યોજનાનો લાભ સૌરાષ્ટ્ર-કચ્છના યુવક-યુવતીઓને મળે તેમાટે રાજકોટમાં ઈવેન્ટ યોજાશે: જલ્પાબેન આહ્યા, આશ્ર્વીબેન સોની

રાજકોટ ખાતે  સ્ટાર્ટઅપ  યોજનાનો લાભ મેળવવા માટે તા.23ના હેમુગઢવી હોલ ખાતે યોજાનાર  ઈવેન્ટ  અંગે ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતે આવેલ કલ્પેશ પારેખ દર્શીત આહ્યા, જલ્પાબેન આહ્યા, આશ્ર્વીબેન સોનીએ  વિશેષ વિગતો આપી હતી.

DSC 2814

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાનો સૌરાષ્ટ્ર-કચ્છ યુવાનો અને ઉદ્યોગ સાહસિકોને ઘરે બેઠા લાભ મળે તે હેતુથી રાજકોટની મહિલા ઉદ્યમી અને સ્ટાર્ટઅપના સફળ રોકાણકાર જલ્પાબેન અને આશ્વીબેન દ્વારા અથર્વમ વેન્ચર્સના માધ્યમથી સૌ પ્રથમ વખત ભવ્ય રીતે સ્ટાર્ટઅપ ડેમો ડે ઇવેન્ટનું આગામી તા. 23  શનિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે બપોરે 3 કલાકે આયોજન કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનો રોજગારી ક્ષેત્રે આગળ વધવા માંગતા સાહસિકોને સંસ્થા દ્વારા સ્ટાર્ટઅપના ક્ષેત્રોમાં રાજકોટમાં જ લાભ મળી રહે તેવી ઉત્તમ તક સાથે આ ઇવેન્ટમાં ભાગ લેવા માંગતા સ્ટાર્ટઅપ માટે તા. 18 જુલાઈ સુધી ગુગલ ફોર્મની લીંક https:// forms. gle / eyqtn26s4gtablqe6 દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

ભારતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના વડા પ્રધાન  નરેન્દ્રભાઈ મોદીજીએ 2016માં શરુ કરવામાં આવી હતી કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્વારા દેશની ઈકોનોમિને આગળ વધારવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન માટે બધી જ જરૂરી મદદ કરવામાં આવે છે  તેના માટે સરકાર વિવિધ પ્રકારની ગ્રાન્ટ, ટેક્ષમાં બેનીફીટ, વિવિધ લાયસન્સ અને રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ પણ આપવામાં આવે છે. જેનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છના નવા ઉદ્યોગ સાહસિક યુવાનો અને યુવતિઓને મળે અથર્વમ વેન્ચર્સના ફાઉન્ડર જલ્પાબેન આહ્યા આને આશ્વીબેન સોની જે પોતે પણ પોતાના સ્ટાર્ટઅપ સફળતાપૂર્વક ચલાવે છે. અને અન્ય સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે. આ રીતે સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં પોતાના સાહસોમાંથી પ્રેરણા મેળવી હોવાથી આંતરપ્રિનીયોર ઇન્ક્યુબેશન સેન્ટર સાથે કોલોબ્રેશન કરીને સૌરાષ્ટ્ર-કચ્છના યુવકોને રાજકોટમાં ઘર બેઠા લાભ મળે તે માટે ઇન્ક્યુબેશન સેન્ટરની સેવા શરુ કરવામાં આવી છે અને હવેથી સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન, મેન્ટરીંગ તથા વિવિધ સેવાઓ હવે રાજકોટમાં મળી રહેશે તથા આ ઇવેન્ટમાં ફંડીગ પાર્ટનર તરીકે શુરુઅપ જેવી નામાંકિત સંસ્થા જોડાશે.આગામી તા. 23 ના રોજ આ ઇવેન્ટના આયોજન પાછળનો હેતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈજી ની સ્ટાર્ટઅપ યોજનાનો લાભ રાજકોટમાં ઘર બેઠા સૌરાષ્ટ્ર-કચ્છના યુવાનોને મળે તે રહેલો છે અને ઇવેન્ટ દ્વારા 300 જેટલા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના યુવાનો, રોકાણકારો તેમજ નવા ઉદ્યોગ સાહસિકો ભાગ લેવાથી સૌરાષ્ટ્રની દેશની ઈકોનોમિને નવી દિશા મળશે.

અત્યાર સુધી સ્ટાર્ટઅપ યોજનાની જાગૃતિ સૌરાષ્ટ્ર કચ્છના નવા ઉદ્યોગ સાહસિકો તેમજ યુવકોને ઓછી મળી છે. અને આ યોજનાનો લાભ લેવા અમદાવાદ તથા મોટા શહેરોમાં લાંબુ થવું પડતું હતું તેની જગ્યાએ રાજકોટમાં ઘર બેઠા મળશે. આ ઇવેન્ટના માધ્યમથી રાજકોટની સ્ટાર્ટઅપ ઇકોનોમીને ગતિ મળશે તથા ઇવેન્ટ નેટવર્કિંગનું માધ્યમ બની રહેશે અને સ્ટાર્ટઅપના ફિલ્ડમાં જવા ઈચ્છુક યુવકોને માર્ગદર્શનનું શ્રેષ્ઠ માધ્યમ બની રહેશે. ટીમ અથર્વમ વેન્ચર્સ, જલ્પાબેન આહ્યા અને આશ્વીબેન સોની. સૌરાષ્ટ્ર કચ્છના યુવકોને માટે નવી આસાની કિરણ લઈને આવ્યા છે આ તકનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9033633231 મોબાઈલ નંબર 9898464348 ઉપર સંપર્ક કરીને મદદ મેળવી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયામાં અને ગુજરાતમાં હજી સુધી ટાયર 1 શહેરોમાં ખાસ કરીને સ્ટાર્ટઅપ યોજનાઓની ઇકો સિસ્ટમનો વિકાસ થયો છે ત્યારે દેશનો સાચો વિકાસ ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ વિકસિત થાય ત્યારે જ થઈ શકે. ટાયરની વ્યાખ્યા પ્રમાણે ટાયર 1માં અમદાવાદ જેવા મેટ્રો સીટી આવે છે. અને ટાયર 2 માં રાજકોટ સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે ત્યારે ખરેખર આજના આ સમયમાં નાના તાલુકા અને શહેરોના યુવાનોને વિવિધ સેક્ટર જેવા કે ખેતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ફીન્ટેકમાં પોતાના સ્ટાર્ટઅપ બનાવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના યુવકોમાં પણ તેમાં જોડાઈ એવા ઉમદા હેતુ મહિલા ઉદ્યમી જલ્પાબેન આહ્યા અને આશ્વિબેન સોની નો રહેલો છે. આ યોજના હેઠળ મહિલાઓને 40 લાખ અને યુવાનોને 30 લાખ સુધીના ફંડની સહાય નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા કરવામાં આવે છે. તેનાથી દેશની આર્થિક ગતિને આગળ વધારવા માટે યુવકો આગળ આવે તેવી નેમ રહેલી છે. જેનો લાભ સૌરાષ્ટ્ર કચ્છના લોકો રાજકોટમાં ઘરે બેઠા મળે તેવી આ ઇવેન્ટનો લાભ લેવા માટે સૌ કોઈ આગળ આવે તેવો અથર્વમ વેન્ચર્સના ફાઉન્ડર જલ્પાબેન આહ્યા અને આશ્વિબેન સોની દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.