ગ્રાન્ડ ઠાકર પેલેસમાં ટ્રાવેલ્સ, ટુરિઝમ એન્ડ એકસ્પોના ૪૦થી વધુ સ્ટોલમાં મુસાફરીના શોખીનો માટે અનેક વિકલ્પ: આવતીકાલે છેલ્લો દિવસ
ગ્રાન્ડ ઠાકર પેલેસમાં ટ્રાવેલ્સ, ટુરીઝમ એન્ડ હોટેલ્સ એકઝીબીશનનું તા.૫ સુધી એમ ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. અહીયા વિવિધ ૪૦ જેટલા ટુર્સ ટ્રાવેલ્સ કંપનીના સ્ટોલ રાખવામાં આવ્યા છે. ટુર ટ્રાવેલ્સ એજન્ટો દ્વારા ટુર પેકેજ અને પ્રવાસ માટેના સ્થળોનું વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. આ એકસ્પોમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અમારી પાસે ૧૭૫૦૦થી લઈ દોઢ લાખ સુધીનાં પેકેજ: દિલીપભાઈ મસરાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લીમીટેડના દિલીપભાઈ મસરાનીએ જણાવ્યું કે જન્માષ્ટમી સીઝનની અંદર મેઈન અમે લોકો ડોમેસ્ટીકમાં કેરેલા અને ઈન્ટરનેશનલમાં ઘણાબધા પેકેજ છે. ફારીસ, દુબઈ નવું એક ડેસ્ટીનેશન કીરગીસ્તાન બ્રિસ્કેક ત્યાં તેનો આખો પેકેજ પેક થઈ ગયો છે. તે ફેમીલી ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવ્યું છે. અમારા પેકેજીસ સ્ટાટ થાય છે ઈન્ટરનેશનલ ૬૦,૦૦૦થી ૧,૫૦,૦૦૦ સુધી અને ડોમેસ્ટીક પેકેજ ૧૭૫૦૦ થી ૪૦૦૦૦ જે ગ્રુપ ડિપાર્ચ છે. ખાસ કરીને વાત કરીએ તો રાજકોટની જનતાને એવી પ્લેસ પર જવું હોય છે કે જયાં ફન, સ્ટે, કંફટેબલ, અને એન્ટેનમેન્ટ બધી જ વસ્તુનો સમનવય હોય અને ખાસ તેના ફેન્ડસર્કલ સાથે હોય તેવા ડેસ્ટીનેશન લોકો વધારે પ્રિફર કરે છે. વધુ જણાવ્યું કે ગ્રાહકએ અમારા માટે કિંગ છે. અમે કહીએ છીએ કે મેઈન ઈન અવર ટુ એન્ડ બી અ પાર્ટ ઓફ ફેવરીટ ફેમેલી કસ્ટમર એક વખત જોઈન કરે છે. એટલે તે અમારા માટે ભગવાન છે. તેની કોઈ પણ પ્રકારની જ‚રીયાત પૂરી કરીએ છીએ સૌરાષ્ટ્રમાં અમારી ટુર જ એવી છે કે અમારા બધા ગ્રુપ ડિપાર્ચર અમારા ફેમેલી મેમ્બર જ એસકોટ કરે છે. અમે કોઈ પ્રોફેશનલ ટુર મેનેજરની સર્વીસ લેતા નથી એટલે અમને બધાને ખબર છે કે અમારે શું આપવું છે. જો કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ થાય તો અમે ઘરના ૬ વ્યકિત એકબીજાના કોન્ટેકમાં હોય અને સોલ્યુશન લઈ આવીએ.
