લોકસભા ચૂંટણી સંદર્ભે રાજયના કુલ ૭૧ મામલતદારોને બદલીના ઓર્ડર કરતું મહેસુલ વિભાગ

લોકસભાની ચુંટણી સંદર્ભે મહેસુલ વિભાગ દ્વારા રાજયના ૭૧ મામલતદારોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં સૌરાષ્ટ્રના ૩૭ જેટલા મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે. આ સાથે મહેસુલ વિભાગ દ્વારા મામલતદારોની નિયુકિતના સ્થળે તાત્કાલિક ચાર્જ સંભાળવાની સુચના પણ આપી છે.

મોરબીના ડી.જે.જાડેજાને અમદાવાદ, પોરબંદરના એસ.એ.જાદવને કુતિયાણા, જામનગરના એન.એન.સવાણીને સુરત, જુનાગઢના એમ.એચ.પટેલને તાપી, પાલિતાણાના આર.આર.વસાવાને ભરૂચ, ભાવનગરના એચ.બી.ભગોરાને પાલિતાણા, ધ્રોલના બી.જે.ભરવાડને મહેસાણા, રાજકોટના જી.કે.મકવાણાને સાયલા, રાજકોટના રૂડાના એ.આર.ચાવડાને મામલતદાર પ્રોટોકોલ, ભેંસાણના જી.ડી.બારીયાને પાદરા, બોટાદના એન.આઈ.બ્રહ્મભટ્ટને ભેંસાણ, બાબરાના એન.કે.ખીમાણીને અમરેલી, અમરેલીના ડી.એમ.બગસરીયાને બાબરા, અમરેલીના કે.જે.મહેતાને ખાંભા, ખાંભાના આર.આર.નઘેરાને વલસાડ, માણાવદરના વાય.બી.જોશીને જુનાગઢ, જામનગરના આર.ડી.અઘારાને માણાવદર, જુનાગઢના એફ.જે.માંકડાને મેંદરડા, તળાજાના એસ.જે.ચૌધરીને વલસાડ, કેશોદના એલ.આર.ચૌધરીને નર્મદા, જામનગરના ડી.એન.કાછડને જામજોધપુર, ગઢડાના બી.જી.મકવાણાને સિંહોર, બોટાદના વી.કે.પીપરીયાને ગઢડા, લખતરના જી.આર.હરદાસાણીને છોટાઉદેપુર, કચ્છના સી.પી.હિરવાણીયાને ગાંધીધામ, દેવભૂમિ દ્વારકાના એચ.જી.બેલડીયાને માંગરોળ, અમરેલીના એસ.વી.કાલસરીયાને ગીર-સોમનાથ, ગીર-સોમનાથના જે.આર.ગોહેલને અમરેલી, વલ્લભીપુરના ડી.કે.મજેટરાને મહેસાણા, સાયલાના જી.એમ.મહાવડીયાને વલ્લભીપુર, જામનગરના આર.એસ.હુનને ધ્રોલ, પોરબંદરના પી.ડી.કુંભાણીને વલસાડ, સુરેન્દ્રનગરના એચ.એમ.ડામોરને મુળી, સુત્રાપાડાના એસ.પી.વાણંદને ખેડા, જુનાગઢના એ.એસ.ઝાપડાને સુત્રાપાડા અને જુનાગઢના સી.જી.વાડોદરીયાને ઈલેકશનમાં મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.