રૂા.45 હજારના બાયો ડીઝલ સહિત રૂા.63.50 લાખનો મુદ્ામાલ એસ.ઓ.જી.એ કબ્જે કર્યો :
ધોરાજી તાલુકાના સુપેડી નજીક આદીનાથ ઇન્ડસ્ટ્રીઝના શેડમાં ધમધમતા બાયો ડિઝલની ફેક્ટરી પર સ્થાનિક એસ.ઓ.જી.એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરોડો પાડ્યો છે. જેમાં 75 હજાર લિટર પેટ્રોલીયમ પ્રોડક્ટ, 10 ટાંકા ટેન્કર અને સાત બોટલ મળી રૂા.63.50 લાખનો મુદ્ામાલ કબ્જે બે શખ્સોની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં પેટ્રોલીયમ પ્રવાહી સપ્લાયર જૂનાગઢનો હોવાનું ખૂલતા બાયો ડીઝલના ધંધાર્થીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે બાયો ડિઝલના વેંચાણ પર તૂટી પડવા આપેલા આદેશને પગલે રાજકોટ રેન્જના આઇ.જી. સંદીપસિંઘ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એમ.જાડેજા, સહિતનો સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
પેટ્રોલીંગ દરમ્યાન ધોરાજી તાલુકાના સુપેડી ગામે રહેતા કુલદીપ લક્ષ્મણ હેરભા અને ઉ5લેટાનો ભુપેન્દ્ર નંદલાલ ઉંઘાડ નામના બંને શખ્સે સુપેડી ગામ નજીક આદિનાથ ઇન્ડસ્ટ્રીઝના શેડમાં ગેરકાયદે બાયો ડિઝલની ફેક્ટરી ધમધમતી હોવાની પી.એસ.આઇ. એચ.એમ.રાણા અને જી.જે.ઝાલાને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. ભુપેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ ચાવડા,કોન્સ્ટેબલ જયવીરસિંહ રાણા, રણજીતભાઇ ધાંધલ અને વિજયગીરી ગોસ્વામી સ્ટાફે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન રૂા.45 હજારની કિંમતનો 75000 હજાર લિટર પેટ્રોલીયમ પ્રવાહી, 10 ટાંકા, ઇલેક્ટ્રીક મોટર, ફ્યુલ પંપ, ટેન્કર, બે-મોબાઇલ અને પ્લાસ્ટીકના સાત બેરલ મળી રૂા.63.50 લાખનો મુદ્ામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બંને શખ્સે જૂનાગઢના શખ્સ પાસેથી લાખોની કબૂલાત આપી હતી અને સૌરાષ્ટ્રની બાયો ડિઝલની સૌથી મોટી રેડ હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંઘની બાયોડીઝલના ધંધાર્થી પર ધોંસ
રાજકોટ રેન્જ દ્વારા રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાયો ડિઝલના ધમધમતા હાટડાઓ પર ત્રાટકી 1 માસમાં 1160 સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં 19 રેડ સફળ રહી હતી અને રૂા.1.49 કરોડનું 2.26 લાખ લિટર બાયો ડિઝલ સીઝ કરી રૂા.3.23 કરોડનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. 40 શખ્સોની ધરપકડ કરી છે.