સ્પોટ બુકીંગ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ: કલ્પેશભાઈ સાવલીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન સ્ટેલી ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેય લીમીટેડના ક
લ્પેશભાઈ સાવલીયાએ જણાવ્યું કે અમે લોકો સ્પેશ્યલી દુબઈ, થાઈલેન્ડ, બાકુ તથા સમ યુરોપીયન ક્ધટ્રીઝના સ્પેશ્યાલીસ્ટ છીએ. જો કોઈ અહીયા સ્પોટ પર બૂકીંગ કરાવે તો તેને અમે સ્પેશીયલ ૫% જેટલુ ડિસ્કાઉન્ટ રાખેલ છે. અત્યારથી દિવાળીના વેકેશનમાં અમારે ઓલ મોસ્ટ ૭૦ થી ૮૦% બુકીંગ ફૂલ થઈ ગયું છે. કારણ કે રાજકોટની પબ્લીક એડવાન્સ બુકીંગ કરવામાં માને છે. જેથી કરીને સસ્તુ પણ પડે અને સારા ઓપશન મળી રહે. સ્પેશ્યલ થાઈલેન્ડ, દુબઈ અને નવા ડેસ્ટીનેશનમાં બાકુ, અલમાઈટી વગેરે જગ્યાનો કેઝ દિવસેને દિવસ વધતો જાય છે. તે ટ્રેડીશનલ પેકેટ જેવા કે સિંગાપોર, મલેશિયા, પાઈલેન્ડ તેનાથી વધારે કરીને યુરોપીયન ક્ધટ્રીઝ તરફ રાજકોટના સૌરાષ્ટ્રના પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત થયું છે. અમે તેઓને ગુજરાતી ફુડ પ્રોવાઈડ કરીએ છીએ જૈન લોકો માટે જૈન ફુડ સ્પેશ્યલી ગુજરાતીને છાશ વગર ચાલતુ નથી તો તેથી અમે છાશ સહિતનું બધુ ગુજરાતી ફુડ પ્રોવાઈડ કરીએ છીએ. અમારા પેકેજીસમાં બોડમાં થાઈલેન્ડથી સ્ટાટ થાય તો ૩૫૦૦૦થી અને યુરોપ સુધી પહોચે તો ૨ કે ૨.૫૦ લાખ સુધીનું પેકેજ થઈ જતું હોય છે. અમારા ટુર્સની સ્પેશ્યાલીટી સર્વીસની અને ફુડની છે. અમા‚ એવું માનવું છે કે અમારા પેસેન્જરની કમપલેઈન ન હોવી જોઈએ કે ફૂડમાં ન મજા આવી કે કાર લેવા મોડી તેમને કોઈ પણ જગ્યાએ હેરાન ન થવું પડે એ વસ્તુ અમારા માટે મહત્વની છે. અમારા માટે કેટલા પેસેન્જર કરવા તે અગત્યનું પરંતુ જેટલા પેસેન્જર અમે કરીએ તેને પૂરી સર્વીસ આપીએ તેજ અમારા માટે અગત્યની છે.
અમે સૌથી કિફાયતી રેટમાં સારામાં સારી સર્વિસ આપીએ છીએ: અભિનવ પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન ફેસ્ટીવ હોલીડેના ઓનર અભિનવ પટેલે જણાવ્યું કે અમારા ટીટીએચ એકસ્પો ૨૦૧૮ ની અંદર ફેસ્ટીવ હોલી ડે અમારી કંપની છે.
લોકોને અવનવા ડેસ્ટીનેશનની જાણ થાય અને ઓફર્સ મળે તે હેતુથી અમે સ્ટોલ કરીને બધા જ લોકોને આમંત્રણ આપી છીએ કે તમામ લોકો એકઝીબીશનમાં પધારો વધુમાં જણાવ્યું કે અમારા પેકેટમાં ડોમેસ્ટીકમાં જોવા જઇએ ગોવા, કેરાલા, આ બન્ને ડેસ્ટીનેશનલ એવા છહીે જન્માષ્ટમી અને દિવાળી બંન્નેમાં લોકો જઇ શકે. અને ઇન્ટરનેશનલમાં સિગાપુર, મલેશીયા, થાઇલેન્ડ વીથ ડ્રીમ, ક્રુઝ, દુબઇ, બાલી વગેરે ડેસ્ટીનેશન છે. જેની અમે સેવા આપીએ છીએ આ ટુર્સની ખાસિયત એ છે કે સૌથી સારામાં સારા રેઇટસ અને સારામાં સારી સર્વિસ જનરલી ફોર સ્ટાર્સ હોટેલ સિગાપુર એરલાઇન્સ, ડ્રીમ ક્રુઝ આ બધુ યુઝ કરીએ ૩ સ્ટાર હોટલ સાથે પેકેજીસ વેંચતા હોય તેમાં અમે ફરો સ્ટાર હોટેલસ એન્ડ સિગાપુર એરલાઇન્સ બધી પ્રિમીયમ વસ્તુઓ આપીએ છીએ. એક નવી વસ્તુ આ ડિપાચર્સમાં ખેડ કરી છે. જન્માષ્ટમીમાં આપણે બહારગામ જઇએ ત્યારે સૌરાષ્ટ્રની પબ્લીકને છાશ વગર થોડી તકલીફ પડે તેવું અમે અનુભવ્યું પહેલા ડિપાચર્સમાં એટલે આ વખત જમવાની સાથે એક ગ્લાસ છાશ પર પર્સન આપીશું. જે ફિઓફ કોસ્ટ છે અમને રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાનો છેલ્લા બે વર્ષમાં માેટી સંખ્યામાઁ સ્પોર્ટ મળ્યો છે. અને પેપરમાં એક જાહેરાત મુકીને લોકો અમારા પર વિશ્ર્વાસ કર્યો જે લોકો ફરીને આવ્યા તે લોકો પણ ફરીથી જોડાવા ઇચ્છતા હોય છે તેથી અમે લોકોનો આભાર માનીએ છીએ જેઓએ અમારા પર ભરોસો મુકયો હજુ પણ ઘણા લોકો પાસેથી અપેક્ષા છે કે અમારી સારામાં સારી સર્વિસીસનો ઓછામાં ઓછા રેટથી લાભ લે.
