મોજ મસ્તી અને મજા સાથે બેસ્ટ ભોજન આપતું સ્થળ એટ્લે હોલીડે વોટર પાર્ક
અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જાણે સૂર્ય નારાયણ જાણે પોતાનો પ્રકોપ દેખાડી રહ્યા છે. ત્યારે લોકો આકરા તાપ વચ્ચે રાહત મેળવવા સૌથી વધારે જો કઈ પસંદ કરી રહ્યા હોઈ તો એ છે વોટર પાર્ક. લોકો પોતાના પરિવાર સાથે મિત્રો સાથે વોટર પાર્કમાં જઈ મોજ મસ્તી અને મજા માણી રહ્યા છે. પણ જો કોઈ ને પૂછવામાં આવે કે વોટર પાર્કમાં બેસ્ટ કયું ત્યારે એક જ નામ સંભળાઈ હોલીડે વોટર પાર્ક રિસોર્ટ જાંબુડા ચોકડી પાસે જામનગર થી તદન નજીક આવેલ છે હોલીડે વોટર પાર્ક . ત્યારે અબતક દ્વારા તેની ખાસ મુલાકાત લેવામાં આવી અને ત્યાં ની મોજ ને કેમેરામાં કેદ કરવામાં આવી .
અત્યારે બાળકોના વેકેશન ચાલી રહ્યા છે. ત્યારે સૌથી વધારે વોટર પાર્કમાં બાળકો સાથે પરિવાર ના લોકો એ આહ્લાદક આનંદ લેવા માટે આવ્યા હતા. બાળકો માટે અલગ પ્લે એરિયા સાથે મોટા લોકો માટે પણ અવનવી રાઇડ્સ સાથે જ સૌથી આકર્ષણનું કેન્દ્ર ત્યાનું વેવ્પુલ. આ વોટર પાર્કની બીજી એ ખાસિયત છે કે ત્યાં મનોરંજન સાથે લોકોની સલામતીનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે. લોકો પારિવારિક માહોલ વચ્ચે ખુબ શાંતિ પૂર્વક લખલૂટ આનંદ મેળવી શકે. માત્ર જામનગર નહિ પરંતુ દુર દુર થી પણ લોકો આ વોટર પાર્કની મુલાકાત લેવાનું ચુકતા નથી. સાથે જ લોકોને ત્યાં સ્વાસ્થ્ય વર્ધક ખાણું પણ આપવામાં આવે છે જેમાં લોકો બેસ્ટ ક્વોલીટી સાથે ભોજનનો પણ આનંદ લઇ શકે.
સ્વાથ્યવર્ધક ભોજન સંપૂર્ણ સલામતિ સાથે ફૂલ મોજ કરવા લોકો આ વોટર પાર્કની મુલાકાત લેતા હોઈ છે. સાથે જ સંપૂર્ણ વોટર પાર્ક સી.સી.ટી.વી. થી સજ્જ જેમાં મહિલાઓ અને બાળકો ખુબ જ શાંતિ પૂર્વક વાતાવરણમાં આનંદ માણી શકે છે. મહત્વની વાત આ વોટર -પાર્ક માં લોકોને ચામડી ના રોગો નથી થતાં કારણ કે ત્યાં નર્મદાનું પાણી તમામ પુલ માં વાપરવામાં આવે છે.જેને લઈ ને લોકો મન મૂકી ને આનદ માણી શકે છે. દેશ ભક્તિ સાથે લોકો ને આનંદ કરાવતું એક માત્ર વોટર પાર્ક એટ્લે હોલીડે વોટર પાર્ક જ્યાં વેવપુલ માં શરૂવાત પેહલા રાષ્ટ્ર ગીત વગાડી ભારત માં ની જય બોલવામાં આવે છે એક માત્ર સૌરાષ્ટ્ર નું વોટર પાર્ક જ્યાં રાષ્ટ્ર ગીત સાથે એન્જોય મેન્ટ હોય
અવનવી રાઈડસ દ્વારા નાનાાથી મોટા સૌ કોઈ એન્જોય કરી શકે છે: કાર્તિકભાઈ
