જીએસટીના વિરોધમાં સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડો અચોકકસ મુદ્દત માટે બંધ
જીએસટી સામે વડાપ્રધાનના હોમ સ્ટેટ ગુજરાતમાં જ વિરોધ વંટોળ: ઠેર-ઠેર બંધના એલાન
એક દેશ એક ટેકસ અંતર્ગત આવતીકાલ ર્આત ૧લી જુલાઈી દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ પડી રહ્યો છે. જેની સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. જીએસટીના વિરોધ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડો અચોક્કસ મુદત માટે બંધ રહ્યાં છે. જયાં સુધી કોઈ નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી યાર્ડો ખુલશે નહીં તેવો નિર્ધાર વેપારીઓએ કર્યો છે.
જીએસટીમાં અનેક ચિજ-વસ્તુ પર ઉંચા કરના દર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેતીની જણસી પર પણ જીએસટી લાગુ કરી દેવામાં આવ્યું છે. જેનાી ખેડૂતો અને વેપારીઓમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે.
જીએસટીના વિરોધમાં આજે રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જસદણ, ચોટીલા સહિતના માર્કેટીંગ યાર્ડો અચોક્કસ મુદ્દત માટે બંધ રહ્યાં છે. યાર્ડના સત્તાધીશો દ્વારા યાર્ડ ખુલ્લા રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી પરંતુ વેપારી એસો. આ વિનંતીને ઠુકરાવી દીધી હતી અને યાર્ડને અચોક્કસ મુદ્દત માટે બંધની શ‚આત કરી દીધી છે. માત્ર યાર્ડ જ નહીં જીએસટીના વિરોધમાં છેલ્લા ત્રણ દિવસી ગુજરાત સહિત દેશભરમાં કાપડ માર્કેટ સજ્જડ બંધ છે.
આ ઉપરાંત આજે સૌરાષ્ટ્રમાં કેશોદ, ઉપલેટા, ગોંડલ સહિતના ગામોના વેપારીઓએ જીએસટીના વિરોધમાં બંધ પાડયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારે આવતીકાલી જીએસટી લાગુ કરવા માટે આજે રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં જીએસટીનું લોન્ચીંગ કરવામાં આવશે. આઝાદીના ૭૦ વર્ષના ઈતિહાસમાં બીજી વખત સંસદનું વિશેષ સત્ર મળી રહ્યું છે. જીએસટી કાલી લાગુ ઈ રહ્યો છે તે પૂર્વે આજે વેપારીઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.