રાજકોટમાં જીટીયુનું સેન્ટર સ્થાપવાથી છાત્રોની સાથે અધ્યાપકોને પણ ફાયદો થશે: ફાર્મસી, એન્જિનિયરીંગ, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓના અચ્છે દિન: સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને અમદાવાદ જવુ નહીં પડે, ઘર આંગણે જ સરળ અને ગુણવતાયુકત શિક્ષણ મળશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના એન્જિનીયરીંગ, ફાર્મસી અને મેનેજમેન્ટ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આનંદના સમાચાર છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નજીકના દિવસોમાં જ રાજકોટમાં પોતાનું રીજયોનલ સેન્ટર સ્થાપવા જઈ રહ્યું છે. આ સેન્ટરથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું અને ગુણવતાયુકત ટેકનીકલ શિક્ષણ ઘર આંગણે જ પ્રાપ્ત થશે.
ટેકનિકલ શિક્ષણ આપતી રાજયની સર્વોચ્ચ યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં હાલ લાખો વિદ્યાર્થીઓ જુદા-જુદા કોર્ષમાં જોડાયેલા છે પરંતુ હાલ જીટીયુ અમદાવાદ ખાતે કાર્યરત હોય. રાજયભરના વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણનો અભ્યાસ કરવા અમદાવાદમાં જવુ પડતું હતું.
પરંતુ જીટીયુએ આવતા દિવસોમાં રાજયમાં ૪ રીજયોનલ સેન્ટર સ્થાપવાની સતાવાર જાહેરાત કરતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
જીટીયુએ રાજયભરના વિદ્યાર્થીઓને સરળતાથી ટેકનિકલ શિક્ષણનો લાભ મળી શકે તે માટે આવતા દિવસોમાં રાજકોટ ઉપરાંત વડોદરા, સુરત અને ગાંધીનગર ખાતે રીજયોનલ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે. શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો માને છે કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર ઉપરાંત શિક્ષણનું હબ હોવાના કારણે જીટીયુના રીજયોનલ સેન્ટરની રાજકોટમાં સ્થાપના કરવામાં આવશે તો સૌરાષ્ટ્રના લાખો વિદ્યાર્થીઓને ગુણવતાયુકત ટેકનિકલ શિક્ષણનો લાભ મળશે. સૌરાષ્ટ્રભરના હજારો વિદ્યાર્થીઓ રાજકોટમાં એન્જીનીયરીંગ, ફાર્મસી અને મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છે. જીટીયુને રીજયોનલ સેન્ટરની રાજકોટમાં શ‚આત થનાર હોય ટેકનીકલ શિક્ષણ સાથે જોડાયેલા અથવા જોડાનાર તમામ વિદ્યાર્થીઓ સીધા જ જીટીયુ સાથે સંલગ્ન થશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના જ ડો.નવીનચંદ્ર શેઠ જીટીયુના કુલપતિ બનતા તબકકાવાર વિદ્યાર્થીહિતમાં શૈક્ષણિક નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પણ જીટીયુના ટેકનીકલ શિક્ષણમાં સીધો જ લાભ મળે તે માટે આવતા દિવસોમાં રાજકોટમાં જીટીયુનુ રીજયોનલ સેન્ટર શ‚ કરાશે. આ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જગ્યા પર શાેધવાની કામગીરી શ‚ કરાય હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યાર્થીઓની ઈનોવેટિવ એકટીવિટીને પ્રોત્સાહન મળશે: ડો.સચિન પરિખ
