રાજકોટ શહેર- જિલ્લામાં 734 કેસ : બોટાદ જિલ્લામાં સૌથી ઓછા 18 કેસ નોંધાયા
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2277 જેટલા કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 734 થઈ ગઈ છે.જો કે સામે બોટાદમાં રાહત જોવા મળી છે. અહીં સૌથી ઓછા 18 કેસ નોંધાયા છે.
રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13804 કેસો સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 5618 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રની સ્થિતી જોઈએ તો સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 2277 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ રાજકોટ જિલ્લાના છે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 626 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 93 કેસો નોંધાયા છે. આમ કુલ 734 કેસ નોંધાયા છે. સામે શહેરમાં 542 અને ગ્રામ્યમાં 119 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે કોરોનાને નાથવા શહેરમાં 2819 અને જિલ્લામાં 2064 લોકોનું વેકસીનેશન પણ કરવામાં આવ્યું છે.
જામનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 354 અને ગ્રામ્યમાં 253 મળી કુલ 607 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 125 અને ગ્રામ્યમાં 200 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સામે શહેરમાં 1872 અને જિલ્લામાં 2799 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. આવી જ રીતે ભાવનગરની સ્થિતિ જોઈએ તો શહેરમાં 166 અને ગ્રામ્યમાં 136 કેસ નોંધાયા છે. શહેરમાં 125બઅને ગ્રામ્યમાં 200 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં 1872 અને જિલ્લામાં 2799 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં 108 અને ગ્રામ્યમાં 110 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 75 અને જિલ્લામાં 120 લોકો ડિસ્ચાર્જ થયા છે. શહેરમાં 674 અને જિલ્લામાં 2633 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કુલ 13804 કેસ નોંધાયા, 5618 દર્દીઓ ડિસ્ચાર્જ થયા : 1.42લાખ લોકોનું વેકસીનેશન
જ્યારે દેવભૂમિ દ્વારકામાં 40 કેસ નોંધાયા છે. 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 2968 લોકોને વેકસીન પણ અપાઈ છે. ગીરસોમનાથ જિલ્લામાં 85 કેસ નોંધાયા છે. 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અને 2817 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં 61 કેસ નોંધાયા છે. સામે 62 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 907 લોકોનું વેકસીનેશન કરાયું છે. અમરેલી જિલ્લામાં 87 કેસ નોંધાયા છે. 104 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2001 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 93 કેસ નોંધાયા છે. 27 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 986 લોકોને વેકસીન આપવામાં આવી છે.
બોટાદ જિલ્લામાં 18 કેસ નોંધાયા છે. 26 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સામે 188 લોકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે પોરબંદર જિલ્લામાં 32 કેસ નોંધાયા છે.સામે 7 દર્દી ડિસ્ચાર્જ થયા છે અને 1265 લોકોને વેકસીન પણ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ મહામારીમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. કોરોનાનો કહેર વણથભ્યો કહેર રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં અધધધ 5411 કેસ નોંધાયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 2176 કેસો નોંધાયા છે. આખા રાજ્યમાં કેસ 13804 થઈ ગયા છે
ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળી રહ્યો નથી. કેસની સંખ્યા દરરોજ નવા રેકોર્ડ નોંધાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 13,804 નવા કેસ નોંધાયા છે. જ્યારે 5618 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. જ્યારે 142 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 6019 પર પહોંચી ગયો છે.રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,00,128 પર પહોંચી ગઈ છે. જેમાંથી 384 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 99,744 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,61,493 લોકોએ કોરોના સામે વિજય મેળવ્યો છે. રાજ્યનો રિકવરી રેટ 77.30 ટકા જેટલો છે.અમદાવાદ અને સુરત એમ બંને મોટા શહેરો કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. અમદાવાદમાં દૈનિક કેસની સંખ્યા 5000 ઉપર નોંધાઈ રહી છે જ્યારે સુરતમાં દૈનિક કેસની સંખ્યા 2000ને પાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 5411 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 1248 દર્દીઓ સાજા થયા છે. 21 દર્દીઓએ કોરનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. સુરત શહેરમાં 2176 કેસ નોંધાયા છે અને 19 લોકોના મોત થયા છે. જ્યારે 858 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં અત્યાર સુધી કુલ 92,15,310 લોકોએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે જ્યારે 17,86,321 લોકોએ બીજો ડોઝ પૂરો કર્યો છે.