ગરવા ગીરની આન-બાન અને શાન સમી કેસર કેરી દુબઇ, મસ્કત, કતાર, કેનેડા, ઇંગ્લેન્ડ સહિતના ગલ્ફ દેશોમાં માંગ અને નિકાસ કરાતા ખેડૂતોના ચહેરા ઉપર રોનક જોવા મળી.
કોરોના કાળમાં નિકાસ ઠપ્પ થયેલી હતી જે થોડા ઘણા અંશે શરૂ થયેલ પરંતુ આ વરસે તો વિદેશોમાં કેસર કેરીની ભારે માત્ર ઉભી થાય અને પ્રતિ ત્રણ કિલોનો ભાવ 13 થી 18 પાઉન્ડ એટલે કે 1400 થી 1600 રૂપિયા જેવો મળતો થયો છે અને 80 મેટ્રીક ટન જેટલી કેરી તો નિકાસ થઇ ચૂકી છે. આ પેકીંગ 12 નંગ, 9 નંગ, 6 નંગ રીતે પેક કરાય છે.
વિદેશ નિકાસમાં કેટલાંક આંતરરાષ્ટ્રીય માપદંડ હોય છે. જેને અનુસરવાનું હોય છે. જેમાં પણ તે સફળ રહી છે. તાલાલા મેંગો માર્કેટ યાર્ડ ચેરમેન સંજયભાઇ શીંગાળા, સેક્રેટરી રમેશભાઇ તથા ગોરધનભાઇ સહિતના સ્ટાફ ઉત્સાહ દાખવી રહ્યા છે.
18 એપ્રિલથી શરૂ થયેલ મેંગો માર્કેટ યાર્ડમાં તા.4-5 સુધી 1,12,035 જેટલા 10 કિલોના કેરીના બોક્સો વેંચાયા છે અને મે માસ પછી તો કેરીની આવક દિનપ્રતિદિન વધી રહી છે. તા.1-5 થી 4-5 સુધીમાં 44000 કેરીના 10 કિલોના બોક્સો આવ્યા. વળી ઘર આંગણે જ રાઇપનીંગ પ્લાન્ટો બન્યા હોવાથી એક્સ્પોર્ટના અદ્યતન પ્લાન્ટો નિકાસકર્તાઓ માટે સાનુકૂળ બને છે. તા.4-5-23ના 11025 બોક્સો 10 કિલોના માર્કેટ યાર્ડમાં આવ્યા અને વધુમાં વધુ ભાવ 910 રહ્યો છે.