કલ્પસર યોજનાનો વિચાર ડો.અનીલ કાણેએ રજૂ કર્યો હતો
રાજયમાં જળ તંગી તોળાઈ રહી છે. સિંચાઈ તા પીવાના પાણીનો સઘળો મદાર નર્મદા નીર ઉપર છે. હાલ રાહતના ભાગરૂપે મધ્યપ્રદેશ દ્વારા ગુજરાતને વધુ પાણી આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. પરંતુ તેના માટે મોટુ ર્આકિ વળતર લેવાની ગણતરી પણ તેની છે. માટે હવે નવા જળ સ્ત્રોત રૂપે વૈકલ્પીક કલ્પસર યોજના સાકાર કરવાની જરૂરીયાત ઉભી ઈ છે જે સરકાર પણ સમજી ગઈ છે અને ડિટેઈલેઈડ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં પાણીની પ્યાસ બુઝાવવા એકમાત્ર નર્મદા નીર પર આધાર રાખી શકાય તેમ ની. માટે કલ્પસર યોજનાને સાકાર કરવી જરૂરી છે. ગુજરાતમાં ઓછા અવા મધ્યમ વરસાદના કારણે વરસાદી પાણી માટેના ઘણા બધા પ્રયત્નો યા. જેમાં સૌથી મોટો પ્રયત્ન કલ્પસર યોજના છે. અલબત રાજકીય ઈચ્છામાં ખામીના કારણે આ યોજના વર્ષો સુધી માળીયામાં રહી હતી. જો કે રૂપાણી સરકાર આ મુદ્દે આગળ વધી રહી છે.
વરસાદી પાણીનો સંગ્રહ કરી વિશાળ જળાશય બનાવવું અને નહેરો મારફતે એ સંગ્રહિત પાણીને ગુજરાતના જ‚રીયાતવાળા વિસ્તારો (સૌરાષ્ટ્ર) સુધી પહોંચાડવું. વધુમાં વીજ ઉત્પાદન અને વાહન-વ્યવહારમાં સરળતા ાય તેવા પરિબળોને ધ્યાને લેવા સહિતનું કલ્પસર યોજનામાં જોડવામાં આવ્યું છે. વર્ષ ૧૯૮૦માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે બંધ બનાવી તેને જોડવાનો વિચાર ડો.અનીલ કાણેએ રજૂ કર્યો હતો. જેને કલ્પસર નામ અપાયું હતું. કલ્પસર યોજનાના સ્વપ્ન દ્રષ્ટા તરીકે અનીલ કાણેનું નામ લેવાય છે. આ યોજનાને વર્ષોનો વિલંબ યો છે.૧૯૯૯માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કલ્પસર યોજનાને મંજૂરી આપી હતી. ત્યારબાદ ૨૦૦૨માં જુદા જુદા અહેવાલો અને તારણોના પરિણામે નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ થાય ત્યારબાદ કલ્પસર યોજના પર કામ કરવાનું નકકી યું. જે ૨૦૦૧માં કરાશે તેવો અંદાજ લગાવાયો.
અલબત હજુ સુધી આ મુદ્દે સરકારે યોગ્ય નિર્ણય લીધો ન હતો પરંતુ સૌરાષ્ટ્રના પાણીદાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે આ મામલે એક ડગલુ આગળ વધવાનો નિર્ણય લીધો છે. ‘અબતક’ કલ્પસર પ્રોજેકટ અંગે અવાર-નવાર સરકાર અને લોકોનું ધ્યાન દોરી ચુકયું છે.કલ્પસર યોજના સૌરાષ્ટ્રના વિકાસમાં એક મહત્વનું પરિબળ બનશે. આ યોજનાનું કામ જલ્દીી જલ્દી શરૂ કરવાની નેમ સો સરકાર કામ કરે તો યોજના ખરેખર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબીત શે. નર્મદા અને કલ્પસર જેવી મોટી બે યોજનાઓી ગુજરાતના ખેડૂતોને સિંચાઈની સગવડ મળી રહેશે અને ફકત વરસાદ આધારીત ખેતીમાંથી મુક્તિ પણ મળશે.
ગુજરાતના ખંભાતના અખાતના બન્ને કિનારા એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કિનારાઓને જોડીને એક વિશાળ ડેમનું નિર્માણ કરી વીજ ઉત્પાદન, સિંચાઈ તા ઔદ્યોગીક અને પીવાના પાણીની વ્યવસ કરતી યોજના એટલે કલ્પસર યોજના. આ યોજના હેઠળ ૩૦ કિ.મી. લાંબો ડેમ બનાવવામાં આવશે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ શે. પરિણામે દુનિયાનું સૌથી મોટુ ચોખ્ખા પાણીનું સરોવર રચાશે. ડેમ પર ૧૦ માર્ગીય રસ્તો અને રેલવે ટ્રેક પણ બનશે જેનાી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર સદંતર ઘટી જશે.આ સરોવરમાંથી ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડી શકાશે. સૌરાષ્ટ્રનો ભૌગોલીક વિસ્તાર ઉંધી રકાબી જેવો હોવાના કારણે નર્મદાનું પાણી પમ્પીંગી લાવવું પડે છે. જો કે, કલ્પસરમાં આ પ્રકારની મુશ્કેલી નડશે નહીં. કુદરતી રીતે જ પાણીનું પ્રેસર ઉભુ શે અને પાણી દરેક જિલ્લામાં પહોંચાડી શકાશે.
રૂપાણી સરકારે કલ્પસર યોજનાનો વિગતવાર પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવા તૈયારી કરી
સૌરાષ્ટ્રના જળ સંકટને કાયમી ધોરણે ખાળવા કલ્પસર અગત્યનો ભાગ ભજવશે
કલ્પસરની ખાસીયતો
દહેજ અને ભાવનગર સીવાય નવા પોર્ટ પણ વિકાસ પામે તેવી સંભાવના
ડેમની લંબાઈ ૩૦ કિ.મી. પહોળાઈ ૧૦૦ મીટર
જળાશયનો વિસ્તાર ૨૦૦૦ ચો.કિ.મી.
પાણીનો સંગ્રહ ૧૦૦૦ કરોડ ઘન મીટર
વિદ્યુત ઉત્પાદન ૫૮૮૦ મેગાવોટ (અંદાજે)
સિંચાઈ ૧૦.૫૪ લાખ હેકટર વિસ્તાર અને ૬૦ ડેમ કાયમી ધોરણે ભરી શકાય
કલ્પસર યોજનાના મુખ્ય ફાયદાઓ
પવન ઉર્જા અને સૂર્ય ઉર્જાનું ઉત્પાદન તેમજ માછલા ઉદ્યોગને વેગ મળશે
દુનિયાનું સૌી મોટું ચોખ્ખા પાણીનું કૃત્રિમ સરોવર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મળશે પીવા તા સિંચાઈનું પાણી
રાજયના ૬૦ જેટલા ડેમ હંમેશાને માટે ભરી દેવાશે
ભાવનગરી સુરત વચ્ચેના અંતરમાં ૨૦૦ કિ.મી.નો ઘટાડો
દહેજ અને ધોલેરા જેવા ઔદ્યોગીક વિસ્તારને પણ લાભ
સૌરાષ્ટ્રની નદીઓ પુન: વહેતી કરાશે