રણજી ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ટીમના ઓલરાઉન્ડર ખેલાડીઓનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી: જયદેવ ઉનડકટ

મેચ પૂર્વે સૌરાષ્ટ્ર ટીમ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ: ઓપનરોનું સારૂ પ્રદર્શન ટીમ માટે જરૂરી: ચેતેશ્ર્વર પૂજારા

ટીમનું મજબૂત પાસુ બોલીંગ, ત્યારે ચેતેશ્ર્વરની એન્ટ્રી ટીમના બેટીંગ માટે કારગર નિવડશે

રાજકોટના  ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌપ્રમ વખત રણજી ફાઈનલ મેચનું આયોજન ઈ જઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની ટીમ ચોી વખત ફાઈનલમાં પ્રવેશી છે. સૌરાષ્ટ્રની ટીમે પ્રમ સેમી ફાઈનલ મેચમાં ગુજરાતને માત આપી વટભેર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આગામી ૯મી માર્ચના રોજ ખંઢેરી ખાતે સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ જ્યારે ટકરાશે ત્યારે ફાઈનલ અત્યંત રસપ્રદ બની રહેશે. તેવું પણ માનવામાં આવી રહ્યું છે. હાલ સૌરાષ્ટ્રની ટીમમાં ચેતેશ્ર્વર પુજારાની વાપસી ટીમના મનોબળમાં અનેકગળો વધારો કર્યો છે. ત્યારે મેચ પૂર્વે સૌરાષ્ટ્ર ટીમ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

પત્રકાર પરિેષદમાં સૌરાષ્ટ્ર ટીમના હેડ કોચ કરશન ઘાવરી, કેપ્ટન જયદેવ ઉનડકટ તથા ચેતેશ્ર્વર પૂજારા ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે સુકાની જયદેવ ઉનડકટે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોઈપણ નોકઆઉટ મેચ ત્યારબાદ સેમી ફાઈનલ અને ફાઈનલ અત્યંત મહત્વપૂર્ણ બની રહેતા હોય છે. હા એ વાત સાચી છે કે, હોમ ટીમને તેનો ફાયદો મળતો રહે છે. પરંતુ પ્રેશર પણ સામે એટલું જ જોવા મળતું હોય છે. જયદેવ ઉનડકટે માહિતી આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ટીમ ચોી વખત ફાઈનલમાં પ્રવેશી છે ત્યારે ગત ફાઈનલ મેચમાં ૮ થી ૧૦  ખેલાડીઓ હાલની સીઝનમાં રમી રહ્યાં છે. જેથી ફાઈનલમાં રમવા માટેનો જે અનુભવ હોવો જોઈએ તે સૌરાષ્ટ્રની ટીમમાં પુરતા પ્રમાણમાં જોવા મળે છે. માત્ર ટીમ દ્વારા જે પણ ટુટી રહી ગઈ હોય તેને સુધારી ફાઈનલમાં સારી રમત રમવાની રહેતી હોય છે.

6 banna for site 1 1

વધુમાં ટીમના સુકાનીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ટીમ હરહંમેશ પોતાની સ્ટ્રેન્ ઉપર જ નિર્ભર રહ્યું છે. ત્યારે ફાઈનલમાં કોઈપણ પ્રતિસ્પર્ધી ટીમ હોય તે તેની યોગ્યતાને પુરવાર કરી ફાઈનલ સુધી પહોંચી હોય જેી ફાઈનલ મુકાબલો અતિ રોચક અને રોમાંચતી બની રહેશે. હાલ જે રીતે ટીમ પ્રદર્શન કરી રહી છે તેનાી ટીમનો ભરોસો અતુટ છે અને જે ખેલદિલીની ભાવના જોવા મળી રહી છે તેનાી આશા વ્યકત ઈ રહી છે કે ફાઈનલ સૌરાષ્ટ્રની ટીમ જીતી શકશે.

જયદેવ ઉનડકટે જણાવ્યું કે, દરેક ટીમમાં કોઈ કચાસ રહી જતી હોય છે ત્યારે હાલ સૌરાષ્ટ્ર ટીમમાં ઓપનરનું પ્રદર્શન ોડો ચિંતાનો વિષય છે પરંતુ ટીમમાં ચેતેશ્ર્વર પૂજારાની વાપસી બેટીંગ લાઈનને અત્યંત મજબૂત બનાવી દીધી છે. આ તકે ચેતેશ્ર્વર પૂજારાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, તેમના દ્વારા ઓપનરોને પણ અનેકવિધ સલાહ અને સુચનો આપ્યા છે અને ભરોષો વ્યકત કર્યો છે કે, ફાઈનલ મેચમાં ઓપનરો તેમનું યોગ્ય પ્રદર્શન કરી ટીમને વિજય અપાવવામાં સિંહફાળો આપશે.

સુકાની જયદેવ ઉનડકટે જણાવ્યું હતું કે, ખંઢેરીની વિકેટને કોઈપણ રીતે પારખી ન શકાય પરંતુ છેલ્લા સેમી ફાઈનલમાં જે રીતે વિકેટે ભાગ ભજવ્યો છે તેનાી એ વાત સ્પષ્ટ થાય છે કે, ભારતીય બોલરોને તેનો મહત્તમ લાભ મળી રહેશે. જ્યારે બીજી તરફ બંગાળના સ્પીનરો કચાસ  સૌરાષ્ટ્ર ટીમના સ્પીનરોને અત્યંત મદદરૂપ નિવડશે. હાલ બંગાળની ટીમમાં રીધ્ધીમન સહાની વાપસી તથા બંગાળની ટીમ મહદઅંશે મજબૂત દેખાઈ રહી છે ત્યારે ખરાખરીનો જંગ તો ૯મી માર્ચના રોજ જ જોવા મળશે. હાલ સૌરાષ્ટ્રની ટીમ જે રીતે ફાઈનલમાં પ્રવેશી છે ત્યારે ફાઈનલ જીતવાની પણ તેટલી જ દાવેદાર માનવામાં આવી રહી છે.

નવમી માર્ચના રોજ ખંઢેરી ખાતે રણજી ટ્રોફિનો ફાઈનલ મેચ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાવા જઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રની ક્રિકેટપ્રેમી જનતાને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા ઓપન ઈન્વીટેશન પાઠવી ફાઈનલ મેચ નિ:શુલ્ક નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી સૌરાષ્ટ્રવાસીઓ રણજી ફાઈનલ મેચનો ભરપુર લાભ ઉઠાવે અને સૌરાષ્ટ્ર ટીમને પ્રોત્સાહિત પણ કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.