધને સવા કરોડ આપી નવાજવામાં આવશે.
વધુમાં કહ્યું હતું કે આ શોના પ૦ થી વધુ એપીસોડ હશે અમે પ્રથમ વખત આ પ્રકારનો શો લઇને આવ્યા છીએ અને જો ગુજરાતના લોકો આ શો સફળ બનાવશે તો અમે દર વર્ષે સીઝન લાવીશું, શો ના દરેક એપીસોડમાં કોઇને કોઇ સેલિબ્રીટી આવી શો ને ચાર ચાંદ લગાડશે,
કોવિડ મહામારીમાં લોકડાઉનના સમયગાળા દરમ્યાન આ પ્રકારના એન્ટરટેઇનમેન્ટ પ્રોગામનો વિચાર આવ્યો જેથી અમે કંઇક અલગ જ શો કરવા જઇ રહ્યા છીએ.
આખું કુટુંબ સાથે બેસી જોઇ શકે એવો શો: સિઘ્ધાર્થ રાંદેરીયા
‘સવાલોના સવા કરોડ’ રીયાલીટી શો માટે આયોજીત પત્રકાર પરિષદમાં જાણીતા કલાકાર સિઘ્ધાંત રાંદેરીયાએ જણાવ્યું હતું કે, આ શો ખરેખર જ્ઞાનવર્ધક સાબિત થશે. આ શો જોવા કરતાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં પાર્ટીસીપેટ કરશે તો વધુ મજા આવશે. આ ગુજરાતીમાં પ્રથમ એવો રીયાલીટી શો હશે જે સમગ્ર કુટુંબ સાથે બેસી જોઇ શકશે. નાના થી મોટા તમામ પોતાના જનરલ નોલેજની કસોટી કરી શકશે. ટુંકમાં સમગ્ર કુટુંબને એકત્રીત કરે તેવી તાકાત આ શોમાં છે.