રણજી ટ્રોફીનો ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાય તેવી પ્રબળ સંભાવના
સૌરાષ્ટ્રની ટીમનો સતત બીજા વર્ષે રણજી ટ્રોફીના ફાઈનલમાા નિશ્ર્ચિત પ્રવેશ માનવામાા આવી રહ્યો છે. ફાઈનલ બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાય તેવી સંભાવના હાલ જણાય રહી છે.
બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાય રહેલી રણજી ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રના સુકાની અર્પીત વસાવડાએ ટોસ જીતી ફિલ્ડીંગ ભરવાનો નિર્ણય લીધો હતો. સુકાની મયંક અગ્રવાલની બેવડીસદીની મદદથી કર્ણાટકની ટીમે પ્રથમ દાવમાં 407 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે સુકાની અર્પીત વસાવડાની અણનમ સદી અને શેલ્ડન જેકશનની આક્રમક સદીની મદદથી ત્રીજા દિવસની રમતના અંતે ચાર વિકેટના ભોગે 364 રન બનાવી લીધા છે.
હવે સૌરાષ્ટ્રની ટીમ કર્ણાટકના પ્રથમ દાવથી માત્ર 43 રન પાછળ હતું . સૌરાષ્ટ્રના હાથમાં હજી છ વિકેટો છે. આ ઉપરાંત સદીવીર સુૂકાની અર્પીત વસાવડા 112 રન સાથે દાવમાં છે અને ઓલ રાઉન્ડર ચિરાગ જાની 19 રન સાથે દાવમાં હતા.ચોથા દિવસની રમતના આરંભે સૌરાષ્ટ્રની ટીમે લીડ મેળવી લીધી છે ઓલ રાઉન્ડર પ્રેરક માંકડ અને પાર્થભૂત હજી દાવમાં આવવાનાં બાકી છે.જો સેમી ફાઇનલ ડ્રો માં જશે તો પ્રથમ દાવની લીડના આધારે સૌરાષ્ટ્રની ટીમનો સતત બીજા વર્ષે રણજી ટ્રોફીના ફાઈનલમા પ્રવેશ નિશ્ચિત મનાય રહ્યો છે.
કર્ણાટક અને સૌરાષ્ટ્ર વચ્ચેનો સેમીફાઈનલ મેચ ડ્રોમાં પરિણમી તે લગભગ ફાઈનલ છે.આવામા પ્રથમ દાવની લીડના આધારે બેપૈકી કોઈ એક ટીમનો ફાઈનલમાં પ્રવેશ થશે સૌરાષ્ટ્રની ટીમને લીડ મેળવવા માટે વધુ 44 રન બનાવવાની આવશ્યકતા હતી જે દિવસના આરંભે પુરી થઇ ગઇ છે હજી છ વિકેટો અકબંધ હોય સૌરાષ્ટ્ર તોતીંગ લીડ સાથે મેચ પર પકડ બનાવી લેશે અને બીજા વર્ષે ફાઈનલમાં પ્રવેશ કરી લેશે તે નિશ્ચિત બની ગયું છે.
ચેતેશ્ર્વર પુજારા અને જયદેવ ઉનડકટ જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં સૌરાષ્ટ્રની ટીમ એક સ્પીરીટ સાથે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ રમી છે. કવાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલમાં ટીમનું પ્રદર્શન ખરેખર શાનદાર રહ્યું છે. અન્ય એક સેમિફાઈનલ મેચ બંગાળ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાય રહ્યો છે.જેમાં બંગાળની ટીમ મજબુત સ્થિતિમાં હોય તેનો ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત મનાય રહ્યો છે. રણજી ટ્રોફીનો ફાઈનલ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાય તેવા સંજોગો હાલ વર્તાય રહ્યા છે.