કસ્ટમાઈઝ ટુર અમારી સ્પેશિયાલીટી: કેયુરભાઈ ગોંડલીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના કેયૂરભાઈ ગોંડલીયાએ જણાવ્યું કે અમારી એકસ્પટાઈઝ યુરોપમાં છે. જેવા કે સ્પેઈન ગ્રીસ, ચેક રી પબ્લીક ક્રોએશિયા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડના વગેરે પેકેજ કરીએ છીએ જે અમારી સ્પેશ્યાલીટી કસ્ટમાઈઝ ટુર્સમાં છે.
અમારા ટુર્સની વિશેષતા એ છેકે અમે સારી સર્વીસ આપી શકીએ તેવો અમારો એઈમ છે.
અત્યારે અમે વધારે પડતા કોર્પોરેટર કલાઈન્ટસ ને હેન્ડલ કરીએ છીએ ટીટીએચ એકસ્પો થકી અમે જનરલ માર્કેટમાં બધા કલાઈન્ટ ને હેન્ડલ કરી શકીએ અને સોરી સર્વીસ આપી શકીએ તે માટે અમે એકસ્પોમાં પાર્ટીસીપેટ કર્યું છે.
યુરોપની ટુર્સ હોય તો તે માટે અમે ત્યાં ઘણા બધા ઈન્ડિયન રેસ્ટોરન્ટના વિકલ્પ આપેલ છે. તો તે લોકોને ત્યાં ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં લંચ અને ડિનર માટે કુપન આપીએ છીએ. જેથી કરીને તેઓને ઈન્ડિયન ફૂડનો લાભ મળી શકે. વધુમાં જણાવ્યું કે આવા ટુર્સ એકસ્પો થવા જોઈએ. કારણકે માણસોને અવેરનેશ આવે કે ભારત સિવાય ઘણા બધા સ્થળોએ ફરવા જવું છે. નવા નવા ડેસ્ટીનેશનની જાણકારી મળે.
અમારા કલાઈન્ટ રેફરન્સ બેઈઝ છે: દ્વિરાંગ ધંધૂકીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન ટ્રાવેલ હોલીક હોલીડેના દ્વિરાંગ ધંધૂકીયાએ જણાવ્યું કે અમે મેજોરીટી ઈન્ટરનેશનમાં ફારીસ્ટ સાઈઝ વધારે પેકેજીસ કરીએ છીએ જેવાકે સિંગાપૂર, મલેશિયા, થાઈલેન્ડ હોગકોંગ મકાઉ, સાથોસા બાલી પણ શ‚ કરવા જઈ રહ્યા છીએ. રાજકોટનું કહું તો કર્મભૂમી જ મારી રાજકોટ છે. રાજકોટની જનતાનો સારો એવા સપોર્ટ મળ્યો છે. બે વર્ષમાં ટ્રાવેલ્સ હોલીક હોલીડેમાં સા‚એવું પર્ફોમન્સ કરીને અત્યારે વન ઓફ ધ બેસ્ટ ટ્રાવેલ એજન્સી બની ગયા છીએ. અમારા ટુર્સની વિશેષતા કહુ તો અમા‚ જે કલાઈન્ટ બેઈઝ છે. તે વધારે પડતા રેફરન્સ બેઈઝ હોય છે કે કારેક આપણે વ્યકિતનો રેફરન્સ આપતા હોય તો આપણને તેના પર વધારે ટ્રસ્ટ હોય ત્યારે જ આપણો રેફરન્સ આપતા હોય છે. આપણી સર્વીસ જોઈને ગ્રાહકો એટ્રેક થતા હોય છે. ફૂડની વાત કરીએ તો રાજકોટની જનતા કાઠીયાવાડી મળતુ હોય તો તેઓ વધારે પ્રીફર કરતા હોય છે. આપણે ટ્રાઈ કરીએ કે સીંગાપોર, મલેશિયા બધી જગ્યાએ આપણુ ગુજરાતી ફૂડ મળી રહે અમારી સર્વીસ ઈન્ડસ્ટ્રીઝ છે તેથી કાંઈકને કોઈબી જગ્યાએ કાંઈક લેફટ રહી જવાનો જ છે. કારણ કે માણસ છે. તો તેનાથી જ ભૂલ કયારેક થઈ શકે તો આપણે ટ્રાઈ કરીએ છીએ કે ઓન ધ સ્પોટ સોલ્યૂશન કરી શકીએ.
