Abtak Media Google News

Table of Contents

સૌરાષ્ટ્રમાં અનેક તાલુકામાં સાંબેલાધાર વરસાદ થયો છે. રાજયમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગતરાતથી આજે વહેલી સવારે જુનાગઢમાં મેઘરાજાએ ભુકકા બોલાવ્યા હતા ગીરનાર અને માણાવદરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોવા તેવા દ્રશ્યો છે. મેઘરાજાની સતત પધરામણીથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખુડુતોમાં ખુશી હેલી જોવા મળી છે.

પોરબંદર જીલ્લામાં ગઇકાલે સવારેથી મેઘરાજા મન મૂકી વરસ્યા છે. પોરબંદરમાં 15 ઇંચ, કુતિયાણા 7.5 ઇંચ વરસાદ, રાણાવાવ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. હજુપણ સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

જુનાગઢમાં મેઘરાજાએ ભુકકા બોલાવ્યા હતા. ગીરનાર અને માણાવદરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. માણાવદરમાં આઠ ઇંચ વરસાદ ખાબકયો હતો. જુનાગઢમાં ધોધમાર વરસાદને પગલે દામોદર કુંડમાં પણ ભરપુર પાણીની આવક થઇ હતી તો બીજી તરફ ગઢડા તાલુકાના પીપરડી ગામે આવેલી સીતાપરી નદી બે કાંઠે વહેતી થઇ છે. જેના કારણે પીપરડીથી ઇગોરાળા જવાનો રસ્તો હાલ બંધ થયો છે. ઇંગોરાળા, સીતાપર લીબડીયા સહિતના ઉપરવાસના ગામોમાં સારો વરસાદ પડતા સીતાપરી નદીમાં ઘોડાપુર આવ્યું છે. જેથી ખેડુતોમાં હરખની હેલી જોવા મળી છે.

સાબરકાંઠા જીલ્લામાં રવિવારના રોજ દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ વચ્ચે એકાએક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી અને જીલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો

ગુજરાતમાં ચોમાસાની વિધિવત પ્રારંભ થયો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી જેમાં હિંમતનગર, ઈડર,ખેડબ્રહ્મા અને પ્રાંતિજ સહિતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો જેને લઈને જીલ્લાભરના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને આંશીક રાહત મળી હતી જીલ્લાના હિંમતનગર,ઈડર,ખેડબ્રહ્મા,પ્રાંતિજ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી જેમાં સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી જ્યારે આગમી દિવસમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યાં છે ત્યારે શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને પ્રિમોન્સૂનની પોલ ખુલી ગઈ હતી

દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઇ ટી.સી. પટેલ અને પોલીસ સ્ટાફની બિરદાવવા લાયક કામ ગીરી દ્વારા રૂપેણ બંદરના વિસ્તારમાં નીચાવાળા વિસ્તારમાં વરસાદના પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ધાંગધ્રા શહેરમાં ચોમાસાનો પહેલો વરસાદ અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર રાજકમલ ચોક શક્તિ ચોક જૂની સાકમારેક દરિયાલ મંદિર વાડીલાલ આઈસ્ક્રીમ ઝાલા ટોડ વગેરે મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા જેમાં વરસાદી પાણી થી સ્મિગ પુલ ની સ્થતી સજાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા માં માત્ર એક ઈચ જેટલો વરસાદ પડતા મુખ્ય વિસ્તારો થયા પાણી પાણી શહેરના શક્તિ ચોક સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરતા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી કામગીરી ઉપર ઉઠ્યા સવાલો બોપર ના સમયે માત્ર એક જ કલાકમાં અંદાજિત એક ઈંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેરના રાજકમલ , ચોક શક્તિ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયા સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો તથા રાહદારીઓ તથા સ્થાનિક દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ વિસ્તાર નિચાણ વાળો હોવાથી વરસાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારના પ્રક્ષ્ને યોગ્ય આયોજન બધ કામગીરી કરી નિકાલ કરવો જોઈએ જેથી વારંવાર થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે

બગસરાપંથકમાં મેઘમહેર ધીમીધારે એક એક ઈંચ વરસાદ પડ્યો તથા ગ્રામ્ય વિસ્તારમાં બે ઇંચ જેવો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો મહાલ જોવા મળ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઠંડક પ્રસરી છે ડેરી પીપરીયા માવજીંજવા બાલાપુર મોટા મુંજીયા સર રફાળા નાના મુંજિયા સર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે ત્યારે છેલ્લા દસ દિવસ થયા બફારો થતાં ઠંડક થતા લોકોમાં આનંદનો માહોલ છવાયો છે

વિસાવદર શહેરમા મેધરાજાની દે ધનાધન રાતમાં 175મિમિ એટલે કે સાત ઇંચ વરસાદપડ્યો મોસમનો કુલ 425મિમિ વરસાદ

