કોરોના સમયગાળામાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો ‘ઓકિજન’ની કમીનો માનવ સમુદાયે કયો છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણને વૃક્ષો જ ઓકિસજન આપે છે. પર્યાવરણનું પ્રદુષણ આપણે જાતે જ ઉભુ કરીને માનવ જાત માટે ખતરો પેદા કર્યો છે. આપણે સૌ એ વધુમા વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ ચોખ્ખુ કરીને પૃથ્વીને ફરી હરિયાળી બનાવવાની છે. આ કાર્યમાં સમાજના દરેક વર્ગનો સહયોગ અનિવાર્ય છે.રાજકોટથી 5 કિ.મી. દૂર ગોંડલ રોડ ખાતે લાઈફ ગ્રીન ફિલ્ડ સેન્ટર 1990થી કાર્યરત છે. આ સ્થળે 62થી વધુ પ્રકારનાં 30 હજારથી વધુ વૃક્ષો છે.
વૃક્ષ વાવો… જીવન બચાવો
લાઈફ ગ્રીન ફિલ્ડ સેન્ટર દ્વારા વૃક્ષારોપણની માહિતી સાથે તેના ઉછેરની વાત સમજાવી ઉમદા કાર્ય થાય છે
હાલમાં 26 હજારથી વધારે વિવિધ પ્રકારનાં વૃક્ષો પૂન: રોપણ માટે હાજર સ્ટોકમાં છે
આ જગ્યાએ ‘ઓકિસજન’ દરિયાના મોજા ધુધવી રહ્યા છે. 6 થી 15 ફૂટની ઉંચાઈ ધરાવતા અઢી લાખથી વધુ રોપાઓનું વિતરણ અત્યાર સુધી કરવામાં આવેલ છે. શાળા-કોલેજો, સોસાયટી, ફેકટરી સાથે વૃક્ષારોપણ કરતી સેવાકીય સંસ્થા અહિથી 4 થી 5 વર્ષ જતન કરેલા રોપાઓને લાવીને વિવિધ જગ્યાઓએ પૂન: રોપણ કરે છે. આ જગ્યાએથી વૃક્ષોની માહિતી સમજ સાથે કેમ વાવવું તેનીપણ તલસ્પર્શી માહિતી અપાય છે.
લાઈફ ગ્રીન ફિલ્ડ સેન્ટર દ્વારા પર્યાવરણનાં રક્ષણ અંગે જાગૃતતા સાથે પ્રકૃતિના જતન અંગે લોક જાગૃતિઅભિયાન ચલાવાય છે. આજના સમયની તાતી જરૂરીયાતમાં દરેક લોકો ચાર પાંચ વૃક્ષો વાવે તેજરૂરી છે. આ કાર્યને પ્રોત્સાહન આપીને આપણી પૃથ્વીકે આપણું ગામ શહેર કે ઘરની આસપાસનો વિસ્તાર હરિયાળો બનાવવો જરૂરી છે.
વૃક્ષારોપણ ધરતી કણોના જતન સાથે તેનું ધોવાણ થતું અટકાવે છે. અને કુદરતમાં સંવાદિતા લાવવાનું કામ કરે છે. કોરોનાને કારણે આ વર્ષે વૃક્ષારોપણની જાગૃતિ ખૂબજ વધતા લોકોએ સક્રિય વૃક્ષારોપણ કરેલ છે.
લાઈફ ગ્રીન ફિલ્ડ સેન્ટરમાં વિવિધ 60 પ્રકારનાં 6 ફૂટ મોટા પુન: રોપણના વૃક્ષોમાં ઉભો આડો આસોપાલવન કુસુમ, નિલગીરી, કાશીદ, બોહનીયા, વાસ, નાળિયેર, સવન, બોટલપામ, બોરસલી, કરંજ, સરગવા, અરડુસી જેવા વિવિધ છે.
62 પ્રકારનાં વિવિધ વૃક્ષોનું વિતરણ ચાલુ છે
લાઈફ પ્રોજેકટના એકઝીકયુટીવ ટ્રસ્ટી મિતલબેન કોટીચા શાહે જણાવેલ છે કે અમારે ત્યાં 62 પ્રકારનાં વિવિધ 5 થી 6 ફૂટના વૃક્ષો પૂન: રોપણ માટે વિતરણ કરવા તૈયાર છે. હાલ અમોએ છેલ્લા ત્રણ ચાર વષની મહેનત બાદ આજે અહી 30 હજારથી વધુ વૃક્ષો છે. કોરોનાને કારણે આ વર્ષે વૃક્ષારોપણ બાબતે વધુ જાગૃતિ આવી છે.
રોપણનું મહત્વ
- વૃક્ષો હવાનું શુધ્ધીકરણ કરી આપણને શ્ર્વસન માટે પૂરતો ઓકિસજન પૂરો પાડે છે.
- વૃક્ષો વાતાવરણને ઠંડુ અને સામાન્ય રાખે છે. વરસાદ લાવવામાં ઉપયોગી છે. જમીનમાં પાણીનું સ્તર ઉંચે લાવવામા અતિ
- ઉપયોગી છે.
- વૃક્ષો આપણી આજુબાજુનાં વાતાવરણને હરિયાળુ અને સુંદર બનાવે છે. આપણી સ્થાયી મિલ્કતની કિંમતમા વધારો કરે છે.
- વૃક્ષો પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખોરાક અને રહેઠાણ પૂરૂ પાડે છે.
- વૃક્ષો ઈમારતી લાકડા અને કાગળનો મુખ્ય સ્ત્રોત છે. જે દેશની આર્થિક સ્થિતિમાં વધારો કરે છે.
ગ્રીન ફિલ્ડમાં છે આ ઉપયોગી વૃક્ષો
- બોરસલી:- ફળ આપતુ વૃક્ષ જે પક્ષીને ભોજન આપે છે. ડાયાબીટીસના દર્દીઓ માટે લાભદાયી (ફળ) વૃક્ષ કાયમી માટે લીલુ રહે છે. (પાનખર થતું નથી) ઘટાદાર છાયો આપે છે.
- કરંજ:- દાંતણ માટે ખૂબ ઉપયોગી
- અરીઠા- સાબુ બનાવવા માટે અને આયુર્વેદિક ઉપયોગ.
- અરડુસી- ઉધરસ તથા શરદી-કફમાં ઉપયોગી આયુર્વેદિક ઉપયોગ
- હરડે- આયુર્વેદિક ઉપયોગ.
- મધુનાસી-ડાયાબીટીસના દર્દી માટે એકસીર દવા.
- સવન- હિન્દુ ધર્મમાં કહેવા મુજબ પવિત્ર વૃક્ષ
- સિતા અશોકા- પવિત્ર વૃક્ષ હિન્દુ ધર્મ પ્રમાણે.
- ઉમરા- પક્ષીના ભોજન માટે ઉપયોગી છાયો આપતું ઝાડ
- આમળા- અથાણા તથા આયુર્વેદિક ઉપયોગ.
- ગરમાળો- આયુર્વેદિક ઉપયોગ -પેટના દુ:ખાવા માટે.
- ખાટી આંબલી- ઘટાદાર છાયો.
- ગોરસ આમલી- મીઠા કાતરા