સૌરાષ્ટ્રના ઉઘોગપતિઓને મુંબઇ સુધીની પુરતી ફલાઇટ મળતી ન હોય ૪૦૦ થી પ૦૦ કરોડનું નુકસાન થયાનો દાવો
સૌરાષ્ટ્રના ઉઘોગોના વિકાસ માટે એર કનેકટીવીટીની ખુબ જ આવશ્યકતા છે. રાજકોટ અને જામનગરએ વેપાર ઉઘોગના મુખ્ય શહેરો છે અને આ શહેરોમાંથી લગભગ દરરોજ બીઝનેસ માટે ટુર થાય છે. અને આ બન્ને શહેરોમાં ટુર્સ અને ટ્રાવેલ્સ નો વ્યવાસય પણ ઘણો મોટો છે. પરંતુ છેલ્લા ત્રણ મહીનામાં રાજકોટ, મુંબઇ રૂટની ફલાઇટ ઓછી થઇ જતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
મહત્વનું છે કે ત્રણ મહિના પહેલા રાજકોટ મુંબઇની ફલાઇટમાં દર અઠવાડીયે ૫૬૦૦ સીટ બુક થતી હતી પરંતુ હવે તેનું પ્રમાણ ઘટીને એક અઠવાડીયામાં ૬૬૦ શીટ બુક થાય છે આ અંગે રાજકોટની ટોપ ટ્રાવેલ એજન્સીના દિપક કારીઆએ જણાવ્યું કે, જામનગર-મુંબઇ રુટ પર અગાઉ ૧૪૪૦ સીટ દર અઠવાડીયે બુક થતી હતી જે હવે ૪૩૨ થઇ ગઇ છે. કેમ કે રાજકોટથી મુંબઇ -દિલ્હી ની ફલાઇટ નથી. પુરતી ફલાઇટ મુંબઇની ફલાઇટ નથી. પુરતી ફલાઇટ મુંબઇ ન જતાં સૌરાષ્ટ્રના ઉઘોગપતિઓને નુકશાની ભોગવવી પડે છે. લો એર કનેકટીવીટીના કારણે ૪૦૦ થી પ૦૦ કરોડની નુકશાની થઇ શકે છે. તેવું કહેતા મયુર શાહે ઉમેર્યુ કે, સૌરાષ્ટ્રનું રાજકોટ બીઝનેસ હબ છે અને તે આસપાસ ના ઘણા મોટા શહેરોને જોડે છે. જેમાં મોરબી, જુનાગઢ, જામનગરનો સમાવેશ થાય છે. અહીંથી મુંબઇ બિઝનેસ ટ્રીપ માટે જનારા લોકોની સંખ્યા પણ વધારે છે. પરંતુ પૂરતી એર કનેકટીવીટીના અભાવે લોકો બીઝનેસ ટ્રાવેલ કરવાનું માંડી વાળે છે. કાં તો તેનો અન્ય કોઇ રસ્તો કાઢે છે.
મહત્વનું છે કે જેટ એરવેજ દ્વારા સાત ફલાઇટ રુટમાં શરુ કરાઇ હતી. જે હવે વીકમાં ત્રણ દિવસ જ ઉપડતી હોવાથી વેપારીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. આ અંગે વધુ જણાવતા ગીર કલાઇમ્સના હોટલ મેનેજર રાકેશ સિંહે એ કહ્યું કે, પ૦ ટકા ટ્રાફીક આ એર કનેકટીવીટીને લઇ ઓછો થઇ ગયો છે. સામાન્ય રીતે રાજકોટ એરપોર્ટ પર ટુરિસ્ટ ઉતરે એટલે ટેકસી દ્વારા માત્ર ૩ કલાકમાં ગીર પહોંચી જાય પરંતુ હવે અમદાવાદ એરપોર્ટ પર ટુરિસ્ટ ઉતરે અને ૭ થી ૮ કલાકમાં ગીર પહોંચે છે. માટે ટુરિસ્ટ ગીર આવવાનું માંડી વાળે છુે.
તો બીજી તરફ દેવભીમી દ્વારકાનો ટ્રાફીક પણ એર કનેકટીવીટીના કારણે ઓછો થઇ ગયો છે. જો ફલાઇટ નિયમિત રીતે ચાલુ હોય તો યાત્રાળુ જામનગર, રાજકોટ સુધી ફલાઇટમાં આવે ે અને ત્યારબાદ દ્વારકા આવે છે જે માત્ર ત્રણ કલાકમાં પહોંચી જવાય પરંતુ ૭-૯ કલાક ની ટ્રીપ ટેકસી દ્વારા કરવી થોડી મુશ્કેલ થઇ પડે છે. અને યાત્રાળુઓ દેવભૂમિ દ્વારકામાં આવવાનું ટાળે છે.
આમ સૌરાષ્ટ્રથી મુંબઇની ફલાઇટ ઓછી થઇ જતા વિકાસની વાતો કરતા તંત્રને આર્થિક ફટકો પડવાની સંભાવના સેવાઇ રહી છે. ફલાઇટ ઓછી થઇ જતા ૮૮ ટકા સીટમાં ધટાડો જોવા મળી રહ્યો છે.