વિસાવદરના શહેરી વિસ્તારમાં આજે અસહ્યય ગરમી અને ઉકળાટ બાદરાતના વરસાદ પડતાં લોકોને ગરમી માંથી રાહત મળીહતી ત્યારે વિસાવદરમાં સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર સવારે વાગ્યાં 8 સુધીમાં  175 મિલી વરસાદ પડ્યો સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસાર વહેલી સવારે 4વાગ્યાં થી 8વાગ્યાં સુધીમાં 157મિમિ એટલે કે છ ઇંચ વરસાદ માત્ર 4કલાક મા પડેલ હતો ભારેવરસાદ ને કારણે ધારી બાયપાસનું અંડર બ્રિજમા 4ફૂટ સુધીનું પાણીભરાય જતા અંડરબ્રિજબંધકરવામાં આવેલ હતો સત્તાવાર સૂત્ર ના જણાવ્યા અનુસાર મોસમનો કુલ 425મિમિ એટલે કે 16ઇંચ ઉપર વરસાદ પડતાં લોકોમાં ખુશી જોવા મળેલહતી વિસાવદર શહેર ના રસ્તા ઉપર નદીચાલુથયેલ હોય તેવા દ્રસ્ય જોવા મળેલ હતા ત્યારે વરસાદ પડતાં જગતના તાતના ચહેરા ઉપર ખુશી જોવા મળેલ હતી સત્તાવાર સૂત્રમાંથી જાણવા મળેલ હકીકત મુજબ ધીમીધારે વરસાદ પડતાં કોઈપણ જગ્યાઉપરમાલઢોર કે માનવની જાનહાની થયેલ નથી

જામજોધપુરમાં 1 થી વધુ ઇંચ વરસાદ તથા નરમાણા ગામ તેમજ આજુબાજુ સમાણા શેઠવડાળા વિસ્તાર સમાણા નરમાણા પંથકમાં ઘરોમાં પાણી ભરાયા આભ ફાટયા જેવી સ્થીત સર્જી હતી.

દ્વારકામાં સાત ઇંચ વરસાદ ગતરાત્રીથી વહેલી સવાર સુધીમાં સાત ઇંચ જેટલો અનાધાર વરસાદ ધીમી ધારે વરસ્યો હતો. સતત આખી રાત્રીના શાંત વરસાદથી દ્વારકાવાસીઓની પાણી સમસ્યા હળવી બની છે જયારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા શહેરીજનો અને ગ્રામીયો ભારે ગેલમાં આવી ગયા છે.

ગોમની નદીનો સંગમ કરાવે છે તેવા આ મંદિરમાં પાણી ફરી વળ્યા છે.

શહેરના મઘ્યમાં આવેલ હોટેલ અને વાણિજયના પોશ વિસ્તાર ભદ્રકાળી ચોક સુધી વરસાદને કારણે પાણી ભરતા મુશ્કેલી ઉભી થઇ રહી છે. પરંતુ પાલિકાએ વરસાદ પૂર્વ પ્રીમોન્સુનની કામગીરી ખુબ જ ચીવટ ભરી કરી હોય પાણીનો નિકાલ થવા જઇ રહો છે. આ ઉપરાંત પણ શહેર જલારામ મંદિર વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

જામનગર શહેર આજે મેઘરાજાએ હેત વરસાવ્યું છે, અને આજે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો, અને દોઢ ઇંચ પાણી પડી ગયું છે. તેમજ મેઘ સવારી અવિરત ચાલુ રહી છે. જામનગર શહેરમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા પછી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, અને સવારે 8.00 વાગ્યા થી 10.00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન 32 મીમી. વરસાદ નોંધાયો હતો, અને મેઘ સવારી અવિરત ચાલુ રહી છે. શહેરમાં પ્રથમ વખત મેઘરાજા મન મૂકીને વરસ્યા હોવાથી કેટલાક નગરજનો નાહવા માટે પણ નીકળી પડ્યા હતા મહાનગરપાલિકાના તંત્રની પોલ પ્રથમ વરસાદે જ ખુલી ગઈ હતી, અને શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા ની ફરિયાદો ઉઠાવા પામી હતી .

મોજ ડેમની સપાટી 30 ફુટે પહોંચી

ગત રાત્રે સમગ્ર વિસ્તારમાં શાંત રીતે પડેલા વરસાદને કારણે મોજ ડેમમાં ચાર ફુટ નવું પાણી આવ્યું છે. હાલ ડેમની સપાટી ર6માંથી 30 ફુટે પહોંચી ગઇ હતી ડેમ સાઇટ ઉપર રાત્રીથી સવાર દરમ્યાન ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે ડેમના સ્ત્રોત વિસ્તાર ભારે વરસાદ હોવાથી ડેમમાં પાણીની આવક થઇ છે. મોસમનો બે વરસાદમાં 10 ફુટ જેટલું નવું પાણી મોજ ડેમમાં આવતા શહેરીજનો અને ખેડુતોમાં ખુશી જોવા મળી હતી હતી.

