ક્રિકેટ વિશ્ર્વમાં ભારે રોમાંચ જગાવનારી શારજાહ ખાતે ૪ નવેમ્બરથી શરૂ થનારી જીયો વુમન ટી-૨૦ ચેલેન્જના હેડ કોચ તરીકે સૌરાષ્ટ્રનું હીર ગણાતા નંદીતા અઢીયાની નિમણૂંક કરવામાં આવી છે. શારજાહ ખાતે ૪ થી ૯ નવેમ્બર દરમિયાન યોજાનારી ટી-૨૦ ચેલેન્જમાં નંદીતા અઢીયાને હેડ કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મહિલા ટીમના હેડ કોચ શ્રીમતી નંદીતા અઢીયાને તેલબ્રેઝરના હેડ કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. નંદીતા બીસીસીઆઈના બીજા ક્રમના કોચ અને ખેલાડી તરીકે સારી નામના ધરાવે છે. ભારતીય રાષ્ટ્રીય મહિલા ટીમના શ્રીમતી સ્મૃતિ માનધન તેલબ્રેઝરના કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહે બીસીસીઆઈને મહિલા ટી-૨૦ ચેલેન્જના આયોજન અને પ્રોત્સાહનને આવકાર આપી જણાવ્યું હતું કે, આ આયોજન ભારતીય મહિલા ક્રિકેટને નવી પ્રતિભાઓ આપવામાં નીમીત બનશે. વર્તમાન સમયમાં ટી-૨૦નું ફોર્મેટ ક્રિકેટ જગતમાં ખુબજ લોકપ્રિય બનતું જઈ રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે આ ટૂર્નામેન્ટ ખુબજ સફળ અને અમે હૃદયપૂર્વક નંદીતા અઢીયા અને તેની તેલબ્રેઝર ટીમ સૌથી સર્વશ્રેષ્ઠ પરર્ફોમન્સ અને ફાઈનલમાં વિજેતા બને તેવી શુભેચ્છા જયદેવ શાહે વ્યકત કરી હતી.