સૌરાષ્ટ્રના ટાવરોમાં અને‚ સ્થાન ધરાવતા જામનગરના સૈફી ટાવર એ એકસોમાં વર્ષમાં પગલા માંડયા છે. જામનગરનાં દાઉદી વ્હોરા સમાજના તજજ્ઞ અબ્બાસભાઈ એફ અત્તરવાલાના જણાવ્યા મુજબ હીજરીસન મીસરી કેલેન્ડર મુજબ ૧ રજબ ૧૩૪૦માં બનેલો આ ટાવર શેઠ મહંમદભાઈ અલીભાઈ કાચવાળાએ પોતાની અંગત મૂડી ‚ા.૭૨ હજાર ખર્ચી બનાવેલો હતો. આ તકે ૧૦૦ વર્ષ પહેલા નવાનગરનાં મહારાજા જામ રણજીતસિંહ સાહેબ અને રજવાડાના અગ્રણીઓ, અધિકારીઓની વચ્ચે દાતા મોહંમદભાઈએ આ ટાવર સમાજના એકાવનમાં સર્વોચ્ચ ધર્મગૂ‚ નામદાર તાહેર સૈફુદીન સાહેબને અર્પણ કર્યો હતો. આ ટાવર હજુ પણ સૌરાષ્ટ્રમા બેનમુન સ્થાપત્ય તરીકે જીવંત છે.