રાજકોટ જિલ્લાની 130, સુરેન્દ્રનગર જિલ્લાની 78, ભાવનગર જિલ્લાની 76, અમરેલી જિલ્લાની 75 અને મોરબી જિલ્લાની 71 ગ્રામ પંચાયતો બિન હરિફ: સૌથી ઓછી બોટાદ જિલ્લાની માત્ર 20 ગ્રામ પંચાયત સમરસ
અબતક,રાજકોટ
રાજયની 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 19મી ડિસેમ્બરના રોજ યોજાવાની છે.ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. સૌરાષ્ટ્રની 656 સહિત રાજયની કુલ 1267 ગ્રામ પંચાયતો બિનહરિફ અર્થાત સમરસ બની છે. રાજયભરમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાની 130 ગ્રામ પંચાયતો સમરસ બની છે. હવે ગામડાઓમાં જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ થશે. સમરસ બનેલીગ્રામ પંચાયતોને રાજય સરકાર દ્વારા લાખો રૂપીયાની ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
રાજકોટ જિલ્લાની 541 પૈકી 130 ગ્રામ પંચાયત, સુરેન્દ્રનગર જિલ્લાની 497 ગ્રામ પંચાયત પૈકી 78, જૂનાગઢ જિલ્લાની 413 ગ્રામ પંચાયત પૈકી 73, અમરેલી જિલ્લાની 489 ગ્રામ પંચાયતો પૈકી 75, ભાવનગર જિલ્લાની 312 ગ્રામ પંચાયત પૈકી 76, મોરબી જિલ્લાની 303 ગ્રામ પંચાયત પૈકી 71, ગીર સોમનાથ જિલ્લાની 288 ગ્રામ પંચાયતો પૈકી 38, જામનગર જિલ્લાની 161 ગ્રામ પંચાયત પૈકી 38, બોટાદ જિલ્લાની 138 ગ્રામ પંચાયત પૈકી માત્ર 20, પોરબંદર જિલ્લાની 130 ગ્રામ પંચાયત પૈકી 31 જયારે દેવભૂમી દ્વારકા જિલ્લાની 156 ગ્રામ પંચાયત પૈકી 26 ગ્રામ પંચાયત સમરસ બની છે. સૌરાષ્ટ્રમાં કુલ 3428 પૈકી 656 ગ્રામ પંચાયતો બિનહરિફ જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજયની કુલ 1267 ગ્રામ પંચાયતો બિન હરિફ જાહેર કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની 54, સુરત જિલ્લાની 79, ભરૂચ જિલ્લાની 63, કચ્છ જિલ્લાની 74, ખેડા જિલ્લાની 8, અમદાવાદ જિલ્લાની 39, પંચ મહાલ જિલ્લાની 22, દાહોદ જિલ્લાની 26, વલસાડ જિલ્લાની 24, નવસારી જિલ્લાની 71, ડાંગ જિલ્લાની સૌથી ઓછી બે, વડોદરા જિલ્લાની 71, તાપી જિલ્લાની 13, મહિસાગર જિલ્લાની 7, સાબરકાંઠા જિલ્લાની 25, છોટા ઉદેપુર જિલ્લાની 8, નર્મદા જિલ્લાની 5 અરવલ્લી જિલ્લાની 7, આણંદ જિલ્લાની 10, ગાંધીનગર જિલ્લાની 22, પાટણ જિલ્લાની 22 અને મહેસાણા જિલ્લાની 45 ગ્રામ પંચાયતો બિન હરિફ જાહેર કરવામાં આવી છે.
રાજયનાં 33 જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે કયાં ગામમાં કેટલા લોકો વચ્ચે ચૂંટણી જંગ જામશે તે નિશ્ર્ચિત થઈ ગયું છે.આજથી મતદારોને રિઝવવા ઉમેદવારો જોર શોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે. આગામી 19મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે 7થી સાંજના 6 વાગ્યા બેલેટ પેપર દ્વારા મતદાન યોજાશે 21મીએ મતગણતરી હાથ ધરવામા આવશે.
સૌરાષ્ટ્રમાં કયાં જિલ્લાની કેટલી ગ્રામ પંચાયત સમરસ
- રાજકોટ 130
- સુરેન્દ્રનગર 78
- ભાવનગર 76
- અમરેલી 75
- જૂનાગઢ 73
- મોરબી 71
- ગીર સોમનાથ 38
- જામનગર 38
- પોરબંદર 31
- દેવભૂમી દ્વારકા 26
- બોટાદ 20