સૌરાષ્ટ્રમાં એ-1 ગ્રેડ મેળવતા 4562 વિદ્યાર્થીઓ: જામનગરનું 68.26, ગીર સોમનાથનું 68.11 અને જૂનાગઢનું 66.25 ટકા પરિણામ
મોરબી શહેર મા શૈક્ષણીક ક્ષેત્રે વાણિજ્ય પ્રવાહ ક્ષેત્રે છેલ્લા ચાર દાયકા કરતા પણ વધુ સમય થી કાર્યરત જનતા ક્લાસીસ ના વિદ્યાર્થીઓએ ધો-12 કોમર્સ મા સમગ્ર ગુજરાત બોર્ડ મા ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી ઉચ્ચ પરિણામો ની ક્લાસીસ ની પરંપરા ને જીવંત રાખી છે.
મોરબી જનતા ક્લાસિસ ના વિદ્યાર્થી ધો-12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર પ્રથમ અને એકાઉન્ટમાં દ્વિતીય સ્થાન મેળવ્યું
શૈક્ષણિક ક્ષેત્રે 47 વર્ષ ના અનુભવી પ્રવિણભાઈ કક્કડ તથા 15 વર્ષ ના અનુભવી નિર્મિતભાઈ કક્કડ સંચાલિત જનતા ક્લાસીસ ના ધો-12 કોમર્સ ના વિદ્યાર્થી હિમાંશુ સંજયભાઈ ગોવાણીએ 99.87 પી.આર. સાથે આંકડાશાસ્ત્ર મા સમગ્ર ગુજરાત બોર્ડ મા પ્રથમ તેમજ એકાઉન્ટ મા દ્વિતીય સ્થાન મેળવ્યુ છે.
તે ઉપરાંત કાવ્ય ભાવેશભાઈ ભોજાણી એ 97.45 પી.આર., ક્રિષ્ના બાલુભાઈ અઘારાએ 96.28 પી.આર., કર્તવી દીપેશભાઈ સંઘવીએ 94.55 પી.આર., માનસી સંજયભાઈ સોમૈયાએ 94.25 પી.આર., ભવ્ય મણીલાલ શેરસીયાએ 93.61 પી.આર., પ્રિયા કમલેશભાઈ વડસોલાએ 92.40 પી.આર., રીધ્ધીબા ભગીરથસિંહ જાડેજાએ 92.40 પી.આર. પ્રાપ્ત કરી જનતા ક્લાસીસ તેમજ સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે.
ધો-11 મા સાયન્સ મા અભ્યાસ કરેલ વિદ્યાર્થીએ પણ ધો-12 કોમર્સ મા ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યુ
મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થી અભી મુકેશભાઈ ચારોલા કે જેમણે વર્ષ 2020-21 મા ધો-11 સાયન્સ મા અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ વર્ષ 2021-22 મા ધો-12 કોમર્સ ની પરીક્ષા આપી હતી જેમા તેમણે પ્રથમ પ્રયત્ને ઉતિર્ણ થઈ ઘ.ઈ મા 100 માંથી 90, સ્ટેટીસ્ટીક્સ મા 100 માંથી 81, એકાઉન્ટ્સ મા 100 માંથી 84, 100 માંથી 90 ગુણ પ્રાપ્ત કરી સમગ્ર મોરબી મા શૈક્ષણિક ક્ષેત્રે નવો વિક્રમ સર્જ્યો છે.
ચાર દાયકા કરતા પણ વધુ સમય થી ઉચ્ચ પરિણામો ની અવિરત પરંપરા જાળવી રાખતી મોરબી ની નામાંકીત શૈક્ષણીક સંસ્થા
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધો.11-12 કોમર્સ (C.B.S.E.G.S.E.B.), B.com., B.B.A., M.com. ના દરેક વિષયોનુ ચાર દાયકા કરતા વધુ સમય થી શિક્ષણ પ્રદાન કરવા મા આવી રહ્યુ છે ત્યારે શૈક્ષણિક વર્ષ 2021-22 ના ધો-12 કોમર્સ ના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્ય મા ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ઠ પરિણામો ની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓ ની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસ ના સંચાલકો પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી છે તેમજ આગામી શૈક્ષણિક વર્ષ 2022-23 માટે ધો-11 કોમર્સ મા પ્રવેશ પ્રકિયા શરૂ થઈ ગયેલ છે તેમ યાદી મા જણાવ્યુ છે.