કાર્તિક ભાઈ સાથે ખાસ વાતચીત કરવામાં આવી તેમાં તેઓએ જણાવ્યું કે આ વોટેર પાર્ક લોકો ને એ તમામ સુખ સુવિધા ઉપલભ્ધ કરાવે છે. લોકો માટે અવનવી રાઇડ્સ રાખવામાં આવી છે જેમાં નાનેરા થી મોટા સુધી તમામ એન્જોઈ કરી શકે છે. સાથે તમામ પારિવારિક વાતાવરણ માં લોકો પરિવાર અને મિત્રો સાથે ખુબ જ એન્જોઈ કરી શકે છે. અને લોકો દુર દુર થી હોલીડે વોટર પાર્ક ની મુલાકાત લે છે
તમામ લોકોની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે : સિક્યોરીટી ગાર્ડ
તમામ લોકોની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જેમાં આવનારા તમામ લોકોને ચેક કરવામાં આવે છે. કોઈ અવેધ વસ્તું વોટર પાર્ક માં લઇ જવા પર પ્રતિબંધ છે અને જો કોઈ વ્યક્તિ લઇ જઈ છે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે.
અમે સેફટી-સિકયોરીટીમાં બાંધછોડ નથી કરતા:પ્રકાશભાઈ (માલિક- હોલીડે વોટર પાર્ક)
પ્રકાશભાઈ સાથે ખાસ વાતચીત કરવામાં આવી તેમાં તેઓએ જણાવ્યું કે તેઓ 2016થી ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેમનો પ્રથમ હેતુ છે લોકોની સેફટી અને સિક્યોરીટી. લોકો ને સંતોષકારક આપવામાં આવે છે. સાથે ખાસ મહિલાઓની સલામતી ને પેહલું પ્રાધાન્ય આપવામાં આવે છે. સાથે જ તમામ પુલ પર લાઈફ ગાર્ડ રાખવામાં આવ્યા છે જે પુલ માં રહેલ તમામ લોકોનું ધ્યાન રાખે છે કોઈ બાળક કદાચ ભૂલથી પણ પાણી માં પડી જઈ તો તેમનો બચાવ થઇ શકે. વધુ માં તેમણે જણાવ્યું કે માત્ર મનોરંજન નહિ સાથે દેશભક્તિ માટે પણ લોકો જાગ્ર થઇ તે માટે ખાસ આર્મી મેં માટે સ્કીમ રાખવામાં આવી છે જેમાં તમામ પાંખના આર્મી મેનોના પરિવાર ને ડિસ્કાઉંટ આપવામાં આવે છે. થતા મહિલાઓને પણ ડિસ્કાઉંટ આપવામાં આવે છે. તેમના મત મુજબ મુલાકાતીની ખુશી એ એમની ખુશી છે .
હોલી ડે વોટર પાર્કની સરાહના કરતા મુલાકાતીઓ
મુલાકાટી સાથે ખાસ વાતચીત કરવમાં આવી જેમાં તેઓએ હોલીડે વોટર પાર્કને મોજું મસ્તી અને મજા માટે ઉતમ સ્થળ ગણાવ્યું જેમાં તેઓએ ત્યાની સલામતી અને સેફટીના લીધે લોકો ત્યાં વધારે પસંદ કરે છે બાળકો પણ ત્યાં સૌથી વધારે મજા માંણી શકે.
તમામ વોટર પાર્કની તમામ સુવિધા ખુબ સુંદર છે સાથે તમામ રાઇડ્સ માં પણ લકો ખુબ મજા લઇ રહ્યા છે સાથે જ ઉતમ ગુણવતા વાળું ભોજન પણ હોલીડે વોટર પાર્કમાં આપવામાં આવે છે ઘર જેવું સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન મળતા ખુબ જ આનંદ થયો છે સાથે જણાવ્યું કે તમામ લોકો એ એક વાર મુલાકાત લેવી જ જોઈએ .