ઉપલેટા નગરપાલિકાની સફાઇ ટીમ ચાલુ વરસાદે ઉતારતા ચીફ ઓફીસર

ઉપલેટા  પંથકમાં ગત રાત્રે વરસાદને શહેરમાં નીચાણ વાળા વિસ્તારમાં ગોઠણ ડુબ પાણી ભરાતા તેને કારણે શહેરમાં ગંદકી ફેલાવાની શકયતાને કારણે તાત્કાલીક ધોરણે ચીફ ઓફીસર નીલમ ઘેટીયાએ સફાઇ કામગીરી ટીમ શહેરમાં વિસ્તારમાં ઉતારી ચાલુ વરસાદે સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મોરબીમાં મચ્છુ-3 ડેમના એક દરવાજો એક ફુટ  ખોલતા હેઠવાસમાં ગામોને સાવચેત કરાયા

મોરબી શહેર સહિત ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સર્વત્ર વરસાદના પગલે મોરબીમાં સદુળકા પાસે આવેલ મચ્છુ -3 હાલ રૂલ લેવલ મુજબ ભરાય જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે, ત્યારે હેઠવાસમાં આવતા 21 ગામોને સાવધ કરવામાં આવ્યા છે.

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-3 સિંચાઇ યોજનાના અધિકારીઓ દ્વારા ચેતવણી સંદેશ જારી કરી જણાવવામાં આવ્યું છે કે મોરબીનો મચ્છુ -3 ડેમમાં રૂલ લેવલ મુજબ પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે. જેથી હાલ મચ્છુ – 3 ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે તો સિંચાઇ યોજનાના નીચાણવાસમાં આવતા ગામો જેમાં મોરબી તાલુકાના ગામો ગોર ખીજડીયા,વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા તેમજ માળિયા(મીં) તાલુકાના ગામો જેમાં દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર, ફતેપર એક કુલ 21 ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવી છે.

ઉપલેટા પંથકમાં મેધરાજાની જોરદાર બેટીંગ ઉપલેટામાં 8, લાઠમાં 9, નાગવદરમાં 6, ભાયાવદર પાનેલીમાં 4 ઇંચ: લાઠ ગામ સંપર્ક વિહોણુંં બન્યું

ઉપલેટા શહેરમાં આઠ ઇંચ નોંધાયો  ગત રાત્રીના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં 3 થી નવ ઇંચ વરસાદ પડી જતાં નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા હતા જયારે તાલુકાનું લાઠ ગામમાં ગતરાત્રીથી સવાર નવ વાગ્યા સુધીમાં નવ ઇંચ પાણી પડતા ગામમાં જવાના તમામ માર્ગ બંધ થઇ જતાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જયારે પાનેલી ગામે સાતવડી નદી બે કાંઠે આવી છે. પંથકના વરજોગ જાળીયા મેખાીબી નાગવદર, ઢાંક, ચરેલીયા વિસ્તારમાં ગતરાત્રીથી સવારના નવ વાગ્યા સુધી માં 6 ઇંચ વરસાદ વરસી ગયો છે. જયારે ભાયાવદર પંથકમાં પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ પડયો છે. વરસાદ દરમ્યાન પવન કે વિજળી નહિ હોવાથી નુકશાની થવા પામેલ નહોતી. પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચાલી નહિ શકવાને કારણે શહેરની તેમજ ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની સ્કુલો બંધ રહેવા પામી હતી. પાનેલી વિસ્તારમાં 3 થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

જયારે મોજ ડેમની સાઇટ ઉપર ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ડેમમાં ઉપર વાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક જોવા મળી રહી હતી જયારે વેણુ ડેમમાં પાણીની આવક નથી.

જયારે ઉપલેટા શહેરમાં આઠ ઇંચ જેવો વરસાદ વરસી જતા નીચાણ વાળા ઝકરીયા ચોક, ભાદર રોડ, નટવર રોડ, શહેરના રાજમાર્ગ રોડ ઉપર ગોઠણડુબ પાણી ભરાઇ ગયા હતા. પણ કયાંય નુકશાનીના અહેવાલ જોવા મળી રહ્યા નથી. સમગ્ર પંથકમાં પ થી નવ ઇંચ વરસાદ નોંધાતા શહેરીજનો ખેડુતો ખુશ થઇ ગયા હતા. ખેતીને પણ આ વરસાદ લાભદાયક હોવાનું ખેડુતોએ જણાવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.