રાજકોટ સહિત ૪ જિલ્લાઓમાં બનતી ઘટનાનું મુખ્ય પરીક્ષણ એક માત્ર રાજકોટ લેબમાં થઈ રહ્યું છે
રાજકોટ શહેરમાં ૮ જીલ્લાનું FSL વિભાગનું મુખ્ય કેન્દ્ર આવેલ છે. રાજકોટ શહેર અને જીલ્લા સહિત મોરબી, સુરેન્દ્રનગર , જામનગર , દ્વારકા, ગાંધીધામ અને ભુજ શહેરના FSL ને લાગતા તમામ પરીક્ષણ રાજકોટ લેબ માં થઈ રહ્યા છે. FSL વિભાગમાં કુલ ૧૧૫ સ્ટાફની જગ્યા સામે અધિકારીઓ સહિત ૫૪ વ્યક્તિઓનો સ્ટાફ ૮ જીલ્લામાં બનતી ઘટનાઓમાં પુરાવરૂપે મળેલ નમુનાઓનું જુદા જુદા વિભાગમાં પરીક્ષણ કરી રહયા છે. લોકડાઉન દરમ્યાન અનેક વિભાગ ના કોરોના વોરિયર્સને આપણે જોયા હશે તેમની કામગીરીને નિહાળી અને બિરદાવી હશે .પરંતું સાચા અર્થમાં FSL વિભાગમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કાયમી વોરિયર્સ બની કામ કરી રહ્યા છે. ઓછા સ્ટાફ સાથે તમામ અધિકારીઓ ૮ જીલ્લાનું FSL પરીક્ષણનું કામ બાખૂબી નિભાવી રહ્યા છે .૮ જીલ્લામાં માત્ર સુરેન્દ્રનગર એક જ જીલ્લામાં FSL મોબાઈલ ઇન્વેસ્ટિગેશન વાનના અધિકારી કાર્યરત છે પરંતુ રાજકોટ સિવાયના અન્ય જીલ્લામાં જગ્યા ખાલી હોવાને કારણે તમામ જીલ્લામાં બનતી ઘટનાઓનું સંકલન રાજકોટ FSL વિભાગ માંથી કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ FSL અધિકારીઓ દ્વારા દર મહિને ૧ વાર સ્ટાફની ભરતી માટે કરવામાં આવે છે તંત્રને લેખિત રજુઆત
રાજકોટ FSL વિભાગમાં ૮ જીલ્લામાં બનતા વિવિધ બનાવોમાં મેળવેલ નમુનાઓ નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ૧૧૫ થી વધુ સ્ટાફ ની જગ્યા સાથે માત્ર ૫૪ વ્યક્તિઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રાજકોટ FSL વિભાગમાં મુખ્ય ડાયરેક્ટર તરીકે અમિતા શુક્લા ( સુપર કલાસ ૧ અધિકારી – રાજકોટ FSL ઇન્ચાર્જ – ગાંધીનગર ), યોગેશ. એસ. પટેલ (આસિસ્ટન્ટ ડાયરેક્ટર, કેમિસ્ટ્રી વિભાગ ), વેદપ્રકાશ ઓમકારસિંગ યાદવ ( આસિસ્ટન્ટ ડાયરેકટર – બાયોલોજી વિભાગ)
પંકજ ડી. ચૌધરી ( આસિસ્ટન્ટ ડાયરેક્ટર – ઝેર શાસ્ત્ર વિભાગ )
કલાસ -૨ અધિકારીઓ :-
૧) શ્રીમતી પી.પી.મકવાણા
૨) ડો.પીબી.ચાવડા
૩) ડો.કુલદીપ બારોટ
૪) સી.જી.કરથીયા
૫) કુમારી પી.બી.નરવે
(૪ મહિનાથી હાજર નથી થયા)
ગુજરાતમાં માત્ર ૪ શહેરોમાં ગૌ માંસ પરીક્ષણ વાન
રાજકોટ FSL વિભાગમાં ગૌ માસ પરીક્ષણ વાન કાર્યરત છે. સરેરાશ ૧ મહિનામાં ૫ વખત ગૌ માંસ પકડાઈ રહ્યું છે .રાજ્યમાં વર્ષ ૨૦૧૧થી સુરત , અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ શહેરમાં ગૌ માસ પરીક્ષણ વાન કાર્યરત છે.સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભુજ , અમરેલી ,માંગરોળ , સોમનાથ , વેરાવળ પંથકમાં સૌથી વધુ ગૌ માંસ પકડવામાં આવી રહ્યું છે.જેમાં આરોપીઓએ ચોક્કસ કોમ્યુનિટીના જ હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે .કોઈપણ જગ્યાએ એક વખત પરીક્ષણનો રીપોર્ટ આવતા ૫ કલાકનો સમય લાગે છે જો એક જ સમયમાં ૨ જગ્યાએ ગૌ માંસ ઝડપાય તો રાજકોટથી સાધનો લઈને પરીક્ષણ માટે જવું પડેૈ છે.
વર્ષ ૨૦૨૦ માં ૬ મહિનામાં પોકસોના ૩૦૦ કેસ નોંધાયા !!
દિવસે ને દિવસે મનુષ્ય વિકૃત થતો જાય છે . નાની બાળાઓ પર બળાત્કારના અનેક બનાવો સામે આવતા જાય છે. રાજકોટ FSL લેબમાં પરીક્ષણ માટે પુરાવા રૂપે આવેલ નમુનાઓમાં ચાલુ વર્ષ ૨૦૨૦ માં પોસ્કોના ૩૦૦ કેસ નોંધાઈ ચુક્યા છે. જે સૌરાષ્ટ્ર માટે શરમજનક બાબત કહેવાય . સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ માત્ર ૭ જ દિવસમાં પોસ્કોનો રિપોર્ટ મોકલી આપવાનો હોઈ છે પરંતુ સ્ટાફની અછત અને કામ નું ભારણ હોવા છતાં અન્ય ઘણા અગત્યના કામો બાજુમાં મૂકી અધિકારીઓ પોસ્કોનો રિપોર્ટ સમયસર ડિપાર્ટમેન્ટ ને પોહચાડે છે.FSL વિભાગ માંથી દર અઠવાડિયે એક વાર સરકારમાં રિપોર્ટ મોકલવાનો રહે છે. ઓછું સંખ્યા બળ હોવા છતાં અધિકારીઓ દિવસ રાત મહેનત કરીને ફરિયાદીને ઝડપી ન્યાય મળે તે માટે રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે.
FSL વિભાગમાં મુખ્ય ક્યા કેસોના પુરાવાઓના પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે ?
૧ ) ગૌમાંસ પરીક્ષણ ૨ ) પોસ્કો કેસ ૩) મર્ડર કેસ ૪ ) ૪૯૮ (ક) કેસ ૫ ) એસીબી કેસ ૬) પ્રોહિબિશન કેસ , કોઈ પણ મોટી ઘટનાઓમાં ફિઝિકલ ટેસ્ટ , વોઇસ રેકોર્ડ ટેસ્ટ ગાંધીનગર લેબ ખાતે પરીક્ષણ થઈ રહ્યું છે
સૌરાષ્ટ્રની અતિ મહત્વની ‘ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી’ અડધી કાઠીએ ઝઝુમી રહી છે