મનગમતું ફૂડ મળે તેની ખાસ તકેદારી રાખીએ છીએ: મેહુલ ઠાકર
નેકસ્ટ વર્લ્ડ હોલીડેના સેલ્સમેનેજર મેહુલ ઠાકરે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ વખતે દિવાળીમાં મલેશિયા, સીંગાપુર, વિધ ક્રુઝ, હોંગકોંગ, મકાઉ સેન્જન, ઉપરાંત એક નવુ ડેસ્ટીનેશન સીગાપૂર, બાલી, બેંકકોક લાવ્યા છે.
ખાસ તો ટ્રાવેલીંગ અને ટુરિઝમમાં લોકોનો ઉત્સાહ વધ્યો છે. અને બુકીંગ પણ વધતા જાય છે. ખાસ તો ફેમીલીઝ પણ ખૂબજ સારીતે ઈન્ટ્રસ્ટેડ છે. અને આફ્રીકા ટુર, યુરોપ ટુર થાય છે.
તેમાં કલાયન્ટની જ‚રીયાત પ્રમાણ તમામ સુવિધાઓ આપવામાં આવે છે. ખાસ તો સંપૂર્ણ પણે ગુજરાતી અને કાઠીયાવાડી ફૂડ મળી રહે તેવી તકેદારી રાખવામા આવે છે.
સૌરાષ્ટ્રમાંથી પણ તેમને સારો એવો પ્રતિસાદ મળે છે. અને સૌરાષ્ટ્રનાં ટ્રાવેલ એજન્ટ તેમને ખૂબજ સહાય આપે છે. તેવું જણાવ્યું ખાસ તો રાજકોટ ટુ રાજકોટનો ટુરમાં ખીચડી, કઢી, છાસ જેવી પણ સુવિધાઓ આપવામાં આવે છે.
તેમની ખાસીયત એ છે કે તેઓ ટ્રાવેલ મેનેજર સાથે રાખે છે. અને સર્વીસીસ લોકોનાં ફેવરમાં આપવામાં આવે છે.
સૌરાષ્ટ્રની જનતાનો પ્રતિસાદ ૧૦ ઓગષ્ટ બાદ જનરેટ થશે: વિશાલ લાઠીયા
કેશવી ટુર્લ્સ એન્ડ ટ્રાવેલ્સનાં માલીક વિશાલ લાઠીયા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ડોમેસ્ટીક પેકેજમાં અત્યારે સિમલા, મનાલી, ગોવા, અને કેરલા છે.
ઈન્ટરનેશનલમાં દુબઈ, થાઈલેન્ડ, સીંગાપોર, મલેશિયા, શ્રીલંકા છે. કેશવી ટુલ્સ એન્ડ ટ્રાવેલ્સની ખાસીયત એ છેકે રાજકોટથી રાજકોટ સ્લીપર બસ પ્રોવાઈડ કરે છે.
ખાસ તો ગુજરાતની બહાર જઈને પણ કાઠીયાવાડી સ્વાદ મળી રહે તે માટે પૂરી તકેદારી રાખવામાં આવે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતામાં પ્રતિસાદ ૧૦ ઓગષ્ટ બાદ જનરેટ થશે.
ટૂર દરમિયાન જે કોઈ પણ બનાવ બને તેની જવાબદારી તેઓ પોતે જ લેતા હોય છે. આ પ્રકારનાં એકસ્પો થવા જ જોઈએ કારણ કે તે સૌરાષ્ટ્ર માટે બેસ્ટ છે.
ખાસ તો પબ્લીકને જાણકારી મળે તો લોકો માટે એ બાબત સારી છે. કે બુકીંગ માટે અમદાવાદ સુરત ન જવું પડે રાજકોટમાં જ કામ થઈ જાય. સાથોસાથ પૂરતુ માર્ગદર્શન અને નોલેજ પણ મળી રહે.