સ્પોર્ટ્સ બાઈક શોખીનો માટે
મેડ ઈન ઈન્ડિયા ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઈક અનેક ફિચર્સ સાથે ઉપલબ્ધ: ફ્રેમ ટુ એપ્રૂડ અંતર્ગત ટોર્ક ઇલેક્ટ્રિક બાઇકમાં સબસિડી પણ મળી રહેશે
સૌરાષ્ટ્ર અને કચ્છના સ્પોર્ટ્સ બાઈકના રસિકો માટે હવે ઇલેક્ટ્રિક બાઈકનો વિકલ્પ પણ મળી રહેશે. જેના માટે મેડ ઈન ઈન્ડિયા ટોર્ક ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઇકના બે શોરૂમનો દબદબાભેર શુભારંભ થયો છે. રાજકોટમાં અયોધ્યા ચોક ખાતે અને ગોંડલ રોડ પર સત્યવિજ્ય આઈસ્ક્રીમ પાસે ટોર્ક શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગે આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સિદ્ધિવિનાયક વેહિકલના ભાગીદાર નીરજભાઈ ગજ્જર અને ટોર્ક કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફક્ત રાજકોટ નહિ પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ ભરના સ્પોર્ટ્સ બાઈક રસિકો માટે હવે ઇલેક્ટ્રિક વિકલ્પ પણ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજી સાથે ટોર્ક મોટર્સના બે શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ટોર્ક કંપનીના ઇલેક્ટ્રિક બાઇકમાં ત્રણ મોડ આપવામાં આવ્યા છે. જેમાં સ્પોર્ટ્સ મોડમાં બાઈક 85 કિલોમીટર તો સિટી મોડમાં બાઈક 105 કિલોમીટર ચાલશે જ્યારે ત્રીજા મોડમાં બાઈક 125 કિલોમીટર ચાલશે. આ સ્પોર્ટ્સ બાઈકની બેટરી ચાર્જ કરવામાં ચાર કલાક જેટલો સમય લાગશે. જેમાં સરકાર દ્વારા સબસિડી પણ મળવા પાત્ર રહેશે. ભવિષ્યમાં ઈંઘણની સમસ્યા સામે હવે ઇલેક્ટ્રિક વાહનોનું જ ભવિષ્ય આવશે તેવું નીરજભાઈ ગજ્જરએ જણાવ્યું હતું.
ફ્રેમ ટુ એપ્રુડ વ્હિકલ હોવાથી સબસિડી પણ મળી રહેશે: નીરજભાઈ ગજ્જર
ટોર્ક કંપનીની સૌરાષ્ટ્રની સૌપ્રથમ ડીલરશીપ લેનાર સિદ્ધિવિનાયક મોટર્સના ભાગીદાર નીરજભાઈ ગજ્જર દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ટોર્ક મોટર્સની સૌરાષ્ટ્રની સર્વપ્રથમ અને ગુજરાતની બીજી ડીલરશીપ છે. જેમાં રાજકોટમાં અયોધ્યા ચોક પાસે અને ગોંડલ રોડ પર એવી રીતે બે શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટોર્ક મોટર્સ ન્યુ જનરેશન ફોર્મ છે. તેના ફાઉન્ડર કપિલ શિલ્કે દ્વારા કોલેજ સમયથી જ ઈલેક્ટ્રીક બાઈક ડિઝાઇન કરવાનો શોખ ધરાવે છે. જેને દેશ વિદેશમાં અનેક રેસિંગના એવોર્ડ જીત્યા છે તેમની આ ઈલેક્ટ્રીક બાઈકની ડિઝાઇન સાથે ભારત ફોર્જ કંપની દ્વારા ટાયઅપ કરીને પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.
ટોર્ક મોટર્સની સૌરાષ્ટ્રની પહેલી ડીલરશીપનો પ્રારંભ: વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ વર્મા
પત્રકાર પરિષદમાં ટોર્ક મોટર્સના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ વર્માએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સ્પોર્ટ્સ બાઈકના ચાહકો માટે હવે ટોર્ક ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ બાઈક લાવ્યું છે. જેના શોરૂમના શુભારંભ પર નીરજભાઈ અને અશોકભાઈને અભિનંદન પાઠવ્યા હતા. ટોર્ક મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ છે જે ઇલેક્ટ્રિક સેગમેન્ટ માટે તદન આધુનિક ટેકનોલોજીયુક્ત છે.
ટોર્ક કંપનીના ઇલેક્ટ્રિક બાઈકમાં વિશાળ રેન્જ અને સારી કેપીસિટી પણ જોવા મળે છે. જેમાં બે સભ્યો ખૂબ સારી રીતે સફર કરી શકે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. તેમજ બાઈકનું બેટરી પેક ટોર્ક કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે તદન આધુનિક અને મજબૂત છે. ટોર્ક કંપનીના ઇલેક્ટ્રિક બાઇકમાં ખાસ તેની સ્પોર્ટ્સ ડિઝાઇન પર ધ્યાન રાખવામાં આવ્યું છે. જેથી ઇલેક્ટ્રિક બાઇકમાં પણ ચાલકને સ્પોર્ટ્સ બાઈકની ફિલિંગ આવશે.