રાજકોટના શિક્ષણ ક્ષેત્રે રહેલા પ્રોફેસરો સાથે ખાસ વાતચીતમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ વિભાગના ડીન ડો.સચીન પરીખે જણાવ્યું હતું કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી હાલ આખા દેશમાં ખુબ જ સારુ કામ કરી રહી છે. ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ગુજરાતની એન્જીનીયરીંગી, ડીપ્લોમાં એન્જી, ફાર્મસી, ડીપ્લોમાં ફાર્મસી, મેનેજમેન્ટ પીડીડીસી જેવા સંલગ્ન અભ્યાસ ક્રમો છે. કોલેજમાં સારુ એડમીનીસ્ટ્રેશન થઈ શકે. યુનિવર્સિટી સાથે સારા સંપર્કો થઈ શકે તે હેતુથી અને સૌથી અગત્યનું વિદ્યાર્થીમાં ઈનોવેશન એકટીવીટીને પ્રોત્સાહન મળે આ બધી બાબતને ધ્યાનમાં લઈ આપણા વાઈસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠ દ્વારા આપણા ૪ જુદા જુદા ઝોનમાં સેન્ટરો સ્થાપવાનો પ્રયાસ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એક તો પરિક્ષા ચાલતી હોય ત્યારે પરીક્ષા માટે છેક અમદાવાદથી બધી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જે સેન્ટ્રલાઈઝ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તો સેન્ટ્રલાઈઝની જગ્યાએ ડિસેન્ટ્રલાઈઝ ફોર્મમાં પરીક્ષા લેવાય જેને લીધે વિદ્યાર્થીઓને પેપર જલ્દી મળી જાય અને ડીસ્ટ્રીબ્યુશન પણ જલ્દી થાય આ ઉપરાંત રિઝલ્ટ પણ તાત્કાલિક આવી શકે આ બધી બાબતને ધ્યાનમાં લઈ ડિસેન્ટ્રલાઈઝ ઝોનલ સેન્ટરો સ્થાપવામાં આવશે. બીજી અગત્યની વાત એ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ ઈનોવેશનને મહત્વ આપી રહ્યા છે. હમણા જ તેમણે જુદા જુદા ૨૬ ખાતાઓ પાસેથી પ્રોફે.ના પ્રશ્ર્નો મંગાવ્યા હતા અને આ પ્રશ્ર્નોના ઉકેલ માટે ભારતની યુવા શકિત ખાસ તો ઈજનેરી છાત્રો શું કરી શકે તે માટેનો એક પ્રસ્તાવ પણ મુકેલો અને જુદા જુદા સેન્ટરોમાં હેકેથ લોન તેમજ ૩૬ કલાકની ઈવેન્ટ કોચીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દરેક સેન્ટરો પર પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સ કરી હતી. તેમાં રાજકોટની કોલેજનો પણ નંબર આવ્યો હતો. ઈનોવેશન એકટીવીટીને તેમજ સ્ટાટઅપ એકટીવીટીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સેન્ટરોની સ્થાપના કરવામાં આવશે અને આ સેન્ટર પર સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલીટી રાખવામાં આવશે. જેથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ અમદાવાદ જવુ નહી પડે અને રાજકોટમાં જ બધા પ્રયોગો થઈ શકશે અને તે માટે સાધનો અને રિર્સોસીસ પણ ઉપલબ્ધ થઈ શકશે. જે સેન્ટરો સ્થાપવામાં આવશે તેમાં રોબોટીકસ રિલેટેડ સાધનોનો મહતમ ઉપયોગ કરવામાં આવશે. આ બધા રોબોટીકસ સાધનોનો ઉપયોગ મીકેનીકલ એન્જી. તેમજ ઈલેકટ્રોનિક એન્જી માં થઈ શકશે. હાલમાં જીટીયુંનુ એક સિમેન્સ કંપની સાથે સેન્ટર ઓફ એકસેલન્સ કંપની સાથે કરાર છે. તદઉપરાંત બોસ કંપની સાથે પણ વાતચીત ચાલુ છે. જે સેન્ટર ઉભુ થશે તેનો રાજકોટ મીકેનીકલ રિલેટેડ ઈન્ડસ્ટ્રીઝને મહતમ લાભ મળશે. અંદાજે ૬ મહિનાની અંદર જીટીયુનુ રિજીયનિલ સેન્ટર ચાલુ થશે.
સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને અમદાવાદ નહીં જવુ પડે, ઘરઆંગણે મળશે ઉચ્ચશિક્ષણ: ડો.મેહુલ ‚રુપાણી
સૌરાષ્ટ્ર યુનિ.ના સિન્ડીકેટ સભ્ય મેહુલ ‚પાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠ ખુબ ઉમદા વિચાર સાથે પોતે નેતૃત્વ ઉઠાવી રહ્યા છે. ગુજરાત ખુબ મોટુ છે. ગુજરાત ૪ ઝોનમાં વહેચાયેલું છે અને જીટીયુ અંતર્ગત સૌરાષ્ટ્ર યુર્નિ. પણ જીટીયુને એક સેન્ટર માટે જગ્યા આપવાની વાત કરી રહી છે. જેથી સૌરાષ્ટ્રના વિદ્યાર્થીને અમદાવાદ સુધી લંબાવુ ના પડે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પણ અને શિક્ષકોને પોતાના જ સેન્ટરમાં જીટીયુનું સેન્ટર મળે તેવી ઈચ્છા હતી અને હવે એ વાત પ્રતીપાદીત થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓને ખુબ જ ફાયદો થશે. સૌરાષ્ટ્રના કોઈ વિદ્યાર્થીને અમદાવાદ જવુ પડે તો આર્થિક ખર્ચની સાથે સાથે માનસિક પણ દર્દ થતુ હોય છે એ ના થાય તે માટે આ સેન્ટર રાજકોટમાં ઉભુ કરવામાં આવશે. જીટીયુના રિજયોનલ સેન્ટરથી વહિવટી પાવરમાં વધારો થશે અને કામમાં પણ ઝડપ આવશે.
રાજકોટ ઝોનનો ટેકનિકલ વિકાસ શે: નરેશભાઈ જાડેજા
મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટાર નરેશભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે, જીટીયુનું રિજયોનલ સેન્ટર રાજકોટમાં સ્પાશે જેી ખાલી વિર્દ્યાીઓને જ નહીં પણ સાો સા પ્રોફેસર કોમ્યુનિટીને પણ ખુબ મોટો ફાયદો શે. હાલ જીટીયુનું વિઝટર માત્રનું સેન્ટર રાજકોટમાં છે. પણ જયારે એક ઝોન તરીકે જીટીયુનું સેન્ટર રાજકોટમાં સ્પાશે ત્યારે તો રાજકોટ ઝોનનો ટેકનીકલ વિકાસ શે.
ઘણા બધા વિર્દ્યાીઓને પરીક્ષા કે બીજા અન્ય પ્રશ્ર્નો માટે અમદાવાદ જવું પડતું પણ જો સેન્ટર સ્પાય તો આ બધા જ પ્રશ્ર્નો સરળ ાય અને વિર્દ્યાીનો સમય પણ બચી શકે.
જીટીયુ માટે સૌરાષ્ટ્ર એટલે રાજકોટનું ઝોન તે ખૂબ જ મોટુ છે. એટલે પ્રામિક દ્રષ્ટીએ જો જોવામાં આવે તો બીજા ઝોન કરતા રાજકોટને સેન્ટર પ્રાપ્ત ાય તો વધુ લાભદાયી છે. વિર્દ્યાીની સંખ્યા પણ વધુ છે અને હાલ ડો.નવીનભાઈ શેઠ પણ સેન્ટર સપવા જે ભૂમિકા ભજવી રહ્યાં છે તે ખૂબ સારી વાત છે. જીટીયુ તેમજ બીજી દરેક યુનિવર્સિટીનો અભિગમ રહ્યો છે કે કોઈ પણ યુનિ. એક પ્રોગ્રામ કરતી હોય તો બધા વિર્દ્યાીઓ માટે ઓપન રાખે છે. જીટીયુ આજની તારીખે પણ ટ્રેનીંગ પ્રોગ્રામ રાખતી હોય છે અને દરેક વિર્દ્યાી અને ટીચરને છુટ આપતી હોય છે. ખાસ તો રાજકોટમાં જીટીયુનું સેન્યર સ્પાશે.જેી આખા ઝોનનો વિકાસ શે.
મારવાડી કોલેજની વિર્દ્યાીનીએ જણાવ્યું હતું કે, જીટીયુનું સેન્ટર રાજકોટમાં સ્પાશે તો યુવા પેઢીને ખુબજ ફાયદો શે. હાલ જે સૌરાષ્ટ્રમાં વિર્દ્યાીને ખુબ દુર સુધી જવું પડતું તો આવા બધા પ્રશ્ર્નો જીટીયુ સેન્ટર આવવાી દૂર ઈ જશે. મારવાડી કોલેજના વિર્દ્યાી વ‚ણ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, હાલ હું કમ્પ્યુટર્સ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરું છું. જો જીટીયુનું સેન્ટર રાજકોટમાં સ્પાશે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિર્દ્યાીઓનો વિકાસ શે. શિક્ષણને લઈને હાલ રાજકોટ આગળ છે. પણ જો જીટીયુ જેવી યુનિવર્સિટી સ્પાય તો આખા ઝોનનો સર્વાંગી વિકાસ ાય અને શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ આગળ આવશે.